પેન્ટ ઉતારી બિભત્સ માગણી કરનાર ભાઈનું બહેને ઢીમ ઢાળી દીધુંઃ નડિયાદ પોલીસે કરી ધરપકડ
હેતાલી શાહ.નડિયાદઃ નડિયાદમાં બહેને ભાઈની હત્યા કરી નાખતા ચકચાર મચી છે. ભાઈએ બહેન પાસે અઘટીત માંગણી કરતા ગુસ્સામાં આવેલી બહેને ભાઈ પર ધારીયા વડે માથાના…
ADVERTISEMENT
હેતાલી શાહ.નડિયાદઃ નડિયાદમાં બહેને ભાઈની હત્યા કરી નાખતા ચકચાર મચી છે. ભાઈએ બહેન પાસે અઘટીત માંગણી કરતા ગુસ્સામાં આવેલી બહેને ભાઈ પર ધારીયા વડે માથાના ભાગ પર હુમલો કરતા ભાઈનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે. આ ઘટનામાં નડિયાદ રૂરલ પોલીસ પોતે ફરિયાદી બની ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લપસીને પડી ગયો કહી દવાખાને પણ લઈ ગયા…
નડિયાદના મંજીપુરા ગામમાં ભાઈએ બહેન પાસે બિભત્સ માગણી કરતા ઉશ્કેરાઈ ગયેલી બહેને ભાઈ પર જીવલેણ હુમલો કરતા ભાઈને સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું. જોકે કોઈને બહેને કરેલી હત્યાની જાણ ન હોય બહેને ઘરના તમામ સભ્યોને પોતાનો ભાઈ ઘરની બહાર રસ્તામાં લપસી જતા માથાના ભાગે લોહી નિકળે છે અને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાના છે તેમ જણાવી પરિજનોને સાથે લઈ કરમસદ હોસ્પિટલમા પહોંચ્યા હતા. જોકે ફરજ પરના ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. દરમિયાનમાં ઈજા જોઈને ફરજ પરના ડૉકટરોને શંકા જતા ડૉક્ટર દ્વારા નડિયાદ રૂરલ પોલીસને જાણ કરાઇ હતી. પોલીસે કરમસદ હોસ્પિટલ પહોંચી મૃતકની લાશનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં પ્રારંભિક રીતે હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. બાદમાં પોલીસે બહેનની પુછપરછ કરતા તમામ હકીકત સામે આવી હતી.
‘એ લલ્લૂઓને કહી દેજો કે…’ કચ્છમાં સી આર પાટીલ ભુલ્યા પ્રમાણભાન
મૃતકના શરીર પર હતા ઘણા નીશાન
પહેલા ઘડેલી માહિતી અનુસાર, નડિયાદ એક ગામમાં રહેતા ગીતાબેન (નામ બદલ્યું છે) વિધવા છે. તેઓ ગતરોજ સાંજના સમયે જમવાનું બનાવી રહ્યા હતા દરમિયાન ઘરના કેટલાક માણસો પણ ઘરે હાજર હતા. તે સમયે ગીતાબેનનો ભાઈ સુનિલ ઘરે આવ્યો હતો. ઘરે પાણી પીને તે બહાર નીકળ્યો, ઘરની બહાર આરસીસીનો રોડ બનાવેલો હતો. જેમાં પાણી ઢોળાયું હતું. જેને લઈને તે લપસી ગયો હતો. લપસી જતા માથાના પાછળના ભાગે લોહી નીકળ્યું હતું. જેથી ગીતાબેન અને ઘરના સભ્યો દોડીને તેમના ભાઈને કરમસદ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા. પરંતુ કરમસદ હોસ્પિટલના ડોક્ટર દ્વારા મૃતકના લાશની ઝીણવટ ભરી તપાસ કરતા મૃતક સુનિલના માથા પર તથા બોચીના ભાગે કોઈ તીક્ષણ હથિયારના ઘાથી ઇજા થઈ હોવાનું જણાયું હતું. એટલું જ નહીં તેની ડાબી આંખ ઉપર પણ કંઈક વાગેલાનું નિશાન હતું અને કાનમાંથી લોહી નીકળતું હતું. ગળાના ભાગ પર પણ લોહી ચોટેલું હતું ઉપરાંત છાતીના ભાગ ઉપર સૌર પડેલાના નિશાન હતા. બીજી બાજુ બરડામાં ડાબા તથા જમણા પડખે બોથડ પદાર્થ મારેલાના સૌર પડેલાના પણ નિશાન હતા. આ તમામ બાબતોએ પ્રથમ દૃષ્ટિએ પડી જવાથી નહીં પરંતુ કોઈએ તેને તીક્ષણ હથિયારથી માથામાં તેમજ માથાની પાછળ બોચીના ભાગે મારી ગંભીર જીવલણ ઇજાઓ પહોંચાડી તેમજ કોઈ બોથડ હથિયાર જેવા કે લાકડા દંડાથી માર મારીને સૌર પાડી ઈજાઓ કરી છે અને જેને લઈને તેનું મૃત્યુ થયું છે તેવું લાગી રહ્યું હતું.
ADVERTISEMENT
‘મારી સામે પેન્ટ કાઢી બિભત્સ માગણી કરી તો મેં…’
આ મામલામાં પોલીસને જાણ કરવામાં આવી અને મરનારની લાશનું ચોક્કસ મોતનું કારણ જાણવા માટે પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું અને પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં પ્રાથમિક કોઝ ઓફ ડેથના સર્ટિફિકેટમાં હથિયારથી તેમજ બોથળ હથિયારથી માથામાં તેમજ શરીરને માર મારી ગંભીર જીવલેણ ઇજાઓ પહોંચાડતા સારવારમાં લઈ જતા જ મોત નીપજ્યું હોવાની હકીકત સામે આવી હતી. જેને લઈને નડિયાદ રૂરલ પોલીસે મૃતકના ઘરે તથા આસપાસ તપાસ હાથ ધરી હતી. ગીતા બહેનના ઘર પાસે પાડોશીઓની પોલીસે પુછપરછ કરી જેમાં પોલીસને જાણવા મળ્યું કે, સાંજના સમયે ઘરે ગીતાબેન અને તેના ભાઈ વચ્ચે ઝઘડો થયો હતો. આ વાત પોલીસને ગીતાબેને કરી નહોતી. જેને લઇને પોલીસે ગીતાબેનની પૂછપરછ શરૂ કરી હતી. પૂછપરછમાં ગીતાબેન ભાગી પડ્યા અને તેમણે તમામ હકીકત પોલીસને જણાવી હતી. જેમાં ગીતાબહેને જણાવ્યું કે, તેઓ તેમના ઘરે રોટલા બનાવતા હતા. તેમનો ભાઈ દારૂ પીને ઘરે આવ્યો હતો. ઘરે કોઈ ન હોય તેનું પેન્ટ ઉતારી મારો હાથ પકડી મને ઘરમાં લઈ જઈ મારી પાસે બિભસ્ત માંગણી કરતો હતો. જેથી ગુસ્સામાં અને આવેશમાં આવી જતા, નજીકમાં ધારિયું પડેલું હતું. જેથી તેને બરડામાં મારવા જતા તે નીચો નમી જતા તેને બોચીના ભાગે વાગી ગયું હતું અને તે નીચે પડ્યો પડ્યો બબડતો હતો. જેને લઈને બીજી વખત મેં તેને માથાના ઉપરના ભાગે ઘા મારી દીધો. તેમ છતાંય તે મને અપશબ્દો બોલતો હતો. જેને લઈને નજીકમાં પડેલા ડંડાથી માર માર્યો હતો. જોકે ત્યારબાદ તેને ખૂબ લોહી નીકળતા ધારિયું સંતાડી દીધું અને ત્યારબાદ તેને દવાખાને લઈ જવાનો વિચાર આવ્યો. જે બાદ તેણે તેના ભત્રીજા વિજય સોલંકીને ગામમાં રિક્ષા લેવા મોકલ્યો અને રિક્ષામાં તેમને દવાખાને લઈ ગયા. રસ્તામા ગીતા બહેને પોતાના ભાઈના પરિવારજનોને તથા પોતાના પરિવારજનોને રસ્તામાં પડી જવાથી તે ઈજાગ્રસ્ત થયો હોવાનું જણાવ્યું હતું. જોકે હોસ્પિટલમાં ડોક્ટરોને શંકા જતા આ હત્યાની ઘટના સામે આવી. હાલ તો આ ઘટનામાં નડિયાદ રૂરલ પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ બહેને ભાઈની હત્યા કરતા હાલ સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.
ADVERTISEMENT