Earthquake Gujarat: દક્ષિણ ગુજરાતમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ઉકાઈથી 51 km દૂર કેન્દ્રબિંદુ
Earthquake Gujarat: ગુજરાતમાં માથે આભ અને નીચે ધરતી બંને બાજુ આફત આવીને ઊભી હોય તેવી સ્થિતિ ઘણા લોકોની બની ગઈ છે. હાલમાં જ જ્યાં ભારે…
ADVERTISEMENT
Earthquake Gujarat: ગુજરાતમાં માથે આભ અને નીચે ધરતી બંને બાજુ આફત આવીને ઊભી હોય તેવી સ્થિતિ ઘણા લોકોની બની ગઈ છે. હાલમાં જ જ્યાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ઉપરાંત નર્મદા નદીના ડેમના પાણી છોડવામાં ગુજરાત સરકારે જે પ્રમાણે વડાપ્રધાનની બર્થડે માટે રોકી રાખેલા પાણીને હવે છોડાતા ભરૂચ અને અંક્લેશ્વરની હાલત કફોળી બન્યાના આરોપ લાગી રહ્યા છે ત્યાં હવે દક્ષિણ ગુજરાતમાં ભૂકંપનો આંચકો અનુભવવામાં આવ્યો છે. ગત મોડી રાત્રે 2.7ની તીવ્રતા સાથે ભૂકંપનો આંચકો અનુભાવાયો છે.
India for Australia series: કોહલી રોહિત બહાર… અશ્વિન સુંદરની એન્ટ્રી, આવી રીતે બનશે ભારતની પરફેક્ટ વર્લ્ડ કપ ટીમ
ચાલુ મહિને જ કચ્છમાં આવ્યો હતો ભૂકંપ
દક્ષિણ ગુજરાતમાં આવેલા ભૂકંપની તીવ્રતા ઘણી ઓછી હતી. સાથે જ આ ભૂકંપનું કેન્દ્ર બિન્દુ ઉકાઈથી 51 km જેટલું દુર આવેલું હોવાના અહેવાલો સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ચાલુ મહિને જ કચ્છમાં 4.1ની તીવ્રતા ધરાવતો ભૂકંપ આવી ચુક્યો છે. આ ઉપરાંત અમરેલીના મીતીયાળામાં દર થોડા દિવસે લોકો ભૂકંપનો અનુભવ કરે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT