'બોયકોટ રૂપાલા': ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબાનું ક્ષત્રિય સમાજને સમર્થન, રાજકોટમાં લગાવ્યા પોસ્ટરો

ADVERTISEMENT

Parshottam Rupala Controversy
રાજકોટમાં રૂપાલા સામે પોસ્ટર વોર
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

રાજકોટમાં પરસોત્તમ રૂપાલા સામે પોસ્ટર વોર શરૂ

point

'બોયકોટ રૂપાલા' લખાણ લખેલા પોસ્ટર લાગ્યા

point

નયનાબા જાડેજાએ મોડી રાતે પોસ્ટર લગાવ્યા

Parshottam Rupala Controversy: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા  (Parshottam Rupala) દ્વારા કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણીને લઈ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાયો છે. ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે. ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી ક્ષત્રિય આગેવાનોની બેઠક બાદ આજે અમદાવાદના ગોતામાં રાજપૂત સમાજના ભવન ખાતે ગુજરાતના રાજપૂત સમાજની કોર કમિટીની બેઠક મળશે. આ વચ્ચે હવે રાજકોટમાં પરસોત્તમ રૂપાલા સામે પોસ્ટર વોર શરૂ થયો છે. શહેરમાં 'બોયકોટ રૂપાલા' લખાણ લખેલા પોસ્ટર લાગ્યા છે. 

નયનાબા જાડેજાનું ક્ષત્રિય સમાજે સમર્થન

આ મામલે હવે ક્ષત્રિય સમાજના સમર્થનમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja )ના બહેન નયનાબા જાડેજા આગળ આવ્યા છે. નયનાબા જાડેજા અને તેમની ટીમ દ્વારા રાજકોટ શહેરમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જેમાં સપોર્ટ ક્ષત્રિય સમાજ લખવામાં આવ્યું છે. સાથે જ 'બોયકોટ રૂપાલા' પણ પોસ્ટર લખેલું છે. નયનાબા જાડેજાએ રાત્રિ દરમિયાન બસપોર્ટ સહિતના વિસ્તારમાં પોસ્ટર લગાવતા રાજકોટ શહેરનું રાજકારણ ગરમાયું છે. 

આ પણ વાંચોઃ 'હવે માફ કરી દો', રૂપાલાને માફ કરવા સી.આર પાટીલે ક્ષત્રિય સમાજ સામે બે હાથ જોડ્યા


મોડી રાતે શહેરમાં લગાવ્યા પોસ્ટરો

કેન્દ્રીય મંત્રી અને રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજે બાંયો ચડાવી છે, ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરીને બીજા કોઈને ટિકિટ આપવામાં આવે. પહેલાં આ બાબત રાજકોટ પૂરતી મર્યાદિત રહી પણ આ રોષ વાયુવેગે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પ્રસરી ગયો છે. ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજના લોકો રસ્તા પર ઉતર્યા છે અને પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ નિવેદન પાઠવવામાં આવ્યા રહ્યા છે. 

ADVERTISEMENT

આ પણ વાંચોઃ 'ભાજપમાં જે રાજપૂતો છે તે રાજપૂત નહીં ભાજપૂત છે' રૂપાલા વિવાદમાં ભાવનગરના રાજવીની એન્ટ્રી!

 

ગતરોજ સી.આર પાટીલે માંગી હતી માફી

ગઈકાલે ગાંધીનગર ખાતે ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનો સાથે યોજાયેલી બેઠક પૂર્ણ થયા બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે પરસોત્તમ રૂપાલા માટે બે હાથ જોડીને માફી માંગી હતી. સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે. તેઓ ત્રણ વખત માફી માંગી ચૂક્યા છે. છતાં રોષ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. મારી ક્ષત્રિય સમાજને વિનંતી છે કે ક્ષત્રિય સમાજ મન મોટું રાખીને પરસોત્તમભાઈને માફ કરી દે. 

ADVERTISEMENT

આ પણ વાંચોઃ રાજકોટ બેઠક પર BJP બદલશે ઉમેદવાર? મોહન કુંડારિયાના ફોર્મ ભરવાની તૈયારી પર રૂપાલાએ કર્યો ખુલાસો

 

ADVERTISEMENT

ક્ષત્રિય સમાજ હવે રૂપાલાને માફ કરેઃ પાટીલ

તેઓએ જણાવ્યું કે, આજે ભાજપના સૌ આગેવાનો ભૂપેન્દ્રસિંહ, કેસરીસિંહ, મહેન્દ્રસિંહ, આઇકે જાડેજા, બલવંતસિંહની આગેવાનીમાં મુખ્યમંત્રી અને સંગઠન મહામંત્રીની ઉપસ્થિતિમાં અમે બેઠક યોજી હતી. આજે અમારી બેઠક અઢી ત્રણ કલાક ચાલી છે.  ક્ષત્રિય સમાજને મારી હાથ જોડીને વિનંતી છે. ક્ષત્રિય સમાજ હવે પોતાનો રોષ શાંત કરીને માફ કરી દે. સી.આર પાટીલે કહ્યું કે,  ક્ષત્રિય સમાજની 92 લોકોની સંકલન સમિતિ છે. આ સંકલન સમિતિની આવતીકાલે 3 વાગ્યે બેઠક મળશે. જેમાં રોષ સાંભળવામાં આવશે અને સમજાવશે. ધીમે-ધીમે વાતાવરણ સરળ બને તે માટે પ્રયત્ન કરાશે.

ઈનપુટઃ રોનક મજીઠિયા, રાજકોટ

    follow whatsapp

    ADVERTISEMENT