બિલ્ડર જેરામ કુંડારિયાના આપઘાતના પ્રયાસ કેસમાં BJP MLA કાંતિલાલ અમૃતિયા સહિતના નામ સુસાઇડ નોટમાં, જાણો શું લખ્યું
રાજકોટ: રાજ્યમાં અતુલ ચગ આત્મહત્યા કેસમાં ભાજપના સાંસદ સભ્ય રાજેશ ચુડાસમાનું નામ સામે આવ્યું છે. ત્યારે હવે રાજકોટમાં જાણીતા બિલ્ડર જેરામ કુંડારિયાના આપઘાતના પ્રયાસ કેસમાં…
ADVERTISEMENT
રાજકોટ: રાજ્યમાં અતુલ ચગ આત્મહત્યા કેસમાં ભાજપના સાંસદ સભ્ય રાજેશ ચુડાસમાનું નામ સામે આવ્યું છે. ત્યારે હવે રાજકોટમાં જાણીતા બિલ્ડર જેરામ કુંડારિયાના આપઘાતના પ્રયાસ કેસમાં ના પ્રયાસમાં મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનું નામ સામે આવ્યું છે. આ સાથે વાઈરલ થયેલી કથિત સ્યૂસાઈડ નોટમાં ટી. ડી. પટેલ , વી. ટી. તુરખીયા, ગીરીશ ચારોલા-અનીશ ચારોલા , જયંત અજમેરા, એચ. જી. કુનડીયા અને રાકેશ નથવાણી સામે આરોપો લગાવવામાં આવ્યા છે. આવતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
રાજકોટના કાલાવડ રોડ પરના રોયલ પાર્ક-૩ માં રહેતા અને કૃતિ ઓનેલાના ભાગીદાર બિલ્ડર જેરામભાઈ કુંડારીયાએ તાજેતરમાં દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તે વખતે તેમણે રાકેશ નથવાણી અને ટી.ડી.પટેલ સહિતના બે વ્યાજખોરોના ત્રાસને કારણે આ પગલુ ભર્યાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ગાંધીગ્રામ-ર પોલીસે આરોપી રાકેશ નથવાણીની ધરપકડ પણ કરી હતી. હવે જેરામભાઈ કુંડારીયાની કથીત ત્રણ પાનાની સુસાઈડ નોટ સામે આવી છે.
ADVERTISEMENT
રાજકીય ખળભળાટ મચ્યો
આક્ષેપ મુજબ રાકેશ નથવાણીએ રૂપિયા 80 લાખના બદલામાં રૂપિયા 2 કરોડ વસુલ્યા હતા. જ્યારે મોરબીના ટી.ડી પટેલે રૂપિયા 2 કરોડના 24 કરોડ વસુલ્યા હતા. વ્યાજખોરના અતિશય ત્રાસથી PGVCLના નિવૃત ઈજનેર અને બિલ્ડર જયરામ કુંડારીયાએ ઘઉંની દવાના ટીકડા ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુનિવર્સિટી પોલીસે આ કેસમાં માત્ર એક રાકેશ નથવાણીની ધરપકડ કરી છે. મોરબીના ઓમ શાંતિ સ્કૂલના ટી.ડી પટેલ હજુ પોલીસ ધરપકડથી દૂર છે. ત્યારે હવે સુસાઇડ નોટ સામે આવતા રાજકીય ખળભળાટ મચ્યો છે.
ગુજરાત તક પુષ્ટી નથી કરતું
સુસાઈડ નોટ મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતીલાલ અમૃતિયા સહિતનાઓ સામે આક્ષેપો કરવામાં આવ્યા છે. જો કે સ્યુસાઈડ નોટ ખરેખર જેરામભાઈ કુંડારીયાની છે કે કેમ તેની ગુજરાત તક પુષ્ટી નથી કરતું.
ADVERTISEMENT
ADVERTISEMENT
ડાઈંગ ડેક્લેરેશનમાં ધારાસભ્ય કાંતિ અમૃતિયાનું નામ નથી
બિલ્ડરના આપઘાત પ્રયાસ મામલે ઝોન 2ના DCP સુધીર કુમાર દેસાઈનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, રાકેશ નથવાણી અને ઠાકરશીભાઈ વિરુદ્ધ ફરિયાદ મળી હતી. સુસાઈડ નોટ મામલે કોઈ વિગત મળી નથી. ફરિયાદના આધારે પોલીસ અને મામલતદારે તપાસ શરૂ કરી છે. વાયરલ સુસાઇડ નોટ મામલે હાલ તપાસ ચાલી રહી છે. જ્યારે ધારાસભ્ય કાંતિ અમૃતિયાને લઈ સવાલ પૂછવામાં તેમના શબ્દોમાં અક્ષર સહ સાઇન સાથે નિવેદન નોંધવામાં આવ્યું છે. ડાઈંગ ડેક્લેરેશનમાં આ પ્રકારે કોઈ નામ નથી આપ્યું.
જાણો શું લખ્યું છે સુસાઇડ નોટમાં
રાજકોટના જાણીતા બિલ્ડર જેરામભાઈ કુંડારીયાએ તાજેતરમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આપઘાતના પ્રયાસ બાદ 3 પાનાંની સુસાઇડ નોટ વાયરલ થઈ છે જેમાં મોરબી બેઠકના ભાજપના ધારાસભ્ય સહિત ટી. ડી. પટેલ , વી. ટી. તુરખીયા, ગીરીશ ચારોલા-અનીશ ચારોલા, જયંત અજમેરા, એચ. જી. કુનડીયા અને રાકેશ નથવાણી સામે આક્ષેપ કરવામાં આવ્યા છે. જેમાં તમામ વિશે લખવામાં આવ્યું છે. ત્યારે આ સુસાઇડ નોટમાં મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અંગે પ્રથમ લખવામાં આવ્યું છે. જેમાં લખ્યું હક એકએ, ઊમા ટાઉનશીપ મોરબી ખાતે 12 વર્ષ પહેલાં ભાગીદારીમાં જોડાયા હતા. જો કે, અમારો હિસ્સો સમયસર થયો નથી અને ચીરીપાલ ગ્રુપ તરફથી દસ્તાવેજ નથી કરી દેતા એવા બહાના બનાવી રહ્યાં છે તેમજ જેટલો હિસ્સો આપ્યો છે તેના દસ્તાવેજના ચેકના રૂપિયા પાછા મળતા ન હતા. વર્ષો પછી પૈસાના બદલે ન વેચાયેલા ફલેટ આપવામાં આવે છે. વ્યાજે રૂપિયા લઈને રોકાણ કરેલું જેથી મોટું આર્થિક નુકસાન થયું છે. હજુ પણ 6500 ફૂટ જમીન મારા ભાગની લેવાની નીકળે છે. જે મળતી નથી. 12 વર્ષ પહેલાં 9 બંગલા ભાગીદારીમાં બનાવેલા જેમાં મારો ભાગ 16 ટકા છે. જેની જમીનનો દસ્તાવેજ કરી દેતા નથી. જેથી બંગલા વણ વેચાયેલા પડ્યા છે અને તેમાં પણ અપાર નુકસાની ભોગવવી પડી છે.
ટી. ડી. પટેલને લઈ જાણો શું લખ્યું
ટી. ડી. પટેલ પાસેથી આજથી 12 વર્ષ પહેલાં 2.40 કરોડ કંપનીમાં લીધેલા જેની જવાબદારી મારી હતી. અત્યાર સુધીમાં 24 કરોડ ચૂકવી દીધા છે અને તેની સામે પેઢી-પર્સનલ ચેક આપ્યા છે તેમજ સિક્યુરિટી પેટે જમીનનો હિસ્સો લખાવી લીધો છે. આમ છતાં હજુ પણ બાકીના વ્યાજ પેટે 1.50 કરોડ લેણાની ઉઘરાણી કરી ધમકી આપે છે. ચેક બેંકમાં ભરવાની તેમજ લખાણ તેમની પાસે હોવાથી કોર્ટ કાર્યવાહી કરવાની ધમકી આપી જીવવું મુશ્કેલ બનાવી દીધેલ છે.
વી. ટી. તુરખીયાને લઈ જાણો શું લખ્યું
વી. ટી. તુરખીયા સાથે છેલ્લાં 10 વર્ષથી પૈસાની લેતી-દેતીનો વ્યવહાર છે. અને તેને પણ મુદ્દલ કરતાં વધારે વ્યાજ પેટે ચૂકવી દીધા છે. અમદાવાદ ખાતેની જમીનનો દસ્તાવેજ કરવી લીધેલ છે. જે એચ. એસ. પટેલના નામે કરાવેલ છે. જે જમીન 7-8 કરોડની હતી જે માત્ર 4.5 કરોડ લઈ લીધેલ છે. હજુ બાકીના રૂપિયાની ઉઘરાણી કરી કૃતિ ઓનેલામાંથી હિસ્સો લેવા દબાણ કરે છે.અને ભાગીદારો તેમજ સમાજમાં મારી આબરૂ ઓછી કરવાનું ષડયંત્ર કર્યા કરે છે. જીવવું ખૂબ મુશ્કેલ છે.
નિવૃત ડીવાયએસપી વિશે જાણો શું કહ્યું
ધોલેરા ખાતે 12 વર્ષ અગાઉ સંયુક્ત ભાગીદારીમાં જમીન લીધી હતી. જે સમયે કોઈ પણ ના નામે દસ્તાવેજ કરેલ જેમાં મુંડી ખાતે લીધેલ જમીનમાં તેઓનો હિસ્સો પાંચ ટકા હતો. પરંતુ તેમના ખાતે 12.5 વીઘા જમીન સતિષના ખાતે છે. જેમાં અમુક જમીન વેચીને તેના ભાગે આવતા રૂપિયા આપી દીધા છે, પરંતુ તેની પાસે 8.5 વીઘા જમીન વધારાની છે. જે બીજા ભાગીદારને દસ્તાવેજ કરી આપવાનો થતો હોય. જમીનના ભાવ વધી જતાં દસ્તાવેજ કરવાની ના પાડે છે. જેની કિંમત અંદાજે 1.50 થી 2 કરોડ છે અને બીજા ભાગીદારો આ જમીનનો દસ્તાવેજ કરવા મારી ઉપર દબાણ કરે છે.અનીશ ચોરાલ અને તેમના પિતા ગીરીશ ચારોલાએ આખા ગામમાં મને બદનામ કરી દીધો છે.સમાજમાં મારા વિરુદ્ધ ખોટી પ્રવૃતિ કરી મને જીવવા લાયક રહેવા દીધો નથી. આ પ્રવૃતિમાં એમ એચ કુંડારિયા નિવૃત ડીવાયએસપી અમદાવાદ સામેલ છે. કારણકે અનિશના મામા છે. અને તેઓની સાથે ભાગીદારમાં છે.
જયંત અજમેરા વિશે જાણો શું લખ્યું
ધોલેરામાં જે તે સમયે ભાગીદાર હતા અને ખાતેદાર ન હોવાથી તેઓએ દસ્તાવેજ બીજાના નામે કરાવ્યો હતો. છેલ્લાં 12 વર્ષથી પોતાના નામે દસ્તાવેજ કરાવ્યો નથી, પરંતુ હવે ભાવ વધતા જે મારા નામે જમીન છે અને મારા હિસ્સાની છે તેમાંથી પોતાને દસ્તાવેજ કરાવી આપવા દબાણ કર્યા કરે છે. ધમકી આપ્યા કરે છે. જ્યાં ત્યાં ખોટી વાતો કરી બદનામ કરે છે. તેને જમીન લીધી ત્યારે મારા થ્રુ નહીં પણ ડાયરેક્ટ પૈસા આપ્યા હતા. મને ખબર પણ નથી. તેના તરફથી વધુ માં વધુ પ્રેશર આપવામાં આવે છે જે જીવવા મુશ્કેલ છે.
એચ. જી. કુનડીયા અંગે જાણો શું લખ્યું
એચ. જી. કુનડીયા પણ ધોલેરામાં ભાગીદાર છે. જેમાં તેમનો હિસ્સો 3 ટકા છે . જે મૂડીમાં છે. જે તે સમયે મૂડીમાં 20 વીઘા જમીનનો દસ્તાવેજ એચ. જી. કુનડીયાના નામે કરેલો, પરંતુ હાલ જમીનની કિંમત વધી જતાં તેઓ દસ્તાવેજ કરી દેવાની કોઈ પણ બહાના બતાવી ના પાડે છે. ખરેખર તેઓના ભાગે 20 વીઘામાંથી 2.5 થી 3 વીઘા આવે છે, પરંતુ દાનત બગડવાથી ખોટા બહાના બતાવીને દસ્તાવેજ કરી આપતા નથી. બાકીના ભાગીદારો મારી ઉપર દબાણ કરે છે.કુનડીયા ની નીતિ રીઓટીથી માંરે જીવવું મુશ્કેલ પડે છે.
આ પણ વાંચો: દેશમાં કઈ-કઈ પાર્ટીને છે હવે માન્યતા જાણો સમગ્ર લીસ્ટ
રાકેશ નથવાણી વિશે જાણો શું લખ્યું
રાકેશ નથવાણી અવાર નવાર ધમકી આપે છે. 80 લાખની સામે 2 કરોડ આપી દીધા છે. હજુ ચેક નાખવાની તેમજ વધુ 50-60 લાખની ઉઘરાણી કરે છે. બીજા દ્વારા પ્રેશર કરાવે છે. ગત 5 એપ્રિલના રોજ સાંજે નથવાણીનો ફોન આવેલ અને તમને જોઈ લઈશ, તમારી ગાડી લઈ જઈશ, ગુંડા લઈને આવું છું માર ખવડાવવાનો છું, તમારી બાયડીના ઘરેણાં તૈયાર રાખજો, તમારી અવસાન નોંધ છાપામાં જોવા માગું છું’ એવી ધમકી આપેલી.
( વિથ ઈનપુટ: નીલેશ શિશાંગિયા, રાજકોટ)
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT