‘બિપોરજોય’ MLAએ દરિયો પુજ્યો, જાણો ગુજરાતમાં ક્યાં શું થઈ રહ્યું છે.

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાને લઈને ભયનું એલર્ટ છે. જેને લઈને આ વાવાઝોડાથી એક રીતે કોઈ મોટું નુકસાન ના કરી લે તે માટે ઠેરઠેર તંત્ર સજ્જ થઈ રહ્યું છે. હવાઈ સર્વેક્ષણથી લઈને દરિયાના પુજન સુધી તમામ બાબતો પર કામગીરીઓ કરવામાં આવી રહી છે.

કચ્છના ધારાસભ્યએ પુજ્યો દરિયો
તોફાન શાંત થાય અને વધુ કોઈ નુકસાન કે જાનહાની ના થાય તે માટે કચ્છના અબડાસા બેઠકના ધારાસભ્ય પ્રદ્યુમન સિંહ જાડેજા દ્વારા જખૌ ખાતે સમુદ્રી તટ પર સમુદ્ર દેવતાની પૂજા કરી હતી. કચ્છના કુળદેવી આશાપુરા મંદિરથી લવાયેલું શ્રીફળ પણ જખૌના સમુદ્ર પર ધરાવીને પૂજા કરી હતી. ઉપરાંત નજીકના ગામોની મુલાકાત લીધી હતી.

NDRFની ટીમ વલસાડ પહોંચી
બિપોરજોય વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ત્યારે વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આજ રોજ વલસાડ ખાતે એન.ડી.આર.એફ ટિમ આવી પહોંચી છે. 26 સભ્યો સાથે એન.ડી.આર.એફ ની ટીમ અતિ આધુનિક સાધનો સાથે તમામ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર દર્શાવી છે. એન.ડી.આર.એફની ટીમ દ્વારા વલસાડના તમામ અધિકારીઓ સાથે બેઠક કરી જિલ્લાના દરિયા કિનારાના વિસ્તારોનું નિરીક્ષણ કરવામાં આવશે સાથે તમામ પરિસ્થિતિનો ત્યાગ મેળવી તેને પહોંચી વળવાની કામગીરી હાથ ધરાશે.

ADVERTISEMENT

3000 લોકોનું સ્થળાંતર
દ્વારકા નજીકના સમુદ્ર કિનારે નીચાણ વાળા વિસ્તારમાં વસતા અંદાજે ચાર સો (400) ઝૂપડામાં રહેતા અંદાજે ત્રણ હજાર (3000)લોકોનું કરવામાં સ્થળાંતર આવશે. ગુજરાતના સમુદ્રકિનારે બિપોરજોય વાવાઝોડાની આગાહી બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવ્યો. આવતીકાલે અંદાજે ત્રણ હજાર (3000)લોકોનું કરવામાં સ્થળાંતર આવશે. દ્વારકા નજીકના રૂપેણ બંદરના સમુદ્ર કિનારે વસતા માછીમારોની આજે દ્વારકાના પ્રાંત અધિકારી, મામલતદાર, ટી. ડી. ઓ. અને દ્વારકા નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા મુલાકાત લઈ વાવાઝોડા અંગે સમગ્ર માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ADVERTISEMENT

જામનગરમાં બિપોરજોયની અસર, વીજળી પડતા યુવકનું મોત
સૌરાષ્ટ્રના જામનગરમાં આજે બપોર બાદ વાતાવરણમાં એકાએક પલ્ટો જોવા મળ્યો હતો. ભારે પવન ફૂંકાયાની સાથે વરસાદ પડતા મીની વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા હતા. જેમાં શહેરના રતનબાઈ મસ્જિદ પાસે, હવાઈ ચોક વિસ્તાર સહિતના કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ભારે પવન ફૂંકાતા વૃક્ષો ધરાશાયી થયા હતા. જેને ફાયર વિભાગની ટિમ દ્વારા રસ્તાઓ પરથી હટાવવા કામગીરી કરવામાં આવી હતી. તો બીજી બાજુ પવનચક્કી વિસ્તારમાં મકાનના ધાબા પર રહેલ સોલાર સિસ્ટમ ઉડીને માર્ગ પર પડી હતી. જો કે સદનસીબે આ તમામ બનાવોમાં કોઈ જાનહાની થઈ નથી. સરકારી જી.જી.હોસ્પિટલની નવી બિલ્ડીંગની ગ્રીલ પણ તૂટી અને નીચે પડી હતી. સદનસીબે મોટી જાનહાની ટળી હતી. જ્યારે જામનગર નજીક આમરા ગામની સીમમાં વીજળી પડતા શક્તિસિંહ ગોહિલ નામના યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. જેને લઈને પરિવાર સહિત ગામજનોમાં અરેરાટી પ્રસરી હતીબીજી બાજુ બીપરજોય વાવાઝોડાની અસર થઈ હોય તેવી લોકમુખે ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જ્યારે આકાશમાં પણ ઇન્દ્રધનુષ દેખાયાના દર્શયો સામે આવ્યા હતા. થોડા સમય બાદ વાતાવરણ પૂર્વત થયો હતો. કેટલાક વિસ્તારોમાં થોડા સમય માટે વીજળી ગુલ થઈ હતી તો કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાતા લોકોના મકાન પર રહેલા પાણીના પ્લાસ્ટિકની ટાંકીઓ ઉંઘી વળી હતી. આમ, જામનગરમાં બપોર બાદ થોડા સમય માટે મીનો વાવાઝોડા જેવા દર્શયો સર્જાયા હતા. જો કે, કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા સ્થાનિક તંત્ર સજ્જ છે અને નીચાણવાળા વિસ્તારોને પણ તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે. તેમજ જરૂર પડ્યે અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવા સહિતની તમામ પૂર્વ કામગીરી કરી લેવામાં આવી હોવાનું તંત્ર જણાવી રહ્યું છે. સંભવીત બિપોરજોય વાવાઝોડા અને વરસાદની હવામાન વિભાગની આગાહીને પગલે જામનગરના હાપા APMC પ્રશાસન દ્વારા આવતીકાલ સાંજે 5 વાગ્યાથી તમામ જણસોની આવક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ADVERTISEMENT

અમરેલીમાં કરાયું માઈકથી એનાઉન્સમેન્ટ
અમરેલીમાં બિપોરજોયના વાવાઝોડાના જોખમને લઈને તંત્ર સતર્ક થયું છે. દરિયાકાંઠાના વિસ્તારમાં ખાસ લોકોને સાવચેતી રાખવા માટે માઈક દ્વારા ડોર ટુ ડોર જાહેરાત કરવામાં આવી હતી. એનાઉન્સમેન્ટ કરીને લોકોને એલર્ટ કરવામમાં આવ્યા હતા. સાથે જ તલાટી કમ મંત્રીઓ દ્વારા ડોર ટુ ડોર બિપોરજોય વાવાઝોડા અંગે પ્રચાર પ્રસારની કામગીરી શરૂ કરવામાં આવી હતી. વાવાઝોડાને પગલે તમામ સરકારી કર્મચારીઓ સ્ટેન્ડ બાય કરવામાં આવ્યા હતા.

પોરબંદરમાં જિલ્લા વહીવટી તંત્ર બન્યું સતર્ક
સંભવિત વાવાઝોડાને લઇ પોરબંદર ખાતે એનડીઆરએફની એક ટીમ શનિવારે સાંજે આવી પહોંચી હતી. આધુનીક સાધનો સુસજજ એનડીઆરએફની ટીમ આવતીકાલે રવિવારે પોરબંદર શહેરના દરિયાકાંઠા વિસ્તારનું નિરીક્ષણ કરશે. તેમજ પોરબંદરના દરિયાકાંઠાની મુલાકાત લેશે બિપોરજોય નામનું વાવાઝોડું જેમ નજીક આવશે તેમ પવનની ગતિમા વધારો થશે અને દરિયો પણ તોફાની બનશે જેને લઇ પોરબંદર જિલ્લાનું વહિવટી તંત્ર સર્તક બન્યું છે અને પોરબંદર જિલ્લાના દરિયાકાંઠાના ગામોમાં સાયકલોન સેન્ટર પણ ખુલ્લા મુકવામાં આવ્યા છે ભારે પવનને કારણે લોકોનું સ્થાળતર કરવાની જરુરિયાત ઊભી થાય તે માટે આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે.

પોરબંદરમાં જાફરાબાદ દરિયાઈ સીમા પર કોસ્ટગાર્ડ દ્વારા હવાઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. માછીમારો દરિયામાં ના ફરે તે માટે પણ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. પીપાવાવ કોસ્ટલ બેલ્ટ ઉપર ઈન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ દ્વારા હવાઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

જુનાગઢ કલેક્ટરે સમગ્ર સ્ટાફને હેડક્વાર્ટર નહીં છોડવાની આપી સૂચના
10 જુનથી 13 જુન સુધીના દિવસો માટે જુનાગઢના કલેક્ટર દ્વારા બિપોરજોય વાવાઝોડાને લઈને સૂચનાઓ આપવામાં આવી હતી. કલેક્ટર અનિલ રાણવાસિયાએ તાકીદે બેઠક કરી હતી. તેમણે સમગ્ર સ્ટાફને હેડક્વાર્ટર નહીં છોડવાની સૂચનાઓ આપી હતી. શહેરમાં હોર્ટિંગ્સ ઉતારવાની સૂચનાઓ આપી હતી. જર્જરિત માકાનોથી લોકોને સલામત સ્થળે લઈ જવાની સૂચનાઓ આપી હતી. સાથે જ હોસ્પિટલોના નજીક ક્યાંય વીજ પોલ પડે છે તો તુરંત જોડીને વીજળી ચાલુ કરવાની સૂચના આપી હતી.

ડાંગમાં બિપોરજોયની અસર દેખાઈ
નવસારી સમુદ્રથી 150 કિલોમીટર દૂર ડાંગ જિલ્લામાં ચક્રવાત બિપોરજોયની અસર જોવા મળી હતી. ડાંગ જિલ્લા મુખ્યાલય આહવા સહિત પુરા વિસ્તારમાં તેજ હવાઓ સાથે વરસાદ પડ્યો હતો. જનજીવન અસરગ્રસ્ત થવા લાગ્યું હતું. ગરમીથી લડતા નાના બાળકો વરસાદ પડતો જોઈ નાચવા પણ લાગ્યા હતા. હિલ સ્ટેશન સાપુતારારમાં તોફાની વરસાદ પડ્યો હતો. ગારખડી ગામમાં ગરીબ ખેડૂત મોતીરામ ગાયકવાડના ત્યાં વીજળી પડતા બળદનું મોત થયું હતું.

(ઈનપુટઃ રજનીકાંત જોશી, દ્વારકા / કૌશિક કાંટેચા, કચ્છ / હિરેન રાવિયા, અમરેલી / જીતેશ ચૌહાણ, પોરબંદર / દર્શન ઠક્કર, જામનગર / રોનક જાની, નવસારી / ભાર્ગવી જોશી, જુનાગઢ )

    follow whatsapp

    ADVERTISEMENT