'પાવર નહીં બતાવાનો મુકી દે ફોન', બોપલ પોલીસકર્મીએ યુવતી ભાંડી બેફામ ગાળો, ધમકીની Audio Clip વાયરલ

ADVERTISEMENT

Ahmedabad News
આ પોલીસ પ્રજાનું શું રક્ષણ કરશે?
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

અમદાવાદ બોપલ પોલીસની દાદાગીરી

point

મદદ માટે ફોન કરતા યુવતીને આપી ગાળો

point

ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

Ahmedabad News: અમદાવાદ શહેર પોલીસની દાદાગીરીના કિસ્સાઓ છાશવારે સામે આવતા રહે છે. આવો જ એક બનાવ ફરી સામે આવ્યો છે. જેમાં એક યુવતીએ મદદ માટે બોપલ પોલીસને ફોન કરતા પોલીસકર્મીએ યુવતીને ફોન પર અભદ્ર ગાળો ભાંડી હતી. જેની ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા છે. 

મદદ માટે ફોન કરતા આપી ગાળો

સોશિયલ મીડિયા પર વાયરલ ઓડિયો ક્લિપમાં બોપલના ભવ્ય પાર્કમાં રહેતી એક યુવતી પોલીસને ફોન કરીને મદદ માંગે છે. યુવતી પોલીસને જલ્દી ગાડી મોકલવાનું કહે છે ત્યારે પોલીસ કર્મચારી ગરમ થઈ જાય છે અને કહે છે તમારા નોકરી નથી. તમે પાવર ન કરો એવું હોય તો જેની સાથે ઝગડો થયો છે તેને પાવર બતાવો. જે બાદ છેલ્લે પોલીસકર્મી ગરમ થઈને યુવતીને અપશબ્દો બોલે છે. જોકે, અમે આ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતા નથી. 

યુવતીએ લગાવ્યો આક્ષેપ

આ મામલે બોપલની યુવતીએ આક્ષેપ લગાવ્યો છે કે તેણીએ જ્યારે બોપલ પોલીસ સ્ટેશનમાં મદદ માટે ફોન કર્યો હતો ત્યારે સામેની વ્યક્તિએ બીભત્સ ગાળો આપી હતી. આ ઉપરાંત ફોન ઉપાડનાર પોલીસ જવાને એવું પણ કહ્યું હતું કે પોલીસ તમારી નોકર નથી. યુવતીનોનો દાવો છે કે પાડોશી સાથેને ઝઘડામાં તેણીએ બોપલ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જે બાદમાં એક રાત્રે મદદ માટે પોલીસને ફોન કર્યો હતો. આ દરમિયાન પોલીસકર્મીએ અભદ્ર ભાષામાં વાત કરી હતી.

ADVERTISEMENT

બોપલ પોલીસ મથકે ફરિયાદ દાખલ

હાલ પોલીસ સાથેની વાતચીતનો ઓડિયો વાયરલ થતાં ફરિયાદ નોંધાઇ છે. બોપલ પોલીસ મથકે ઉત્કર્ષ બારોટ અને અજાણ્યા પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાઇ છે. જોકે, આ મામલે હવે શું પગલા લેવાય છે તે જોવું રહ્યું.

    follow whatsapp

    ADVERTISEMENT