Lok Sabha Elections: 'મારી લાજ રાખજો', જન આશીર્વાદ સભામાં સ્ટેજ પર ચોધાર આંસુએ રડી પડ્યા ગેનીબેન ઠાકોર
Banaskantha Lok Sabha Elections: કેન્દ્રીય ચૂંટણીપંચે લોકસભાની ચૂંટણી જાહેર કરી દીધી છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની 26 લોકસભા બેઠકો પર 7 મેના રોજ મતદાન થશે અને 4 જૂને મતગણતરી થશે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
બનાસકાંઠાના લોકસભાના ઉમેદવાર થયા ભાવુક
ચાલુ સ્પીચે ભાવુક થયા ગેનીબેન ઠાકોર
લોકોએ આપેલ પ્રેમ અને લાગણીથી થયા ભાવુક
Banaskantha Lok Sabha Elections: કેન્દ્રીય ચૂંટણીપંચે લોકસભાની ચૂંટણી જાહેર કરી દીધી છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની 26 લોકસભા બેઠકો પર 7 મેના રોજ મતદાન થશે અને 4 જૂને મતગણતરી થશે. ત્યારે આજથી ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત કરી છે. આજે ભાજપ અને કોંગ્રેસના કેટલાક ઉમેદવારોએ રેલી અને સભાઓ યોજીને ઉમેદવારી ફોર્મ ભર્યું. કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા પહોંચે તે પહેલા ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોનો અલગ અંદાજ જોવા મળ્યો હતો. જેમાં બનાસકાંઠાના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર (Geniben Thakor) ટ્રેક્ટરમાં બેસીને સભા સ્થળે પહોંચ્યા હતા.
ટ્રેક્ટરમાં બેસીને સભા સ્થળે પહોંચ્યા ગેનીબેન
બનાસકાંઠા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થનમાં હજારો લોકો જોડાયા હતા. ટ્રેક્ટર, બાઈક અને ગાડીઓ સહિતનાં વાહનોમાં સમર્થકો આવી પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં મહિલાઓ પણ ટ્રેક્ટરમાં બેસી જનઆશીર્વાદ સભા સ્થળે જવા રવાના થઈ હતી. ભવ્ય રોડ શૉ યોજીને ગેનીબેન ઠાકોર સભા સ્થળે પહોંચ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
હું કોઈની લાલચમાં આવીશ નહીંઃ ગેનીબેન ઠાકોર
જન આશીર્વાદ સભામાં ગેનીબેને પોતાના સંબંધનમાં કહ્યું હતું કે, મારા 28 વર્ષના રાજકારણમાં તાલુકા પંચાયતના પ્રમુખથી લઈને ધારાસભ્ય સુધી લોકોની સેવા કરી છે. આ જિલ્લાને કોઈ બાનમાં લેવા માંગતા હોય તો અમે નહિ લેવા દઈએ. જેનાથી તમે ડરો છે એના માટે તમારીબેન ગેનીબેન કાફી છે. હું ગરીબ પરિવારમાં જન્મી છું પણ હું જનતાને ભરોસો આપું છું કે હું ભૂતકાળમાં કોઈ લાલચમાં આવી નથી અને ભવિષ્યમાં આવીશ નહિ.
ADVERTISEMENT
Geniben Thakor Got Emotional: ચાલુ સભામાં રડી પડ્યા ગેનીબેન ઠાકોર! Gujarat Tak pic.twitter.com/0mY4AmUIdy
— Gujarat Tak (@GujaratTak) April 15, 2024
સ્ટેજ પર રડી પડ્યા ગેનીબેન ઠાકોર
આ દરમિયાન સ્થળે જનમેદની જોઈ ગેનીબેન ભાવુક થઈ ગયા હતા. ગેનીબેન સ્ટેજ પર જ ગળગળા થઈ ગયા હતા અને તેમની આંખમાંથી આસું આવી ગયા હતા. ગેનીબેને કહ્યું હતું તે, મને ગામડે ગામડે લોકો પૈસા આપે છે લોકોની જિંદગી વીતી જાય તો ટિકિટ નથી મળતી. મને ભગવાને આપ્યું છે તો મારી લાજ રાખજો. મારે એક દીકરો છે તેના લગ્ન થઈ ગયા છે હવે મારે પરિવારમાં હવે ચિંતા નથી એટલે હું મારું જીવન બનાસકાંઠાની જનતા માટે જીવવા માંગુ છું.
ઈનપુટઃ પરેશ પઢીયાર, બનાસકાંઠા
ADVERTISEMENT
ADVERTISEMENT