જૂનાગઢમાં ગિરનાર પર્વત પર આરોહણની સાહસિક સ્પર્ધા યોજાશે, તંત્ર દ્વારા તડામાર તૈયારી શરૂ
ભાર્ગવી જોશી, જૂનાગઢ: ગિરનાર પર્વતનું ધાર્મિક મહત્વ સાથે પર્યટક સ્થળ તરીકે પણ મહત્વ છે. શિયાળાની શરૂઆત સાથે લોકો પર્વતારોહણ સ્પર્ધા યોજવા લાગે છે. જૂનાગઢમાં રમત…
ADVERTISEMENT

ભાર્ગવી જોશી, જૂનાગઢ: ગિરનાર પર્વતનું ધાર્મિક મહત્વ સાથે પર્યટક સ્થળ તરીકે પણ મહત્વ છે. શિયાળાની શરૂઆત સાથે લોકો પર્વતારોહણ સ્પર્ધા યોજવા લાગે છે. જૂનાગઢમાં રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા જૂનાગઢમાં 37મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા આગામી તા.1 જાન્યુઆરી-2023 અને 15મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા તા.5 ફેબ્રુઆરી-2023ના રોજ યોજાશે.
દર વર્ષે રાજ્યના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે જૂનાગઢ ખાતે ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજવામાં આવે છે. 37મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં રાજ્યભરમાંથી કુલ 1457 સ્પર્ધકોનું તા.12 ડિસેમ્બર અંતિમ તારિખ સુધીમાં રજિસ્ટ્રેશન થયું છે.
1457 લોકો લેશે ભાગ
ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા અને 37મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં માટે રજીસ્ટ્રેશન માટે પડાપડી થઈ હતી જેમાં 1457 લોકો ભાગ લેશે. જેમાં સિનિયર ભાઇઓ 544, જુનિયર ભાઇઓ 489, સિનિયર બહેનો 233, જુનિયર બહેનો 191 સહિત સ્પર્ધકો આ સ્પર્ધામાં ભાગ લેશે. વધુમાં આગામી દિવસોમાં ફોર્મ ચકાસણી અંતે સ્પર્ધકોની ફાઇનલ યાદી બહાર પાડવામાં આવશે.
ADVERTISEMENT
આયોજન માટે બેઠક યોજાઇ
રાજ્યના સાહસિક યુવક-યુવતીઓ માટે ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન જૂનાગઢ ગિરનાર ખાતે થશે. આ આયોજન અંગે જૂનાગઢ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે અધિક કલેક્ટર એલ.બી.બાંભણીયાની અધ્યક્ષતામાં આરોહણ-અવરોહણ સ્પર્ધાના આયોજન અને સંચાલન અંગે બેઠક યોજાઇ હતી. બેઠકમાં સ્પર્ધાની તારીખ, વિભાગો, સ્પર્ધા અંતર અને સમય સહિતની ચર્ચા કરવામાં આવી હતી.
વિવિધ સમિતિની રચના કરવામાં આવી
ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા અને 37મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં માટે વિવિધ તૈયારી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત સ્પર્ધા માટે અધિકારી ઓના અધ્યક્ષસ્થાને ઉદ્ધાટન-ઇનામ વિતરણ સમિતિ, પ્રચાર-પ્રસાર અને સંપર્ક સમિતિ, પરિણામ સમિતિ, નિવાસ અને કાર્યલય સમિતિ, મેડિકલ અને ભોજન સમિતિની રચના કરવામાં આવી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT