‘અમારા જ પરિવારના સભ્યો છે…’ – ‘સિંહની દોસ્તી’ જેવી અમરેલીના ખેડૂતની અદ્ભુત કહાની
અમરેલીઃ નાનપણમાં સિંહની દોસ્તીનો પાઠ ઘણા ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓએ ભણ્યો હશે, નથી ભણ્યા તો આજે ઈન્ટરનેટ પર પણ મળી જાય છે. સિંહ અને માણસ વચ્ચેની…
ADVERTISEMENT
અમરેલીઃ નાનપણમાં સિંહની દોસ્તીનો પાઠ ઘણા ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓએ ભણ્યો હશે, નથી ભણ્યા તો આજે ઈન્ટરનેટ પર પણ મળી જાય છે. સિંહ અને માણસ વચ્ચેની દોસ્તીની એક અનોખી કહાની તેમાં આપને જાણવા મળશે તે નક્કી છે. જોકે અહીં આપણે તે પાઠ્યપુસ્તકના પાઠની નહીં પણ એક સત્ય ઘટનાની વાત કરી રહ્યા છીએ. અમરેલીના સાવરકુંડલામાં 100 એકરના ફાર્મમાં સિંહ પરિવારે કાયમી ધામા નાખી દીધા છે. જોકે તેનાથી પરેશાન થવાને બદલે ફાર્મ માલિક અને તેમનો પરિવાર અત્યંત ખુશ છે અને કહે છે કે આ અમારા જ પરિવારના સભ્યો છે.
ઉનાળામાં ચોમાસા જેવો ઘાટઃ અમરેલીમાં થોડા દિવસના વિરામ પછી ફરી વરસાદ શરૂ- Video
શેરડી કાપતા મજુરોને સિંહ ક્યારેય પરેશાન નથી કરતા
અમરેલી- સાવરકુંડલા શહેરથી અંદાજે છ એક કિલોમીટર દૂર 100 એકરના ખેતરમાં 3 પઠાડા સિંહબાળ અને સિંહ સિંહણના ધામા જોવા મળી રહ્યા છે. બે વર્ષથી નિત્યક્રમ પ્રમાણે ઢળતી સંધ્યાએ શિકાર માટે બહાર નીકળી વહેલી સવારે સિંહ પરિવાર આ ફાર્મમાં પાછો પણ આવી જાય છે. આ ફાર્મના માલિક સનરાઈઝ સ્કૂલના માલિક પ્રતાપભાઈ ખુમાણ છે. 5 સિંહના પરિવારે અહીં જાણે પોતાનું એક અલગ સામ્રાજ્ય ઊભું કર્યું છે. શેરડીના ફાર્મમાં મજુર મહિલાઓ શેરડી કાપતી હોવા છતા સિંહ પરિવાર દ્વારા મજુરોને ક્યારેય કનડગત કરવામાં આવતી નથી. ત્યાં સામે પક્ષે માણસોને પણ અહીં અવરજવર કરવાની ફાર્મ માલિક તરફથી સદંતર મનાઈ છે. સિંહોના પરિવારને કોઈ રીતે પરેશાન નહીં કરવાનું તેમણે જાણે કે ફરમાન આપી દીધું હોય તેમ તેમના નિત્યક્રમમાં કોઈ ખલેલ પહોંચાડી શકતું નથી.
સિંહ પરિવારને પોતાના પરિવારના નામ આપ્યા
ખુમાણસિંહ કહે છે કે આ તો અમારા જ પરિવારના સભ્યો છે. અહીં સિંહ પરિવારમાં ત્રણ બાળકો છે જેમને અમે અમારા પરિવારના બાળકોના જ નામ આપી દીધા છે. અમે અહીં દુર શાંતિથી બેઠા હોઈએ છે અને તેઓ પણ શાંતિથી પોતાનું જીવન જીવે છે. અહીં તેમને પીવા માટે પાણી મળે છે. ગરમીથી રાહત મળે છે અને નજીકમાંથી ભુંડ, નીલગાય જેવા શિકાર પણ મળી જાય છે. તેથી અહીં તેમને કોઈ પરેશાની નથી કે અમને પણ તેમની હાજરીથી કોઈ પરેશાની થતી નથી.
ADVERTISEMENT
(ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)
ADVERTISEMENT