Video: અમરેલીમાં ત્રણ મકાનો થયા ધરાશાયી, Cyclone Biparjoy Update
અમરેલીઃ ગુજરાતમાં આવતીકાલે સાંજે બિપોરજોય લેન્ડફોલ કરે તેવી સંભાવનાઓ વચ્ચે ભારે પવન અને વરસાદ ફૂંકાવા લાગ્યો છે. હવામાન વિભાગ દ્વારા આ વાવાઝોડું હજુ ગુજરાતથી 250…
ADVERTISEMENT
અમરેલીઃ ગુજરાતમાં આવતીકાલે સાંજે બિપોરજોય લેન્ડફોલ કરે તેવી સંભાવનાઓ વચ્ચે ભારે પવન અને વરસાદ ફૂંકાવા લાગ્યો છે. હવામાન વિભાગ દ્વારા આ વાવાઝોડું હજુ ગુજરાતથી 250 કિલોમીટર દૂર હોવાનું જણાવાયું છે ત્યારે અમરેલીમાં ભારે પવન ફૂંકાતા ત્રણ મકાનોની દીવાલો ધરાશાયી થઈ ગઈ છે. આ મકાનોની હાલત હાલ કોઈ ખંડેર જેવી થઈ ગઈ છે.
લશકરની ત્રણે પાંખો Biporjoyના સંકટ સમયે ગુજરાતની મદદ માટે સજ્જ- Video
ક્યાં પડી ગયા મકાનો
અમરેલીમાં ખાંભામાં બિપોરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. સતત વરસાદ અને તેજ ગતિથી પવન ફૂંકાઈ રહ્યો છે જેના કારણે મકાનોની દીવાલ ધરાશાયી થઈ જવાની ઘટનાઓ સામે આવી છે. ખાંભાના મહાદેવપરામાં લાલભાઈ મનજીભાઈ ટાપનીયાનું મકાન પડી ગયું હતું. આ તરફ ખાંભાના ભગવતી પરામાં આવેલા પાચાભાઈ નારાણભાઈ રાઠોડના મકાનની દીવાલ પડી ગઈ હતી. જોકે અહીં બાંધીને રખાયેલા ઢોરોને સદ નસીબે સામાન્ય ઈજા થઈ હતી. આ તરફ ધૂંઘવાના ગામે પણ ભારે પવન અને વરસાદને પગલે ગોરધનભાઈ રાઠોડની દૂકાનની દીવાલ પડી ગઈ હતી. મકાનો ધરાશાયી થતા આ લોકોને નુકસાન થવા પામ્યું હતું. જોકે લોકોએ હાંશકારો અનુભવ્યો હતો કે અહીં કોઈ મોટી જાનહાની થઈ ના હતી.
(ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)
ADVERTISEMENT
ADVERTISEMENT