નદીઓમાં પૂર...ડેમ ઓવરફ્લો: ગુજરાતના ખેડૂતોને અંબાલાલ પટેલની ચેતવણી, દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં 'અતિભારે'ની આગાહી

ADVERTISEMENT

 અંબાલાલ પટેલે કરી 'ભારે' આગાહી
Ambalal Patel
social share
google news

Ambalal Patel's Rain Forecast: ગુજરાતમાં ફરી વરસાદી (Gujarat Rain) માહોલ જામ્યો છે. ગઈકાલથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘ મહેર જોવા મળી રહી છે. જેમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ તો કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસી રહ્યો છે.  આજે ઉમરપાડામાં 4 કલાકમાં જ 5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો રાજ્યમાં 84 વીજ પોલ ધરાશાયી થઈ ગયા છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં લાઈટો જતી રહી છે. ગુજરાતમાં મેઘરાજાની રી-એન્ટ્રીની વચ્ચે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ (Ambalal Patel)ની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલ દ્વારા ઓગષ્ટના અંતની સાથે સપ્ટેમ્બરની શરુઆતમાં પણ તોફાની વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ તેમણે કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થાય તેટલો ભારે વરસાદ થવાની આગાહી પણ કરી છે.

એક પછી એક બની રહી છે સિસ્ટમોઃ અંબાલાલ પટેલ 

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, એક પછી એક બનતી લૉ-પ્રેશરની સિસ્ટમો અરબ સાગરમાં બનતી લૉ-પ્રેશર, બંગાળ ઉપસાગરમાં બનતી સિસ્ટમો અને બંને મર્જ થતાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. જેના કારણે કેટલીક નદીઓના જળસ્તરમાં વધારો થશે, જેથી કેટલીક નદીઓમાં પૂરની શક્યતા પણ છે. 

ADVERTISEMENT

'2 ઈંચથી 10 ઈંચ સુધી પડી શકે છે વરસાદ'

તેમણે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. બોટાદ, પોરબંદર, ગારીયાધાર, જામનગર સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. કચ્છના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. મધ્ય ગુજરાતના પણ કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ગુજરાતના કેટલાક ભાગોમાં 2 ઈંચથી લઈને 10 ઈંચ સુધીનો વરસાદ પડી શકે છે.

ખેડૂતોને અંબાલાલે શું કહ્યું?

ખેડૂતોને ચેતવણી આપતા અંબાલાલ પટેલે જણાવ્યું કે, ખેડૂત ભાઈઓએ જળભરાવ ન થાય તેનું પણ ધ્યાન રાખવું પડશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, એટમોસ્ફેરિક વેવ મજબૂત થતાં 10મી સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. 

ADVERTISEMENT

ગણેશ ચર્તુથીએ પડશે ભારે વરસાદઃ અંબાલાલ 

ગણેશ ચર્તુથીના દિવસે પણ રાજ્યના કેટલાક ભાગોમાં સારો વરસાદ પડી શકે છે. ભાદરવી પૂનમ સુધીમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાંપટા પડી શકે છે. 23 સપ્ટેમ્બર પછી પણ ભારે વરસાદ થવાની શક્યતા છે તેવું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે. 

ADVERTISEMENT


 

    follow whatsapp

    ADVERTISEMENT