અલ્પેશ ઠાકોરે બાપુજીના બે ફડાકા ખાઈને પણ લગ્ન તો કિરણ સાથે જ કર્યા, હાથમાં બ્લેડથી લખ્યું હતું કિરણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને ઠાકોર સમાજનું પ્રતિનિધિત્વ કરતા અલ્પેશ ઠાકોરની પ્રેમ કહાની  ખૂબ જ રસપ્રદ છે. હાર્ડકોર નિયમબદ્ધ પરિવાર હોય અને એમાય પરિવારે પસંદ કરેલી છોકરીને ના પાડવાની કોઈની હિંમત ન હોય. એવા સમયે ઠાકોર સમાજના આગેવાન અલ્પેશ ઠાકોરે પરિવારને જાણ કરી કે તેને કિરણ સાથે પ્રેમ થઈ ગયો છે અને લગ્ન કરવા છે. આજે પણ જ્યારે એમની લવસ્ટોરીની વાત આવે ત્યારે બંનેની આંખોમાં એ પહેલા જેવી જ ચમક દેખાઈ અને પછીં વેંત એકની સ્માઈલ આવી જાય.

પાર્ટી બદલવાની હોય કે પાર્ટી સામે બાંયો ચડાવવાની હોય અલ્પેશ ઠાકોર કોઈની પણ સાડાબારી રાખ્યા વિના બિંદાસ્ત લડતા. પણ કિરણબહેનને પ્રપોઝ કરવામાં અલ્પેશ ઠાકોરને એક વર્ષનો સમય લાગ્યો. પોતાના જૂના દિવસોને યાદ કરતા અલ્પેશ ઠાકોરે ગુજરાત તકને આપેલા ઈન્ટરવ્યુમાં કહે છે કે તેમના લગ્ન જીવનને આજે 26 વર્ષ પૂર્ણ થયા. અમે બંને સાથે કોલેજમાં ભણતા હતા. કિરણે મને ખુબ પ્રેમ આપ્યો, સહકાર આપ્યો, મારા દરેક સુખ અને દુઃખમાં સાથ આપ્યો.

અહી કર્યું હતું પ્રપોઝ
તમને નવાઈ લાગશે જાણીને કે નહેરુ બ્રિજ પર પતંગ હોટલની સામે અલ્પેશ ઠાકોરે કિરણને પ્રપોઝ કર્યું હતું. એક વર્ષ સુધી નહેરુ બ્રિજ પર બંને ચાલતા ચલતા જતા, બંને વચ્ચે ખામોશી હતી, બંનેને ખબર પણ હતી કે પ્રેમ છે છતાંય પ્રપ્રોઝ કરવાની હિંમત નહોતા કરતા, મારો તમામ સમય મારી પત્નીએ જોયો છે. મારા જીવનમાં બે લોકોનો ખુબ મોટો ફાળો છે. એક મારા પપ્પા અને બીજી મારી પત્ની, બંનેને ખુબ પ્રેમ પણ કરુ અને બંનેથી ડરુ પણ ખરો, બાકી તો કોઈનાથી ડરતો નથી.

ADVERTISEMENT

કિરણ માટે પપ્પાની થપ્પડ ખાધી હતી
મારો પરિવાર પહેલાથી બ્રોડ માઈન્ડેડ છે, પણ લગ્ન કર્યા વગર સીધો કિરણને લઈને પહેલીવાર ઘરે પહોંચ્યો હતો ત્યારે પપ્પાએ મને થપ્પડ મારી હતી. અને કહ્યું હતું કે આવી રીતે કોઈની દિકરીને થોડુ લઈને અવાય છે. સ્વાભાવિક છે કે બીજી જ્ઞાતિમાં કોઈની સાથે લગ્ન કરવા એટલે પરિવારને ડર હોય પણ બે-ત્રણ દિવસ ચાલ્યુ પણ પછી વાંધો ન આવ્યો. બંને પરિવારો સહમત થયા. આજે લવમેરેજ કરીએ તો પણ લોકો વાતો કરે છે તો એ જમાનામાં તો માનવુ થોડુ અઘરુ થઈ પડે. એ જમાનામાં તો ઘણા બધા લવમેરેજ કરવા બહુ મોટી વાત કહેવાય, લોકોની માનસિકતા જ અલગ હતી એટલે સ્વીકાર કરવું અઘરુ પડે. પ્રેમ હોય ત્યારે ખુબ મોટા કમિટમેન્ટ આપે પણ પછી આકર્ષણ લાંબુ ટકતો નથી. એ જમાનામાં ઘણા બધા લોકોના લવમેરેજ થયા હતા પણ સક્સેસફુલ જતા નથી. કિરણે ક્યારેય મારી પાસે કોઈ માગણી નથી કરી મને ક્યારેય નબળો પડવા નથી દીધો.

ADVERTISEMENT

હાથ પર બ્લેડથી લખ્યું હતુ ક..ક.. કિરણ
આજના વાઇફ પણ કોલેજ સમયના ગર્લફ્રેન્ડ એવા કિરણબહેનના પ્રેમનો નશો તમે જૂઓ સાહેબ, જેની સામે અવાજ ઊંચો કરવાની હિંમત કોઈ સરકારી અધિકારી નથી કરી શકતું એ અલ્પેશ ઠાકોરે કોલેજ સમયે પોતાનો પ્રેમ પુરવાર કરવા માટે હાથ પર બ્લેડથી કિરણબહેનનું નામ કોતર્યુ હતું.એક સપ્તાહ કિરણબહેન કોલેજ નહોતા ગયા. એ સમયે તો મોબાઈલ ફોન પણ નહોતા, અલ્પેશ ઠાકોર ફોન કરે પણ કિરણબહેનને ત્યાં તો લેન્ડલાઈન ફોન પણ નહોતા. કિરણબહેનના પાડોશીને ત્યાં અલ્પેશ ઠાકોર ફોન કરે પણ વાત થાય નહીં. અને અલ્પેશભાઈ આ દૂરી સહન ન કરી શક્યા બસ પછી તો શાહરુખ ખાન સ્ટાઈલમાં હાથ પર બ્લેડથી લખ્યું કિરણ. જ્યારે કિરણબહેન કોલેજ આવ્યા ત્યારે આ જોઈને શોક થઈ ગયા. આ તો ઠીક પાછો બ્લડથી લેટર પણ લખેલો. બંને એકબીજાને ખુબ પ્રેમ પત્રો લખતા અને વ્યથાઓ ઠાલવતા.

ADVERTISEMENT

લગ્ન પછી પહેલીવાર 26 વર્ષે દુર થવાનું આવ્યુ તો પણ બંને એકબીજાને યાદ કરીને રડવા લાગ્યા. પહેલીવાર પત્ની અમેરિકા ગઈ અને બે દિવસમાં તો અલ્પેશભાઈના હાલ બેહાલ થઈ ગયા. પત્ની પણ રડે અને અલ્પેશભાઈ તો બિમાર જ પડી ગયા. 22 દિવસ બિમાર રહ્યાં. ગુજરાત તક સાથે જ્યારે ઈન્ટરવ્યુ ચાલતુ હતું ત્યારે પણ અલ્પેશ ઠાકોરનો અવાજ એ બિમારીના કારણે ખરાશવાળો હતો. એ બંનેના પ્રેમની એ સાબિતી છે.

MLA ચૈતર વસાવાની પ્રેમ કહાનીઃ બંને પત્નીઓએ કહ્યું ‘અમે સગી બહેનો જેવા’: Valentine’s Day

26 વર્ષે પણ પ્રેમ અકબંધ 
જાહેર જીવન માટે ચોક્કસ દિવસો નક્કી કરેલા છે. પરિવાર માટે તો સમય તો ફાળવી જ લઉં છું. અલ્પેશ ઠાકોર કહે છે કે, તમે ગમે તેટલું જાહેર જીવનમાં રહેતા હોય પણ પરિવારની ચિંતા ન કરો તો પછી તમને બહારની ચિંતા કરવાનો અધિકાર નથી. અલ્પેશભાઈ કહે છે કે, હું એના માટે સમય કાઢી લઉં છુ અને એનો મારા માટેનો સમય પણ કોઈને આપવા દેતો નથી. બંને સાથે જ હોઈએ. ઘટના ભલે એ સમયની હોય પણ અમારા પ્રેમની ઇન્ટેન્સિટી આજે પણ એટલી જ તિવ્ર છે. આજે પણ ઘરે આવી, તેનો સ્માઇલ કરતો ચહેરો જોઉં એટલે મારો બધો થાક ઉતરી જાય. દાદા-દાદી બની ગયા દિકરાના ઘરે દિકરી છે પણ અમે બંને હજુ એ જ ટિનેજર જેવા છીએ. અલ્પેશભાઈ કહે છે, ‘આજનો પ્રેમ બદલાઈ ગયો છે, પહેલાં એકબીજાને પ્રાધન્ય મળતું, હવે સમય મળે તો પ્રાધન્ય આપવામાં આવે છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT