ચાઈનીઝ દોરીને લઈ અમદાવાદ પોલીસે શરૂ કરી ખાસ ઝુંબેશ, 170 જેટલા ગેરકાયદેસર દોરી વેચાણના થયા કેસ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: મકર સંક્રાંતિનો તહેવાર નજીક હોવાથી તંત્ર દ્વારા ચાઇનીઝ દોરીના વેચાણ તથા ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. જોકે આમ છતાં પણ બજારમા ચાઈનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે પોલીસ ચાઇનીઝ દોરી પકતડની જઅને ઝુંબેશ હાથ ધરી હોય તેમ લાગી રહ્યું છે. વડોદરા અને સુરતમાં ચાઈનીઝ દોરીથી 1-1 વ્યક્તિનાં મોત થયા હતા. આ દરમિયાન અમદાવાદમાં ચાઇનીઝ દોરી સામે અમદાવાદ પોલીસે લાલ આંખ કરી છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 170 જેટલા ગેરકાયદેસર ચાઈનીઝ દોરી ના કેસ કરવામાં આવ્યા છે.

મકર સંક્રાંતિ પર્વને લઈ પોલીસ તંત્ર એકશન મોડ પર જોવા મળી રહ્યું છે. આ દરમિયાન પોલીસ તંત્ર દ્વારા ચાઇનીઝ દોરી વિક્રેતા પર પોલીસ બાઝ નજર રાખી રહી છે. ચાઇનીઝ દોરી વિક્રેતાને પકડી પાડવા પોલીસ જઅને અભિયા શરૂ કર્યું હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે અમદાવાદ પોલીસ ઉત્તરાયણ પર્વને લઈ એક્શન મોડ પર જોવા મળી રહી છે. ઉત્તરાયણ પર્વ પર ગેરકાયદેસર ચાઈનીઝ દોરીને લઈને કાર્યવાહી કરવામાં આવી  છે. અમદાવાદ પોલીસ જાહેરનામું પ્રસિદ્ધ કરી દીધું છે. ત્યારે હવે  ગેરકાયદે દોરી વેચાણ કરનાર પર કાર્યવાહી કરવામાં આવી છે.

ચાઇનીઝ દોરી થી થઈર હ્યું છે 
ચાઈનીઝ દોરી સુતરની દોરી કરતાં ખૂબ જ મજબૂત આવે છે. જેનાથી વાહન ચાલકો અને પશુ પક્ષીઓ ને નુકશાન થાય છે. લોકોના જીવ પણ ગુમાવવાનો વારો આવી શકે છે. આવા બનાવ બનતા અટકાવવા માટે પોલીસ કમિશ્નર દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ શહેરમાં આવા બનાવના બને તેને લઈને ઝુંબેશ ચલાવવા માં આવી છે. કોઈ નાગરિક અથવા તો સામાજિક સંસ્થા દ્વારા બાતમી આપવામાં આવે તો રેડ કરવામાં આવી રહી છે.

ADVERTISEMENT

ઓનલાઈન વેચાણ પર પણ પોલીસની નજર
અમદાવાદમાં ચાઇનીઝ દોરીને લઈ પોલીસ તંત્ર એકશન મોડ પર જોવા મળી રહ્યું છે. ત્યારે અમદાવાદ પોલીસ ચાઇનીઝ દોરી પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરી છે. જેને લઈ  અમદાવાદ માં 170 જેટલા ગેરકાયદેસર ચાઈનીઝ દોરીના વેચાણના કેસ કરવામાં આવ્યા છે. ઓનલાઈન પણ ચાઈનીઝ દોરીનું વેચાણ કરવામાં આવે છે.  તેને લઇને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. ઓનલાઇન વેચાણને લઈને સાયબર ક્રાઇમ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે

    follow whatsapp

    ADVERTISEMENT