AMC એ નોકરીની તૈયારી કરતાં ઉમેદવારોને આપી તક! Junior Clerk માટે હવે આ તારીખ સુધી ભરાશે ફૉર્મ
AMC Junior clerk recruitment 2024: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સહાયક જુનીયર ક્લાર્ક માટે હાલ ભરતી બહાર પડી છે. આ માટે 15 એપ્રિલ અરજી કરવા માટેની છેલ્લી તારીખ હતી પરંતુ હવે AMC દ્વારા તેમાં ચાર દિવસનો વધારો કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
AMC Junior clerk recruitment 2024: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સહાયક જુનીયર ક્લાર્ક માટે હાલ ભરતી બહાર પડી છે. આ માટે 15 એપ્રિલ અરજી કરવા માટેની છેલ્લી તારીખ હતી પરંતુ હવે AMC દ્વારા તેમાં ચાર દિવસનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે હજુ તમે ફૉર્મ ભરવા માંગતા હોય તો તેની અરજી કરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે. ઉપરાંત તમે જો આ અરજી કરવા ઇચ્છતા હોય તો માત્ર ઓનલાઈન જ સ્વીકારવામાં આવે છે એટલે તમે https://ahmedabadcity.gov.in/AMCWEBREC/HRMS/FrmVacancyDetail.aspx આ વેબસાઇટ પરથી ફૉર્મ ભરી શકો છો.
AMC માં 612 જગ્યાઓ માટે ભરતી શરૂ
AMC દ્વારા 612 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ ખાતાઓ માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો આ નોકરી મેળવવા માટે તા:19/04/2024 ના રોજ 23.59 કલાક સુધીમાં ફક્ત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.
વયમર્યાદા
ADVERTISEMENT
33 વર્ષથી વધુ નહીં, સિવાય કે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય
પોસ્ટનું નામ
ADVERTISEMENT
સહાયક જુનીયર કલાર્ક – કુલ જગ્યા ૬૧૨
લાયકાત - કોઈ પણ માન્ય વિદ્યાશાખાના સેકન્ડ કલાસ ગ્રેજયુએટ પાસ
સરકાર માન્ય સંસ્થામાંથી સી.સી.સી. પાસ
ADVERTISEMENT
સોના-ચાંદીની કિંમતમાં વધારા પર આખરે લાગી બ્રેક, જાણો આજે કેટલા રૂપિયા સસ્તું થયું ગોલ્ડ
પગાર ધોરણ
હાલ ફીક્સ વેતન રૂ. ૨૬૦૦૦/- ત્રણ વર્ષ સુધી ત્યારબાદ કામગીરીના મુલ્યાંકનને ધ્યાને લઇ, લેવલ - ૨, પે મેટ્રીક્સ રૂ. ૧૯૯૦૦/૬૩૨૦૦ની ગ્રેડમાં બેઝીક સાથે જ નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થાં મળશે.
અરજી ફી
ઓનલાઈન અરજી કરતી વખતે ફક્ત બિન અનામત વર્ગના તમામ ઉમેદવારોએ અરજી ફી રૂ. ૫૦૦/-
આ.ન.વ., સા.શૈ.પ.વર્ગ, અનુ. જાતિ, અનુ. જનજાતિના ઉમેદવારોએ અરજીદીઠ રૂ. ૨૫૦/-
દિવ્યાંગ જન વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે નહીં.
કેવી રીતે કરવી અરજી
અરજી કરવા માટે:- https://ahmedabadcity.gov.in/AMCWEBREC/HRMS/FrmVacancyDetail.aspx
ત્યારબાદ Apply Online પર કલીક કરી, તમામ વિગતો ભરી, અરજી સબમીટ કરવાની રહેશે.
ઓનલાઈન અરજીમાં દર્શાવેલ મોબાઈલ નંબર પર એસએમએસ આવશે, જેમાં ઉમેદવારનો એપ્લીકેશન નંબર દર્શાવેલ હશે.
ઓનલાઇન અરજી સબમીટ થયેથી અરજી ફી ભરવા માટે સીધી જ એક લિંક ઓપન થશે
જેમાં જગ્યાનું નામ, એપ્લીકેશન નંબર અને જન્મ તારીખ ભરી done પર ક્લીક કરવાની રહેશે.
જો કોઇ કારણોસર પેમેન્ટ લિંક ઓપન ન થાય તો નીચે દર્શાવેલ લિંક પર ક્લિક કરવી.
https://ahmedabadcity.gov.in/AMCWEBREC/HRMS/frmFeesPayment.aspx
Submit પર ક્લીક કર્યા બાદ ગેટ વે પસંદ કરી ડેબીટ કાર્ડ, ક્રેડીટ કાર્ડ અથવા નેટ બેંકીગ થી પેમેન્ટની પ્રકીયા પૂર્ણ કરવાની રહેશે.
મોબાઈલ નંબરમાં પેમેન્ટ સફળ થયાનો મેસેજ આવ્યા બાદ ફરી Recruitment & Results link Download Receiptમાં જઈને ઓનલાઇન અરજીની રસીદ ડાઉનલોડ કરવાની રહેશે
જો ઉમેદવાર દ્વારા પેમેન્ટની પ્રક્રીયા પૂર્ણ કર્યા બાદ કોઇ કારણોસર પેમેન્ટ સફળ ન થાય તો, ઉમેદવારે ૩ કલાક બાદ જ બીજીવાર પેમેન્ટની પ્રક્રીયા કરવાની રહેશે
ખાખીના ઉમેદવારો તૈયારી શરૂ કરી દો, પોલીસ ભરતીની પરીક્ષાની તારીખ જાહેર!
ADVERTISEMENT