અભિનેત્રી હેપ્પી ભાવસારનું ફેફસાંના કેન્સરનાં કારણે નિધન, અઢી મહિના પહેલા જ માતા બન્યા હતા
અમદાવાદઃ ગુજરાતી સિનેમા જગતના જાણીતા અભિનેત્રી હેપ્પી ભાવસારનું 45 વર્ષની નાની વયે નિધન થયું છે. તેઓ ફેફસાનાં કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યા હતા. તેમનું નિધન થતા…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાતી સિનેમા જગતના જાણીતા અભિનેત્રી હેપ્પી ભાવસારનું 45 વર્ષની નાની વયે નિધન થયું છે. તેઓ ફેફસાનાં કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યા હતા. તેમનું નિધન થતા ગુજરાતી સિનેમા જગતમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. નોંધનીય છે કે અઢી મહિના પહેલા જ તેમણે ટ્વિન્સ દીકરીઓને જન્મ આપ્યો હતો. હેપ્પી ભાવસાર તેમના નામની જેમ જ હરહંમેશા ખુશ રહેતા. તેઓ ગત રાત્રે ફેફસાના કેન્સરના પરિણામે જીવ ગુમાવી બેઠા છે.
કેન્સર સહિત અન્ય બીમારી હોવાનું સામે આવ્યું
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે હેપ્પી ભાવસાર લંગ કેન્સરની સાથે એક ગંભીર બીમારી હતી. આ રેર ઓફ ધ રેર બીમારીના કારણે તેમનું ફેફસાના કેન્સરના પ્રાથમિક તબક્કામાં જ જીવ ગુમાવ્યો હતો. આ બીમારીનાં વ્યક્તિને જે અંગનું કેન્સર હોય તે અચાનક પ્લાસ્ટિક જેવો થઈ જાય. આવુ થાય એટલે તે નિર્જીવ થતો રહે અને કામ કરવાનું બંધ કરી દે છે.
ADVERTISEMENT
હેપ્પી ભાવસાર લજ્જાના પાત્રથી પ્રખ્યાત થયા
તેઓ ગુજરાતી સિરિયલ, ફિલ્મો તથા નાટકોમાં શાનદાર અભિનય અને પોતાના ટેલેન્ટના કારણે લોકપ્રિય બન્યા હતા. તેમની કારકિર્દીની સૌથી યાદગાર સિરિયલ શ્યામલી રહી હતી. જેમાં તેમણે લજ્જાનું પાત્ર ભજવ્યું હતું. આના કારણે તેઓ લોકપ્રિય અભિનેત્રી બની ગયા હતા. આની સાથે જ હેપ્પી ભાવસારે પ્રેમજી, મોન્ટુની બિટ્ટુ, મૃગતૃષ્ણા જેવી પ્રખ્યાત ફિલ્મોમાં કામ કર્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
અઢી મહિના પહેલા ટ્વિન દીકરીઓને જન્મ આપ્યો
હેપ્પી ભાવસારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મૌલિક નાયક સાથે લગ્ન કર્યા હતા. મૌલિક પોતાની એક્ટિંગ સાથે કોમેડી તથા પંચ લાઈન સ્પેશિયલિસ્ટ તરીકે પ્રખ્યાત છે. તે લોકો એવા હસાવે છે કે સામે વાળાઓનું પેટ દુઃખી જતું હશે. તેમના વીડિયોઝ પણ સોશિયલ મીડિયામાં ઘણા પ્રખ્યાત અને વાઈરલ થતા રહે છે. તેવામાં હેપ્પી ભાવસારે અઢી મહિના પહેલા જ ટ્વિટ દીકરીઓને જન્મ આપ્યો હતો. હવે અચાનક આ બાળકીઓને આટલો મોટો ફટકો પડ્યો છે, જેની કોઈ સીમા નથી. અત્યારે સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ પ્રસરી ગયું છે.
ADVERTISEMENT