અંબાજીના દર્શન કરશે ધીરેન્દ્ર શાસ્ત્રી, અમદાવાદના કોટક હાઉસમાં રાત્રી રોકાણ

ADVERTISEMENT

PRAVIN KOTAK
PRAVIN KOTAK
social share
google news

અમદાવાદઃ ગુજરાતમાં 10 દિવસના પ્રવાસે છે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી અને ઠેરઠેર હાલ કથા અને પ્રવચન કરી રહ્યા છે. સાથે જ તે ભલે રાજનીતિના વ્યક્તિ ના હોવાની વાત કરી રહ્યા હોય પરંતુ રાજનેતાઓની તેમની આસપાસ અવરજવર સતત જોવા મળી રહી છે. ભાજપના ઘણા મોટા ગજાના નેતાઓ તેમના પગ નીચે બેસેલા જોવા મળ્યા છે. તેવા સંજોગોમાં હાલમાં જ સુરતમાં તેમણે બિઝનેસમેન લવજી બાદશાહના ફાર્મ હાઉસમાં રોકાણ કર્યું હતું. ત્યાં હવે અમદાવાદ આવી રહ્યા છે ત્યારે અમદાવાદના કોટક હાઉસના દરવાજા તેમના માટે ખુલી ગયા છે. ઉપરાંત તેઓ રવિવારે અંબાજી ખાતે માતા અંબાજીના દર્શન કરવા પણ જવાના છે.

IPL રસિયાઓની ચિંતા વધીઃ ગુજરાતમાં વરસાદની આગાહી

ઈસ્કોન ગ્રુપના ચેરમેન પ્રવિણ કોટકે શું કહ્યું?
ઈસ્કોન ગ્રુપના ચેરમેન પ્રવિણ કોટકે આ અંગે માહિતી આપી હતી અને તેમણે કહ્યું હતું કે, સુરતથી અમદાવાદ બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી આવવાના છે અને અહીં કોટક હાઉસમાં પીડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી રાત્રી રોકાણ કરવાના છે. આ ઉપરાંત રાત્રી રોકાણ પહેલા તેઓ હેલિકોપ્ટરથી અંબાજી જશે અને ત્યાં 28મીએ પંડિત ધિરેન્દ્ર શાસ્ત્રી માતા અંબાજીના દર્શન કરવાના છે.

અમદાવાદના કાર્યક્રમ માટે પોલીસ સજ્જ

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT