लाइव

Ahmedabad Rath Yatra 2024 : અમદાવાદમાં શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ જગન્નાથજીની રથયાત્રા, ત્રણેય રથ નિજ મંદિર પરત ફર્યા

kenil somaiya

ADVERTISEMENT

Ahmedabad Rath yatra
Ahmedabad Rath yatra
social share
google news

Ahmedabad Rath Yatra 2024 : આજે (7 જુલાઈ) અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નીકળી હતી. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ શહેરની નગરચર્ચાએ નીકળ્યા હતા. અમદાવાદમાં શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા પૂર્ણ થઈ છે. આજે વહેલી સવારે ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથની આરતી ઉતારી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનની નગરચર્યા સમયે રથયાત્રામાં 18 ગજરાજ, 30 અખાડા, 101 ટ્રક અને 18 ભજનમંડળીઓ જોડાયા હતા. ત્યારે સમગ્ર રૂટ પર DG, ADG, IG, DIG કક્ષાના 5 અધિકારી તેમજ 12600 પોલીસ સહિત 23600 જવાનોનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
 

 

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 09:43 PM • 07 Jul 2024
    અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

    ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામનો રથ નિજ મંદિર પરત ફર્યો. અમદાવાદમાં શાંતિપૂર્ણ રીતે 147મી રથયાત્રા સંપન્ન થઈ. હાલ મંદિર પરિસરમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. જણાવી દઈએ કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ મેઘરાજાએ રથયાત્રા પર અમીછાંટણાં વરસાવ્યા હતા.

  • 04:36 PM • 07 Jul 2024
    દરિયાપુરમાં ઉત્સાહનો માહોલ

    દરિયાપુરમાંથી રથયાત્રા પસાર થતા લોકોમાં ખૂબ ઉત્સાહ અને ઉમંગનો માહોલ છે. બે કલાકથી લોકો રથયાત્રાની રાહ જોતા હતા. ત્યારે રથયાત્રા દરિયાપુરમાં પહોંચતા જ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજનું મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. આ દરમિયાન નાથના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા.

  • 03:50 PM • 07 Jul 2024
    ભગવાનના રથ સરસપુરથી નિજ મંદિર તરફ પરત ફર્યા

    મોસાળ સરસપુરમાં ભગવાન આવતાની સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સરસપુરમાં ભગવાનનું મામેરું ભરવામાં આવ્યું હતું. પ્રજાપતિ પરિવારે ભગવાનનું મામેરું ભર્યું હતું. ત્યારે હવે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલભદ્રના રથ હવે નિજ મંદિર તરફ પરત ફરી રહ્યા છે. રથયાત્રામાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.

  • 03:49 PM • 07 Jul 2024
    પ્રજાપતિ પરિવારે ભર્યું ભગવાનનું મામેરું

    સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું મામરુ ભરાયું હતું. ભાણેજને વધાવવા સરસપુર આખું ઉમટ્યું હતું. રથયાત્રા દરમિયાન ભગવાનના મોસાળ માટે ભાવિકો વર્ષોથી રાહ જોતા હોય છે. ત્યારે આ વર્ષની રથયાત્રામાં મામેરું કરવાનું ડ્રોમાં વિનોદભાઈ પ્રજાપતિનું નામ ખુલ્યું હતું. વિનોદભાઈ પ્રજાપતિ મૂળ સાબરકાંઠા ઈડરના ગાંઠેલ ગામના છે. જેઓ હાલમાં અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહે છે. બે ભાઈઓ અને ત્રણ બહેનો સાથે હવે તેઓ મામેરાંની યજમાનની રાહ જોતાં હતા તે પુર્ણ થયું છે.

  • ADVERTISEMENT

  • 03:48 PM • 07 Jul 2024
    લુહાર શેરીમાં સૌથી મોટું રસોડું, તમામ ભક્તોએ કર્યું ભોજન

    ભગવાન જગન્નાથજીના મામેરામાં આવતા તમામ ભક્તો ભોજન કરીને જ જાય છે. અમદાવાદ શહેરના સરસપુરની લુહાર શેરીમાં સૌથી મોટું રસોડું થયું હતું. જેમાં 1100 કિલો બટાકા, 1000 કિલો લોટની પૂરી અને 1600 ચોખ્ખા ઘીનો મોહનથાળ બનાવાયો હતો. અહીં 100મી રથયાત્રાથી આયોજન કરવામાં આવે છે. સૌથી મોટું રસોડું 5000 ભક્તો જમી શકે એ પ્રકારે 5 પંગતમાં રસોડું કરે છે.

  • 02:10 PM • 07 Jul 2024
    સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું મામેરું ભરાયું

    ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા ભગવાનના મોસાળ સરસપુરમાં પહોંચી છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામના રથ સરસપુર પહોંચ્યા છે. સરસપુરમાં ભગવાનનું મામેરું ભરાયું છે. અહીં ભક્તોની ભારે ભીડ ઉમટી છે. ડાકોરમાં કોણ છે...રાજા રણછોડ છે..., જય રણછોડના નાદ સાથે સરસપુર ગુંજી ઉઠ્યું છે. ભગવાનનું મોસાળમાં ભવ્ય સ્વાગત કરાયું છે. સરસપુરમાં ભક્તોનો અનેરો આનંદ જોવા મળી રહ્યો છે.
     

  • ADVERTISEMENT

  • 12:36 PM • 07 Jul 2024
    Ahmedabad Rath yatra: મોસાળ સરસપુરમાં રસોડા ધમધમી ઉઠયા 

     ભગવાન થોડીવારમાં મામાના ઘરે પહોંચશે,   મોસાળ સરસપુરમાં રસોડા ધમધમી ઉઠયા છે.  રથયાત્રામાં એક સાથે 1200 લોકો પ્રસાદ લઇ શકે તેવી વ્યવસ્થા જોવા મળે છે. સરસપુરની લુહાર શેરીમાં છે સૌથી મોટા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે
     

  • 11:55 AM • 07 Jul 2024
    Ahmedabad Rath yatra: ઘરે બેઠા કરો ભગવાનના દર્શન

     

     

  • 11:26 AM • 07 Jul 2024
    Ahmedabad Rath yatra: ભુપેન્દ્ર પટેલે રથયાત્રાનું કર્યું રિયલ ટાઈમ મોનીટરીંગ

    મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદની 147મી જગન્નાથ રથયાત્રા ના અમદાવાદ શહેરમાં ભ્રમણ તેમજ રથ યાત્રા ના સંચાલન નું રિયલ ટાઈમ મોનીટરીંગ મુખ્ય મંત્રી નિવાસસ્થાનના સી.એમ .ડેશ બોર્ડ ની વિડિયો વોલ પર જીવંત પ્રસારણ નિહાળીને કર્યું હતું.

  • 11:24 AM • 07 Jul 2024
    Ahmedabad Rath yatra: ગજરાજ સરસપુર પહોંચ્યા

    ગજરાજ સરસપુર પહોંચ્યા છે તો રથ ખમાસ પહોંચ્યા છે, મોસાળમાં પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે સરસપુરની વિવિધ પોળોમાં લોકો માટે જમવાનું બનાવવામાં આવી રહ્યુ છે. આજે ભગવાન અને તેમના ભક્તો માટે ખાસ જમવાની વ્યવસ્થા થઇ છે.

  • 10:41 AM • 07 Jul 2024
    Ahmedabad Rath yatra: રથયાત્રા પર પોલીસની ચાંપતી નજર

     

  • 10:40 AM • 07 Jul 2024
    Ahmedabad Rath yatra: જગતના નાથ માટે PM મોદીનો ખાસ પ્રસાદ
  • 10:14 AM • 07 Jul 2024
    ડાકોરમાં ભગવાન રાજા રણછોડની 252મી રથયાત્રા

    ડાકોરમાં ભગવાન રાજા રણછોડની 252મી રથયાત્રા ખૂબ ધામ પૂર્વક નીકળી છે.  ભગવાન રાજા રણછોડનું બાળ સ્વરૂપ ગોપાલ લાલજી મહારાજ ચાંદીના રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળ્યા છે. 

  • 09:50 AM • 07 Jul 2024
    Ahmedabad Rath yatra: રથયાત્રા ખમાસ પહોંચી

    હાલ રથયાત્રા ખમાસ પહોંચી છે,  જ્યાં મુસ્લિમ અગ્રણીઓએ દ્વરા ખૂબ જ ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું છે.
     

  • 09:20 AM • 07 Jul 2024
    Ahmedabad Rath yatra: એક ખાસ ટેબલોએ જમાવ્યું આકર્ષણ

    રથયાત્રામાં અલગ-અલગ થીમ પર બનેલા 101 ટ્રક ટેબલો એક અલગ જ આકર્ષણ બન્યું છે, તેમાં પણ ભારતના ટી20 વર્લ્ડકપ જીતની ઝલક દેખાડતો એક ટેબલો જોવા મળ્યો હતો.  જે સમગ્ર રથયાત્રાનું કેન્દ્ર બની ગયો છે.

  • 09:19 AM • 07 Jul 2024
    Ahmedabad Rath yatra: રવિવારની રજાના કારણે રથયાત્રામાં માનવ મહેરામણ

    આજે રવિવારની રજાના કારણે અમદાવાદની રથયાત્રામાં રસ્તાની બન્ને બાજુ ભાવિકોની ભારે જોવા મળી છે. પ્રસાદી લેવા માટે લોકોની પડાપડી થઈ રહી છે. 
     

  • 08:55 AM • 07 Jul 2024
    Ahmedabad Rath yatra: પીએમ મોદીએ શુભકામના પાઠવી 

    પીએમ નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને રથયાત્રાની શુભકામના પાઠવી છે

     

  • 08:50 AM • 07 Jul 2024
    Ahmedabad Rath yatra: મોસળમાં ભગવાનની આતુરતાથી રાહ જોવાય રહી છે

    ભગવાન જગન્નાથના મોસળ સરસપુરમાં ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.  . ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને મોસાળમાં આવકારવા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

  • 08:44 AM • 07 Jul 2024
    Ahmedabad Rath yatra: રથયાત્રાના પર્વ પર અમદાવાદ બન્યું ભક્તિમય
  • 07:43 AM • 07 Jul 2024
    Ahmedabad Rath yatra: ગજરાજ જમાલપુર દરવાજાથી બહાર નીકળ્યા 

    ભગવાનની રથયાત્રા નગરચર્યાએ નીકળી ગઈ છે, રથયાત્રાની આગેવાની કરતાં ગજરાજ જમાલપુર દરવાજાથી બહાર નીકળી ચુક્યા છે. 

follow whatsapp

ADVERTISEMENT