અકસ્માતની વણજાર: અલગ-અલગ અકસ્માતમાં 5 લોકોના મોત, 20થી વધુ ઈજાગ્રસ્ત

ADVERTISEMENT

Road Accidents
ભરૂચમાં મહિલા પોલીસકર્મીનું મોત
social share
google news

Road Accidents: રાજ્યમાં માર્ગ અકસ્માતનો કિસ્સો યથવાત છે. આજે રાજ્યમાં અકસ્માતની વણજાર જોવા મળી હતી. બે જગ્યાએ ભયંકર અકસ્માતમાં કુલ 3 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અકસ્માતનો પહેલો કિસ્સો પાટણ જિલ્લાના શંખેશ્વર નજીક વાહનો સામસામે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને ગાડીમાં આગ લાગવાના કારણે બે આગમાં ભૂંજાયા હતા. તો બીજો અકસ્માત રાજ્યના ભરૂચ જિલ્લામાં સર્જાયો હતો. ભરૂચના ઝઘડિયા પાસેના નાના સાંજા ગામ પાસે ડમ્પરની અડફેટે એક મહિલા પોલીસકર્મીનું મોત થયું હતું.



શંખેશ્વર અકસ્માતમાં બે લોકો જીવતા ભૂંજાયા

આજ રોજ પાટણ જિલ્લાના શંખેશ્વર નજીક અગમ્ય કારણોસર માર્ગ પરથી પસાર થઈ રહેલાં પિકઅપ વાન અને ડમ્પર સામસામે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બંને ગાડીમાં આગ ભભૂકી ઊઠી હતી. વેગનઆરમાં સવાર બે વ્યક્તિ અંદર જ ફસાઈ ગયા હતા, જેથી તેમનું ઘટનાસ્થળે જ મોત થયું છે. આ બનાવના પગલે માર્ગ પરના લોકો દ્વારા બચાવ રાહતની કામગીરી કરવામાં આવી તો બીજી તરફ પોલીસને જાણ થતાં તરત જ તે ઘટના સ્થળે દોડી આવી હતી.  

ભરૂચમાં મહિલા પોલીસકર્મીનું મોત

તો બીજો અકસ્માત ભરૂચના ઝઘડિયા પાસેના નાના સાંજા ગામ પાસે થયો હતો. જેમાં ડમ્પરે એક્ટિવા ચાલકને અડફેટે લીધા હતા. એક્ટિવમાં એક મહિલા પોલીસકર્મી તેના પિતા સાથે જતી હતી આ દરમિયાન કાળ બની આવેલ ડમ્પરે મહિલા પોલીસકર્મીને કચડી નાખી હતી. આ ઘટનામાં મહિલાકર્મીએ ઘટના સ્થળે જ પોતાનો જીવ ગમાવ્યો હતો. આ ઘટનાના લાઈવ દ્રશ્ય પણ કેમેરામાં કેદ થયું હતું.

ADVERTISEMENT

બોટાદમાં પીકઅપ વાન પલટી જતા 2નાં મોત, 20થી વધુ ઈજાગ્રસ્ત

બોટાદના કુંભારા ગામ નજીક મોડી રાત્રીના પીકઅપ વાન પલ્ટી ખાઈ જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો. ઘટનામાં એક બાળકી અને એક યુવાનનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું, જ્યારે 20 થી 25 જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જાતા સેવાભાવી લોકો સ્થળ પર દોડી આવ્યા અને તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોચી તપાસ હાથ ધરી છે.

બે એસટી બસ વચ્ચે અકસ્માત

જામનગર રાજકોટ હાઇવે પર બે એસટી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ધ્રાંગડા પાટીયા પાસે એસટી બસની પાછળ બીજી એસટી બસ ઘુસી જતા અકસ્માત મુસાફરોનો જીવ થોડીવાર માટે અધર ચડી ગયો હતો. આ અકસ્માતમાં એસટી બસના કાચ તૂટી ગયા હતા. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT