Accident News: ધ્રાંગધ્રા-માલવણ હાઈવે મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો, કાર ટ્રક પાછળ ઘુસી જતાં 3 યુવકોના મોત
Accident News: ધ્રાંગધા-માલવણ હાઈવે પર કાર આગળ જઈ રહેલી ટ્રકની પાછળ ઘુસી જતાં કારમાં સવાર ત્રણ યુવકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે.
ADVERTISEMENT
![Accident News: ધ્રાંગધ્રા-માલવણ હાઈવે મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો, કાર ટ્રક પાછળ ઘુસી જતાં 3 યુવકોના મોત ધ્રાંગધ્રા-માલવણ હાઈવે મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો](https://akm-img-a-in.tosshub.com/lingo/gjtak/images/story/202403/65f7da8d8f2cc-accident-news-180916516-16x9.jpg?size=948:533)
સમાચાર હાઇલાઇટ્સ
![point](https://akm-img-a-in.tosshub.com/lingo/uptak/resources/gj-tak-icon.png)
ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર ભયાનક અકસ્માત
![point](https://akm-img-a-in.tosshub.com/lingo/uptak/resources/gj-tak-icon.png)
કારમાં સવાર 3 યુવકોને ભરખી ગયો કાળ
![point](https://akm-img-a-in.tosshub.com/lingo/uptak/resources/gj-tak-icon.png)
પાટડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં મૃતદેહ
Accident News: ધ્રાંગધા-માલવણ હાઈવે પર કાર આગળ જઈ રહેલી ટ્રકની પાછળ ઘુસી જતાં કારમાં સવાર ત્રણ યુવકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. ત્રણેય મૃતકોમાંથી બે પાટડી તાલુકાના અનેક 1 લખતર તાલુકાના હોવાનું સામે આવ્યું છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
કાર ટ્રકની પાછળ ઘુસી ગઈ
પ્રાપ્ત વિગતો અનુસાર, ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર માલવણ સીએનજી પંપ નજીક એક કાર આગળ જઈ રહેલી ટ્રકની પાછળ ધડાકાભેર ઘુસી ગઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચણઘાણ વળી ગયો હતો. તો અકસ્માતને પગલે રાહદારીઓના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.
![](https://akm-img-a-in.tosshub.com/lingo/styles/medium_crop_simple/public/images/story/202403/screenshot_2024-03-18_113508.jpg)
ત્રણ યુવકોના કમકમાટીભર્યા મોત
આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર બે યુવકોના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે એક યુવકને સારવાર માટે લઈ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં જ મૃત્યુ નિપજ્યું હતું. આમ આ અકસ્માતમાં ત્રણ યુવકોને કાળ ભરખી ગયો હતો.
ADVERTISEMENT
પોલીસે કાર્યવાહી હાથ ધરી
આ અકસ્માતની જાણ માલવણ પોલીસને કરવામાં આવતા માલવણ PSI સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. આગળની કાર્યવાહી હાથ ધરી હતી
![](https://akm-img-a-in.tosshub.com/lingo/styles/medium_crop_simple/public/images/story/202403/surendnagar-aksmat-mot1.jpg)
મૃતકોના નામ
1. વસીમ ખાન બિસ્મિલ્લા ખાન મલેક (રહે. ગેડીયા, તા.પાટડી)
2. સાહિલ ખાન હુસેન ખાન (રહે.ખેરવા, તા. પાટડી)
3. હજરત ખાન દિવાન (રહે. કારેલીયા, તા. લખતર)
ADVERTISEMENT
ADVERTISEMENT