AAPએ કહ્યું- ચૂંટણી પૂર્વે BJPના જીતુ વાઘાણીએ કાળી રાત્રે કર્યા કાળા કામ, જાણો પત્રિકા વિતરણ મુદ્દાનો પર્દાફાશ..

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ભાજપે એક સ્ટાન્ડર્ડલેસ ચૂંટણી લડી છે. મારી પાસે પુરાવા છે. ભાવનગરમાં રાજુ સોલંકી સાથે ભાજપના લોકોએ ગંદી રમત રમી હતી. તે મુદ્દે પણ ગોપાલ ઈટાલિયાએ ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું. રાજી સોલંકીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે હું ભાવનગર પશ્ચિમથી ચૂંટણી લડ્યો હતો. મારી સામે ભાજપના પૂર્વ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી ઉમેદવાર તરીકે હતા. જ્યારથી મારુ નામ જાહેર થયું ત્યારથી જ ભાજપના જીતુ વાઘાણી ભયભીત થઈ ગયા હતા. ત્યારપછીથી તેમણે લોકશાહીની હત્યા સમાન ગંદી રાજકીય રમત રમી હોવાના આક્ષેપો પણ લગાવ્યા હતા.

BJPના જીતુવાઘાણી પર AAPના કાર્યકરોને ધમકાવાનો આક્ષેપ
રાજુ સોલંકીએ દાવો કરતા કહ્યું કે જીતુ વાઘાણીએ મારી આમ આદમી પાર્ટીથી ઉમેદવારી નિશ્ચિત થતા જ ધમકાવવાનું શરૂ કરી દીધું હતું. પ્રેસ કોન્ફરન્સમાં રાજુ સોલંકીએ વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું કે તેઓ શરૂઆતથી જ મારા કાર્યકર્તાઓને ડરાવવા અને ધમકાવવાનું કાવતરુ ઘડતા હતા. મને બદનામ કરવા માટે ભાજપના જીતુ વાઘાણીએ ઘણા પ્રયાસો કર્યા હતા. પરંતુ તેઓ તમામ પ્રયાસોમાં નિષ્ફળ નીવડ્યા હતા.

જીતુવાઘાણીના સમર્થનના ખોટા પત્રો વાઈરલ..
રાજુ સોલંકીએ કહ્યું કે ચૂંટણીની છેલ્લી રાત્રે ભાજપના જીતુ વાઘાણી અને તેમના સભ્યોએ ભાવનગર પશ્ચિમમાં ખુબ મોટુ ષડયંત્ર કર્યું હતું. તેમણે લોકશાહીની હત્યા કરતુ કાવતરું ઘડ્યું હતું. હારના ડરથી ભાજપના જીતુ વાઘાણી અને તેમના પાર્ટીના હોદ્દેદારો સાથે ચૂંટણીના દિવસે વહેલા 4 વાગ્યે રાજુ સોલંકીની ખોટી ચિઠ્ઠી વાઈરલ કરી હતી. આ ચીઠ્ઠીમાં લખાયેલું હતું કે AAPના ઉમેદવાર રાજુભાઈ સોલંકી હવે જીતુભાઈ વાઘાણીને સમર્થન આપી રહ્યા છે. જનતા તેમને વિજયી બનાવે એવી પ્રાર્થના.

જીતુ વાઘાણીએ લોકોને ભ્રમિત કરવાનું કાવતરુ ઘડ્યું..
આમ આદમી પાર્ટીના રાજુ સોલંકીએ કહ્યું કે સોશિયલ મીડિયા દ્વારા એક શુભેચ્છકે આવી પત્રિકા અમારા સુધી પહોંચાડી. તેમણે ભાજપના જીતુ વાઘાણી પર આક્ષેપ લગાવતા કહ્યું કે પારદર્શન ચૂંટણીની હાર છે. ભાવનગર પશ્ચિમમાં મારો વિજય નિશ્ચિત હતો. પરંતુ જીતુ વાઘાણીએ પત્રિકા છપાવી ષડયંત્ર કર્યું અને ન્યૂઝ પેપરની વચ્ચે રાખી સ્થાનિકોના ઘરે ઘરે પહોંચાડી હોવાનો આક્ષેપ પણ આમ આદમી પાર્ટીના રાજુ સોલંકીએ જણાવ્યું હતું.

ADVERTISEMENT

આ પત્રિકામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુ સોલંકી હવે ભાજપના જીતુ વાઘાણીને સમર્થન આપતી ખોટી પત્રિકા વાઈરલ કરી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. જ્યાંથી છાપા વિતરણ થતા હતા ત્યાં 50 હજારથી વધુ પત્રિકાઓ ન્યૂઝ પેપરના એજન્ટોએ વિવિધ વિસ્તારોમાં પહોંચાડી દીધી હોવાનો આક્ષેપ પણ આમ આદમી પાર્ટીએ લગાવ્યો છે.

રાજુ સોલંકીએ ભાજપના હોદ્દેદારો પર કર્યા ગંભીર આક્ષેપો…
AAPના રાજુ સોલંકીએ આક્ષેપ કરતા કહ્યું કે ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણીએ આ પ્રમાણેના કાળી રાતે કાળા કામ કર્યા છે. એનો અમે પર્દાફાશ કર્યો છે. આની સાથે રાજુ સોલંકીએ નામ સાથે કહ્યું કે મોરીભાઈ (ભાજપના મેયર), બળદેવ ચુડાસમા (ભાજપના વોર્ડ પ્રમુખ) બંને સ્થળ પરથી મળી આવ્યા હતા. બળદેવ ચુડાસમાને અમે ઝડપી પાડ્યા હતા. પોલીસને બોલાવીને અમે તેમને ઝડપી પાડ્યા હતા. રાજુ સોલંકીએ કહ્યું કે આવી રીતે જીતુ વાઘાણીએ લોકશાહીની હત્યા કરી દીધી હતી. જોકે પોલીસ અધિકારી અને તંત્રનો સાથ સહકાર અમને મળ્યો નથી. જીતુ વાઘાણીએ ચૂંટણી જીતવા માટે ભયંકર નુકસાન કર્યું છે.

    follow whatsapp

    ADVERTISEMENT