Aamir Khan Reached Kutch: આમિરે નિભાવી મિત્રતા, ‘લગાન’ ફિલ્મના મિત્રનું અવસાન થતાં કચ્છ પહોંચી પરિવારને પાઠવી સાંત્વના
Aamir Khan Reached Kutch: બે દાયકા જૂના મિત્રનું અવસાન થયાના સમાચાર સાંભળતા જ અભિનેતા આમિર ખાન કચ્છ પહોંચ્યા હતા. કોટાય ગામના આહિર યુવકનું આકસ્મિક મૃત્યુ…
ADVERTISEMENT
Aamir Khan Reached Kutch: બે દાયકા જૂના મિત્રનું અવસાન થયાના સમાચાર સાંભળતા જ અભિનેતા આમિર ખાન કચ્છ પહોંચ્યા હતા. કોટાય ગામના આહિર યુવકનું આકસ્મિક મૃત્યુ થતા પરિવારને સાંત્વના પાઠવા અભિનેતા આમિર ખાન આજે સવારે ચાર્ટર્ડ ફ્લાઇટથી ભુજ આવ્યા હતા. લગાન ફિલ્મના શૂટીંગ સમયથી મહાવીરભાઈ સાથે મિત્રતાભર્યા સબંધ હતા. વર્ષો બાદ પણ આમિરખાને મિત્રતા નિભાવી અને કચ્છ પહોંચ્યા હતા.
કોટાય ગામના આહિર યુવક મહાવીરભાઈનું તાજેતરમાં મૃત્યુ થયાના સમાચાર બાદ પરિવારને મળવા અભિનેતા આમિર ખાન પહોંચ્યા. હતભાગી મહાવીર ચાડના કાકા ધનાભાઈ ચાડ વર્ષ 2001માં રિલીઝ થયેલી સુપરહિટ ફિલ્મ લગાનના શૂટિંગમાં મહત્વના સહયોગી રહ્યા હતા.
ADVERTISEMENT
લગાન ફિલ્મના શૂટિંગ સમયે મહાવીરભાઈ સાથે મિત્રતાભર્યા સબંધ થયા હતા. પરિવારને મળ્યા બાદ શૂટિંગ લોકેશનની રેકી કરી બપોરે પરત ઉડાન ભરશે.
ADVERTISEMENT
બે દાયકા જુના પારિવારિક સંબંધ નિભાવવા પહોંચ્યા આમીર ખાન
ADVERTISEMENT
ભુજ તાલુકાના આહીર પટ્ટીના કોટાય ગામના 39 વર્ષીય મહાહિર ધનજી ચાડનું બનાસકાંઠાના ભીલડી નજીક તારીખ 18ના રોજ માર્ગ અકસ્માતમાં અકાળે અવસાન થયું હતું. હતભાગીના અવસાન બાદ સવા બે દાયકા જુના પારિવારિક સબંધ નિભાવવા આજે અભિનેતા આમીરખાન મુંબઈથી ખાનગી જેટ દ્વારા વહેલી સવારે ભુજ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા
ADVERTISEMENT