ઓપરેશન 'આરોહી' બચાવોઃ અમરેલીના સુરગપરામાં દોઢ વર્ષની બાળકી બોરમાં પડી, સાંસદ-ધારાસભ્ય મદદે પહોંચ્યા
Amreli News: અમરેલી જિલ્લામાં વાડીના બોરમાં બાળકી પડી જતાં ખળભળાટ મચી જવા પામી છે. દોઢ વર્ષની બાળકી રમતા રમતા બોરમાં પડી જતાં સાંસદ ભરત સુતરીયા અને ધારાસભ્ય જનક તળાવિયા (Janak Talaviya Lathi), લાઠી પ્રાંત અધિકારી, મામલતદાર સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે.
ADVERTISEMENT
Amreli News: અમરેલી જિલ્લામાં વાડીના બોરમાં બાળકી પડી જતાં ખળભળાટ મચી જવા પામી છે. દોઢ વર્ષની બાળકી રમતા રમતા બોરમાં પડી જતાં સાંસદ ભરત સુતરીયા અને ધારાસભ્ય જનક તળાવિયા (Janak Talaviya Lathi), લાઠી પ્રાંત અધિકારી, મામલતદાર સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે. તો અમરેલી ફાયરની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી છે. હાલ બાળકીને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રાજુલાથી યંત્ર રોબોટની ટીમ બોલાવવામાં આવી છે. તો આજુબાજુના ગામના લોકો બાળકી સુરક્ષિત બહાર નીકળી જાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે.
રમતા-રમતા બોરમાં પડી આરોહી
મળતી માહિતી અનુસાર, અમરેલીના સુરગપરા ગામની સીમમાં આવેલી ભનુભાઈ કાકડિયાની વાડીમાં કામ કરતા પરપ્રાંતિય પરિવારની દોઢ વર્ષની બાળકી આરોહી રમતા રમતા બોરમાં પડી ગઈ છે, આ અંગેની જાણ થતાં મોટી સંખ્યામાં સુરગપરા ગામના લોકો વાડીએ દોડી આવ્યા હતા. તો આ અંગેની જાણ થતાં અમરેલી ફાયર અને 108 એમ્બ્યુલન્સની ટીમ પણ સુરગપરા ગામે દોડી આવી છે. આરોહી 40થી 50 ફૂટ ઉંડે ફસાઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જેના પગલે 108ની ઈમરજન્સી ટીમ દ્વારા બાળકીને ઓક્સિજન આપવાની કામગીરી હાથ ધરાઈ છે. ગાંધીનગરથી પણ NDRFની એક ટીમ સુરગપરા ગામે જવા રવાના થઇ છે.
કેમેરાથી રખાઈ રહી છે નજર
રાજુલાથી રોબોટની ટીમ ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે, રોબોટ દ્વારા જલ્દી બાળકીને બહાર કાઢવાના પ્રયત્નો તંત્ર દ્વારા કરાઇ રહ્યા છે. બાળકી અંદાજીત 50 ફૂંટ ઊંડે હોવાનું અનુમાન છે. હાલ ઓક્સિજન સપ્લાય ચાલુ છે અને કેમરા દ્વારા બાળકીની સ્થિતિ પર નજર રખાઇ રહી છે. તો બાળકી સુરક્ષિત બહાર નીકળે તે માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
ઈનપુટઃ ફારૂક કાદરી, અમરેલી
ADVERTISEMENT