BJP ના નેતા ચલાવતા હતા જુગારધામ, પોલીસ આવતા ભાગી છુટ્યા શોધખોળ શરૂ કરી
આણંદ : જિલ્લામાં અનેક સ્થળે દારૂ-જુગારના અડ્ડાઓ ખુબ જ સામાન્ય બની ચુક્યા છે. પોલીસની રહેમ નજર હેઠળ આ પ્રવૃતિ ધમધમતી રહેતી હોય છે. જો કે…
ADVERTISEMENT
આણંદ : જિલ્લામાં અનેક સ્થળે દારૂ-જુગારના અડ્ડાઓ ખુબ જ સામાન્ય બની ચુક્યા છે. પોલીસની રહેમ નજર હેઠળ આ પ્રવૃતિ ધમધમતી રહેતી હોય છે. જો કે આજે LCB દ્વારા બાતમીના આધારે એક સ્થળ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં જુગારીઓ જુગાર રમતા રંગે હાથે ઝડપાયા હતા. જો કે પોલીસ ત્રાટકતા આ વિસ્તારમાં નાસભાગ મચી ગઇ હતી. દરમિયાન પોલીસની પ્રાથમિક તપાસમાં આંકલાવ શહેરના ભાજપ ઉપપ્રમુખ જગદીશ ઠાકોર જુગારધામ ચલાવતો હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે ભાજપમાં તો સોપો પડી ગયો હતો પરંતુ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ જુગારધામ ચાલતું હોવાનો આક્ષેપ
હાલ તો સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ આ જુગારધામ ધમધમતું હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. આણંદ એલસીબીની ટીમે બાતમીના આધારે દરોડા પાડતા જુગારધામનો પર્દાફાશ થયો હતો. આંકલાવના રંજેવાડ તળાવ વિસ્તારમાં ભાજપના ઉપપ્રમુખ જગદીશ ઉર્ફે ઝુમરી ઠાકોર દ્વારા જ જુગારધામ ચાલતું હોવાનું સામે આવ્યું હતું. આ પ્રકરણમાં એયું બખાન અખ્તરખાન રાઠોડ પણ ભાગીદાર હોવાનું સામે આવ્યું હતું. હાલ તો પોલીસ દ્વારા 7 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. હાલ આગળની કાર્યવાહી માટે સ્થાનિક પોલીસને તમામ આરોપીઓ સોંપી દેવામાં આવ્યા છે.
(ઝડપાયેલા ભાજપના નેતા જગદીશ ઠાકોર)
ADVERTISEMENT
હાલ તો પોલીસ જગદીશ ઠાકોરને શોધી રહી છે
જો કે આ પ્રકરણમાં શહેર ભાજપ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના બે શખ્સો નાસી છુટ્યા હતા. હાલ પોલીસ તેમને શોધી રહી છે. હાલ પોલીસે ઝડપેલા આરોપીઓ પાસેથી પોલીસે ઘટના સ્થળે પહોંચીને જુગારીઓ પાસેથી 26 હજાર રૂપિયા રોકડા, બાઇક સહિતનો કુલ 76 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જો કે જગદીશ ઠાકોર હાલ તો પોલીસને ઝડપી પાડવામાં સફળ થયો હતો. હાલ પોલીસે બંન્ને આરોપીઓને ઝડપી લેવા માટેની ગતિવિધિ હાથ ધરી છે.
ADVERTISEMENT