નર્મદામાં 7 જિંદગી ડૂબી, જવાબદાર કોણ? 24 કલાક બાદ હજુ પણ 6 લાપતા; પરિવારનો ગંભીર આરોપ
Narmada News: ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે. અનેક લોકો પોતાના પરિવાર સાથે દરિયાઈ વિસ્તારો વેકેશનની મજા માણવા માટે જઈ રહ્યા છે. આ વચ્ચે ગુજરાતમાં છેલ્લા 3 દિવસમાં બનેલી બે અલગ-અલગ ઘટનાથી દરેક લોકોએ શીખ લેવા જેવી છે.
ADVERTISEMENT
Narmada News: ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે. અનેક લોકો પોતાના પરિવાર સાથે દરિયાઈ વિસ્તારો વેકેશનની મજા માણવા માટે જઈ રહ્યા છે. આ વચ્ચે ગુજરાતમાં છેલ્લા 3 દિવસમાં બનેલી બે અલગ-અલગ ઘટનાથી દરેક લોકોએ શીખ લેવા જેવી છે. વાસ્તવમાં બે દિવસ અગાઉ દાંડીના દરિયામાં એક પરિવાર ન્હાવા ગયો અને 4 લોકોના મૃતદેહ બહાર આવ્યા. એક સાથે પરિવારના ચાર લોકોના મોતથી પરિવારમાં પણ માતમ છવાઈ ગયો.
નર્મદા નદીમાં સર્જાઈ દુર્ઘટના
તો બીજી બાજુ પોઈચા ગામની નર્મદા નદીમાં ન્હાવા પડેલા એક જ સોસાયટીના 8 લોકો અચાનક જ નર્મદા નદીમાં તણાઈ ગયા હતા. જેમાં 1 વ્યક્તિનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. અન્ય સાત લોકો ડૂબી ગયા છે, જેમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો છે અને 6 લોકોની હજુ શોધખોળ ચાલી રહી છે. નદીમાં ડૂબેલા લોકોના પરિવારોમાં ભારે આક્રંદ છવાયો છે. તેઓએ રેતી માફિયાઓ અને તંત્ર પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે.
પરિવારજનોએ લગાવ્યો ગંભીર
નદીમાં ડૂબેલા લોકોના પરિવારોએ જણાવ્યું કે, રેતી માફિયાઓએ મોટા મોટા ખાડા કરી દીધા છે. ભૂમાફિયાઓને કારણે જ આ મોટા મોટા ખાડા પડ્યા છે. સાથે જ અહીંયા કોઈ ચેતવણીના બોર્ડ પણ મારવામાં આવ્યા નથી. અહીં તંત્રએ મોટા મોટા બોર્ડ કે બેનર લગાવવા જોઈએ કે, આ વિસ્તાર પ્રતિબંધિત છે. આનાથી તંત્રની ઘોર બેદરકારી છતી થાય છે. તેમના કારણે જ અમારે આ બધુ ભોગવવાનો વારો આવ્યો છે.’
ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો?
સુરતના સણીયા હેમાદ વિસ્તારની કિષ્નાપાર્ક સોસાયટીના રહીશો ત્રિવેણી સંગમ સ્નાન કરવા માટે ગઈકાલે સવારે પીકઅપ ટેમ્પો લઈ પોઈચા ગામે પહોંચ્યા હતા. જ્યાં 17 લોકો મંગળવારે પોઈચાની નર્મદા નદીના ત્રિવેણી સંગમમાં ન્હાવા ગયા હતા. આ દરમિયાન 6 કિશોર સહિત 8 લોકો ડૂબી ગયા હતા. જેથી નદીના કાંઠે બેઠેલા પરિવારજનોએ બૂમા-બૂમ કરતા સુરક્ષાકર્મીઓ અને સ્થાનિક તરવૈયાઓની ટીમ દોડી આવી હતી.
ઉચ્ચ અધિકારીઓનો કાફલો દોડી આવ્યો
આ દરમિયાન તરવૈયાઓએ નદીમાં કૂદીને 1 વ્યક્તિને બચાવી લીધો હતો. જ્યારે અન્ય 7 લોકોની શોધખોળ હાથ ધરી હતી. તો બીજી બાજુ આ અંગેની જાણ થતાંની સાથે જ ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને ડૂબી ગયેલા લોકોની શોધખોળ હાથ ધરી હતી.
ADVERTISEMENT
6 લોકોની હજુ પણ શોધખોળ ચાલું
સાત લોકોની દુર્ઘટનાના 19 કલાક પછી પણ કોઈ ભાળ મળી ન હતી. આજે સવારે એક કિશોર ભાવેશ વલ્લભભાઈ હડિયા (ઉં.વ. 15)નો મૃતદેહ નદીમાં 4 કિલોમીટર દૂરથી મળી આવ્યો હતો. ભરતભાઈ બલદાણિયા, તેમના બંને પુત્રો આરનવ (ઉં.વ. 12), મૈત્રક્ષ (ઉં.વ. 15), તેમના મોટાભાઈ હિમ્મતભાઈ બલદાણિયાનો એકનો એક પુત્ર વ્રજ (ઉં.વ. 12), આર્યન રાજુભાઈ ઝીંઝાળા (ઉં.વ. 7), ભાર્ગવ અશોકભાઈ કાતરિયા (ઉં.વ. 15)ની શોધખોળ ચાલી રહી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT