શિક્ષકના સ્વાંગમાં શૈતાન! ગુજરાતમાં 24 કલાકમાં 3 વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોના કુકર્મની ઘટનાઓ સામે આવી

ADVERTISEMENT

આરોપી શિક્ષકોની તસવીર
આરોપી શિક્ષકોની તસવીર
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

અમરેલી અને આણંદમાં વિદ્યાર્થિનીઓ પર કુકર્મની બે ઘટનાઓ.

point

આણંદના આંકલાવમાં શિક્ષકે બે વિદ્યાર્થિનીઓને શારીરિક અડપલા કર્યા.

point

અમરેલીમાં લંપટ શિક્ષકે સગીર વિદ્યાર્થિની પર બે વખત દુષ્કર્મ આચર્યું.

Gujarat News: ગુજરાતમાં શિક્ષાના ધામમાં બાળકીઓ સાથે કુકર્મની 24 કલાકમાં બે ઘટનાઓ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. અમરેલીમાં શિક્ષકે જ સગીર વિદ્યાર્થિની પર 2 વખત દુષ્કર્મ આચર્યાની ઘટના બની છે, તો આણંદના આંકલાવમાં શિક્ષકે બે વિદ્યાર્થિનીને શારીરિક અડપલા કર્યા હતા. મામલો સામે આવતા વાલીઓએ પોલીસ સ્ટેશનમાં શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો: AAP-કોંગ્રેસ વચ્ચે ડીલ ફાઈનલ, ટૂંક સમયમાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં થશે જાહેરાત, ગુજરાત-દિલ્હી સહિત 5 રાજ્યોમાં થશે ગઠબંધન

આંકલાવમાં શિક્ષકે કર્યા વિદ્યાર્થિનીઓ સાથે અડપલા

વિગતો મુજબ, આણંદના આંકલાવમાં આવેલી કોસિન્દ્રા શિક્ષક દ્વારા સ્કૂલમાં બે વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક અડપલાં કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થિનીઓએ સ્કૂલે જવાનું બંધ કરી દેતા પરિવારને શંકા ગઈ હતી. જે પછી વિદ્યાર્થિનીઓ દ્વારા તેમના વાલીઓને જાણ કરાતા મામલો બીચકયો હતો અને વાલીઓ અને ગ્રામજનોએ સ્કૂલમાં હોબાળો મચાવ્યો હતો. જે બાદ વાલીઓએ કિરણ વાળંદ નામના શિક્ષકને પોલીસના હવાલે કરીને ફરિયાદ નોંધાવી હતી. આંકલાવ પોલીસે શિક્ષક સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: હવે ભગવાનને પણ આપવો પડશે ટેક્સ! 1 કરોડથી વધારે આવક ધરાવતા મંદિર પર 10 ટકા ટેક્સ

અમરેલીમાં શિક્ષકે વિદ્યાર્થિની પીંખી નાખી

તો બીજી તરફ અમરેલીમાં પણ મોટા આસરાણા ગામ નજીક આવેલી ખાનગી સ્કૂલના શિક્ષકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું હતું. નરાધમ શિક્ષકે સગીર વિદ્યાર્થિની પર 2 વાર દુષ્કર્મ ગુજાર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ શિક્ષક સામે ડુંગર પોલીસમાં ફરીયાદ નોંધાઈ છે. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી શિક્ષક મોહીત જીંજાળાને મહુવા તાલુકાના બોરડી ગામ નજીકથી ઝડપી પાડયો હતો.

ADVERTISEMENT

(ઈનપુટ: હેતાલી શાહ-આણંદ, ફારુક કાદરી-અમરેલી)
 

    follow whatsapp

    ADVERTISEMENT