‘ભાઈ… બહુ હેરાન કર્યો મને’- સુરતના યુવકે મિત્રને મોકલેલા વીડિયોથી આત્મહત્યાના કેસમાં આવ્યો નવો વળાંક
સંજયસિંહ રાઠોડ.સુરતઃ સુરતના એક યુવકે ગત 23મી ડિસેમ્બરના રોજ ઉધના વિસ્તારમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેવાના બનાવમાં નવો ઘટસ્ફોટ થયો છે. યુવકે સ્યુસાઇડ નોટ લખી…
ADVERTISEMENT
સંજયસિંહ રાઠોડ.સુરતઃ સુરતના એક યુવકે ગત 23મી ડિસેમ્બરના રોજ ઉધના વિસ્તારમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેવાના બનાવમાં નવો ઘટસ્ફોટ થયો છે. યુવકે સ્યુસાઇડ નોટ લખી વીડિયો બનાવીને તેમના મિત્રને મોકલતા મિત્ર એ આ અંગે સગા સંબંધી સાથે પોલીસનો સંપર્ક કર્યો હતો. જે પછી પોલીસે આપઘાત માટે દુષપ્રેરણાનો ગુનો ચાર સામે નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
દિગ્ગજ નેતા શરદ યાદવનું 75 વર્ષની ઉંમરે અવસાન
20 દિવસ પછી ફૂટ્યો ભાંડો
વ્યાજખોરોના ત્રાસથી અનેકના ઘર સુના થઈ ગયા છે ત્યારે પોલીસે વ્યાજખોરો સામે લાલ આંખ કરી છે. સતત લોકદરબારના ઠેરઠેર કાર્યક્રમો થઈ રહ્યા છે. લોકો પણ હવે પોલીસની સામે આવીને પોતાની સાથે વ્યાજખોરોની થતી જો હુમકુમી અંગે કહેતા થયા છે. તેવામાં સુરતના ઉધના વિસ્તારમાં ગત 22 ડિસેમ્બરના રોજ મૂળ રાજસ્થાનના રહેવાસી દીનારામ જાટ નામના યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેવાની ઘટના બની હતી. આ ઘટનામાં અંદાજે 20 દિવસ બાદ અન્ય વિગતો સામે આવી છે. રૂપિયાની લેતીદેતીમાં પઠાણી ઉઘરાણી કરાતા હોવાના કારણે યુવકે આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું હતું.
અંબાલાલ પટેલ દ્વારા હવામાન અંગે નવી આગાહી, ઉતરાયણ અંગે મોટી આગાહી
હેરાન કરનારો વ્યાજખોર સગો બનેવી જ નીકળ્યો
મૃતક દીનારામ જાટ મૂળ રાજસ્થાનના અને સુરતમાં એક વર્ષથી વધુ સમયથી રહેતા હતા. અંદાજે 20 દિવસ પહેલા આપઘાત કરનાર યુવકના કેસમાં પોલીસે ગત રોજ દુષપ્રેરણાનો ગુનો નોંધ્યો છે. આ પઠાણી ઉઘરાણી કરનાર કોઈ બીજું કોઈ નહીં પરંતુ તેના સગા બનેવી જ નીકળ્યા છે. આ સાથે રાજસ્થાનના અન્ય ત્રણ વ્યક્તિ દ્વારા પઠાણી ઉઘરાણી અને માર મારવાની ધમકી આપવામાં આવતી હતી. આ અંગેની સ્યુસાઇડ નોટ અને વીડિયો બનાવી આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. આપઘાત કરી લેનાર દીનારામ ફર્નિચરનું કામ કરતો હતો. સાળા અને બનેવી વચ્ચે ધંધાકીય બાબતને લઈ માથાકૂટ ચાલી આવી હતી. બનેવી અમરારામ દ્વારા દિનારામને બાકી નીકળતા રૂપિયા માટે દબાણ કરતો હતો. અમરારામ સહિત અન્ય શખ્સો 15 હજારના 75 હજાર રૂપિયા વસૂલ કર્યા હતા. ધર્મેન્દ્ર ઉર્ફે મુન્ના નામના શખ્સે 15 હજારના અવેજમાં 75 હજાર દીનારામ પાસે કઢાવ્યા હતા. છતાં ધર્મેન્દ્ર ઉર્ફે મુન્ના દ્વારા વધુ 1.50 લાખની ઉઘરાણી કરવામાં આવી હતી.
ADVERTISEMENT
CM ની તમામ મહાનગરપાલિકાના કમિશ્નરો સાથે બેઠક, શહેરી આયોજન અંગે ચર્ચા
કોની કોની સામે નોંધાયો ગુનો
મૃતકે સ્યુસાઈડ કરતાં અગાઉ આપઘાત કરવા પાછળ આપવીતી વર્ણવતો વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો તેના મિત્રને મોકલ્યો હતો. વીડિયોમાં તેને લખેલી સ્યુસાઈડ નોટ પણ બતાવી હતી. સ્યુસાઈડ નોટ બતાવતાં કહ્યું હતું કે, ભાઈ… જે પ્રોબ્લેમ છે એ આ કાગળમાં લખી નાખી છે. મને એ લોકો ખૂબ હેરાન કરે છે. એમ પણ તે વારંવાર બોલતો વીડિયોમાં નજરે ચડે છે. ઉધના પોલીસે મૃતકના સંબંધીઓની ફરિયાદના આધારે આપઘાત કરવા મજબૂર કરનાર સામે ગુનો નોધવામાં આવ્યો છે. ઉધના પોલીસે જે તે સમયે 22 ડિસેમ્બરના રોજ દીનારામના મોત પાછળ અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. પરંતુ તપાસ દરમિયાન સુસાઇડ નોટ અને તેનો આપઘાત પહેલાનો વિડીયો સામે આવતા પોલીસે આ ગુનામાં દુષપ્રેરણાનો ગુનો નોંધ્યો છે. જેમાં પોલીસે મૃતકના બનેવી અમરારામ ઉર્ફે અમરચંદ જાટ, અંતારામ બારીક, રામ રતન જાટ, ધર્મેન્દ્ર ઉર્ફે મુન્ના જાટ સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને તેમને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે.
ADVERTISEMENT