રિવાબા અને દિવ્યેશ અકબરીએ લોકો પાસે ભરાવ્યા આવા ફોર્મ, જાણો શું નવું લાવ્યા
જામનગરઃ સૌરાષ્ટ્રનું હેરિટેજ નગર ગણાતું જામનગર શહેરની રાજ્યમાં એક આગવી ઓળખ છે, જામનગર હવે સ્માર્ટસીટી બનવા તરફ ડગ માંડી રહ્યું છે તેવું હાલના ધારાસભ્યોનું કહેવું…
ADVERTISEMENT
જામનગરઃ સૌરાષ્ટ્રનું હેરિટેજ નગર ગણાતું જામનગર શહેરની રાજ્યમાં એક આગવી ઓળખ છે, જામનગર હવે સ્માર્ટસીટી બનવા તરફ ડગ માંડી રહ્યું છે તેવું હાલના ધારાસભ્યોનું કહેવું છે. જામનગરને સ્માર્ટસીટી બનવવા ધારાસભ્યોએ ઝુંબેશ ઉપાડી, જે અંતર્ગત 79 વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને 78 વિધાનસભાના ધારાસભ્ય રિવાબા જાડેજાએ શહેરભરમાં ભ્રમણ કરી લોકોને અપીલ કરી છે, તેમજ જામનગરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે લોકોને સહભાગી થવા આહવાન કર્યું છે. આ ઝુંબેશમાં ભાજપના આગેવાનો, કાર્યકરો પણ જોડાયા હતા. તેમણે આ દરમિયાન ક્યૂઆર કોડ સ્કેન કરાવી લોકો પાસેથી ફોર્મ ભરાવડાવ્યા હતા.
સતત બીજા દિવસે પશુઓના મોતની ઘટના આવી સામે, નર્મદા જિલ્લામાં પપૈયા ખાધા બાદ પાચ પશુઓના મોત
કયા વિસ્તારોમાં થયો કાર્યક્રમ
જામનગરની બંને વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને રિવાબા જાડેજા આજે જામનગરના ત્રણથી વધુ સ્થળો પર મહાનગરપાલિકાના ઈન્ડેક્ષ સર્વેમાં લોકોને ભાગ લેવા અપીલ કરવા અર્થે જાહેર કાર્યક્રમમાં જોડાયા હતા. તેમણે લોકોને સર્વેમાં ભાગ લેવા આહ્વાહન કર્યું હતું. જામનગરના રણમલ તળાવ ગેટ નં. 2, બેડીનાકા વિસ્તાર, ચાંદીબજાર વિસ્તાર અને કાલાકેડ ડીકેવી, સર્કલ તેમજ ક્રિસ્ટલ મોલ ખાતે આ પ્રકારનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.
ભારતમાં કેંસર જેવી ગંભીર બિમારીનું સુનામી આવશે: ચોંકાવનારા રિપોર્ટમાં ખુલાસો
નેતાઓ કેમ ફોર્મ ભરાવવા નીકળ્યા છે?
ભારત સરકારની મિનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા સમગ્ર દેશમાં ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્ષ સર્વેક્ષણની કામગીરી કરવામમાં આવી રહી છે. જે તે શહેરના 18 વર્ષથી મોટી ઉંમરના લોકો દ્વારા સિટીઝન ફીડબેક આપવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં નાગરિકો પોતાના શહેરમાં રહેલી પ્રાપ્ય સુવિધાઓ અંગે સરકારને જણાવી શકે છે. આ ફોર્મમાં 17 જેટલા વૈકલ્પિક પ્રશ્નો પુછાય છે અને તેમાં જવાબ આપવાના હોય છે. જેમાં સ્વાસ્થ્ય, શિક્ષણ, હવા, પાણી, વીજળી વગેરે જેવી જરૂરિયાત વાળી બાબતોનો સમાવેશ થાય છે. જાણકારી મળી રહી છે કે પ્રત્યુત્તર દ્વારા જવાબો પ્રાપ્ત થયાથી આગામી સમયમાં સરકાર દ્વારા જે તે શહેરમાં વિકાસ માટેની નવી દિશા અને આયોજનની રૂપરેખા તૈયાર થઈ શકે. જે અંતર્ગત જામનગર શહેરની ઈન્ડેક્ષ સર્વેની કામગીરી જામનગર મહાનગરપાલિકાને સોંપાઈ છે. ઓનલાઈન ફિડબેકમાં વધુને વધુ લોકો ભાગ લે તે માટે નેતાઓ પ્રયત્નો કરી રહ્યા છે.
ADVERTISEMENT
(ઈનપુટઃ દર્શન ઠક્કર, જામનગર)
ADVERTISEMENT