સાબરકાંઠાઃ ઉત્તરાયણમાં આ ગામમાં દેવ ચકલી પકડી ઘી-ગોળ ધરાવવાનો રિવાજ

ADVERTISEMENT

gujarattak
social share
google news

હસમુખ પટેલ.સાબરકાંઠાઃ ગુજરાતમાં ઉત્તરાયણનું પર્વ દાન અને પૂણ્ય અવસર મનાય છે પરંતુ સાબરકાંઠામાં આદિવાસી વિસ્તાર માટે ઉતરાયણ તે આગામી વર્ષનો વરતારો જોવાનો દિવસ છે. આજના દિવસે દેવ ચકલીની પૂજા કરી તેને ઉડાડવામાં આવે છે. જેના આધારે આગામી વર્ષ કેવું રહેશે તે નક્કી કરાય છે. જેના પગલે આજે સાબરકાંઠાના ઇડર તાલુકાના આદિવાસી વિસ્તારમાં દેવ ચકલી ની પૂજા કરી તે ઉડાડતા તે લીલાા વૃક્ષો પર બેસતા આગામી વર્ષ તમામ માટે ફળદાયી તેઓ દેવ ચકલીએ વરતારો આપ્યો છે.

લીલી ડાળી પર બેઠી એટલે વર્ષ સારુ રહેશેઃ માનતા
સાબરકાંઠાના ઇડર તાલુકાના ધોળીયા અને સીયાસણ વિસ્તારમાં વર્ષોની પરંપરા અનુસાર ઉત્તરાયણનું પર્વ ઉજવાય છે. જે અંતર્ગત આજે સ્થાનિક આદિવાસી લોકોએ દેવ ચકલીને પકડી તેની પૂજા કરી હતી અને તલ ગોળ ખવડાવી ત્યારબાદ ખુલ્લા વિસ્તારમાં તેને ઉડાડી મૂકતા દેવ ચકલી ઉડીને લીલી ડાળી ઉપર બેસી હતી. જેના કારણે આગામી વર્ષ સારા વરસાદની સાથે સાથે દરેક વ્યક્તિ માટે ફળદાયી બની શકે તેવો વરતારો આપ્યો છે. જોકે દેવ ચકલી સૂકા લાકડા ઉપર બેસે તો આગામી વર્ષ વરસાદ વિનાનું તેમજ અપશુકનિયાળ બની રહે તેવી માનતા છે. જોકે આજે દેવ ચકલી ઉડાડતાં તે લીલા વૃક્ષ ઉપર બેસતા આગામી વર્ષ સ્થાનિક વિસ્તાર માટે શુકનિયાળ બની રહેશે તેવું માનવામાં આવે છે ત્યારબાદ સ્થાનિકો તલ, ગોળ, સિંગ દાણા, ખજૂર ખાઈ અને નાચ ગાન પણ કરે છે. જોકે આગામી વર્ષ સારુ રહેવાની દેવ ચકલી એ આપેલા વધારાથી સ્થાનિક વિસ્તારના લોકોમાં પણ ખુશી જોવા મળી છે જ્યારે આ પરંપરા હવે દિન-પ્રતિદિન લુપ્ત થઈ રહી છે તેમજ સમગ્ર ઉત્તર ગુજરાતમાં હવે માત્ર સાબરકાંઠાના વિજયનગર પૂરતી જ મર્યાદિત બની રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT