108એ જાહેર કર્યા ગુજરાતના આંકડાઃ જાણો ઉત્તરાયણના ઉત્સવ દરમિયાન રાજ્યમાં કેટલી ઘટનાઓ
અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં હાલ ઠેરઠેર દોરી વાગવાના, અકસ્માતોના બનાવો બન્યા છે. ગુજરાતમાં હાલમાં દોરી વાગવાની ઘટનાની વાત કરીએ તો કુલ 68 જેટલી ઘટનાઓ દોરી વાગવાથી…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં હાલ ઠેરઠેર દોરી વાગવાના, અકસ્માતોના બનાવો બન્યા છે. ગુજરાતમાં હાલમાં દોરી વાગવાની ઘટનાની વાત કરીએ તો કુલ 68 જેટલી ઘટનાઓ દોરી વાગવાથી ઈજાઓ થવાની બની છે. આજના ઉત્તરાયણના પર્વમાં દુર્ઘટનાઓમાં વડોદરા અને મહેસાણાના વિસનગરના બે પરિવારો માટે તો શોકના સમાચાર આવ્યા હતા. આ ઉપરાંત રોડ અકસ્માતના 400થી વધારે બનાવો બન્યા છે.
દિલ્હીમાં હોર્ન મારવા પર વિવાદ, યુવકને અડધો KM સુધી ઢસેડ્યો, Video
ધાબેથી પડી જવાના 164 બનાવ
ગુજરાત રાજ્યની ઈમર્જન્સી એમ્બ્યૂલન્સ સેવા દ્વારા આજના ઉત્તરાયણના પર્વને દિવસે આવેલા ઈમર્જન્સી કોલ્સનો ડેટા તૈયાર કર્યો હતો. જેને તેણે જાહેર કર્યો હતો. દરમિયાન જાણવા મળ્યું હતું કે, ગુજરાતમાં આ પર્વ દુર્ઘટનાઓના પર્વને પર્યાય બન્યો છે. આ વખતે ગુજરાતમાં કુલ દોરી વાગવાની કુલ ઘટનાઓ 68 બની હતી જેમાંથી 25 ઘટનાઓ માત્ર અમદાવાદમાં નોંધાઈ હતી. સાથે જ ધાબેથી પડવાના 164 બનાવો બન્યા હતા. સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં કુલ 2916 ઇમરજન્સી કેસ નોંધાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2022માં 2638 ઈમરજન્સી કેસ નોંધાયા હતા. વર્ષ 2022ની સરખામણીમાં આ વર્ષે 278 જેટલા ઇમર્જન્સી કેસ વધુ નોંધાયા છે.
ADVERTISEMENT
મહેસાણાઃ ચાઈનીઝ દોરીનો ઘસરકો અને માંના ખોળે 4 વર્ષની દીકરીનું મોત, ગુજરાતમાં બે પરિવારમાં માતમ છવાયો
1056 અબોલ જીવો બન્યા ભોગ
ગુજરાતમાં રોડ અકસ્માતના 400 બનાવ બન્યા હતા જેમાંથી 56 માત્ર અમદાવાદમાં બન્યા હતા. ધાબેથી પડવાની કુલ ઘટનાઓ 164 બની હતી. જેમાંથી 36 ઘટનાઓ માત્ર અમદાવાદમાં ઘટી હતી. ઉપરાંત અબોલ જીવો પણ આજના તહેવારના દિવસે ભોગ બન્યા હતા. પશુ પક્ષીઓ ઈજા થવાના 1059 કેસ નોંધાયા છે.
ADVERTISEMENT