‘આટલા વર્ષે આવેલો મારો દિકરો, પતંગની દોરીથી કપાઈ ગયો’- ખેડાની માતાના વિલોપાતથી બધા હચમચી ગયા- Video

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ.ખેડાઃ ઉતરાયણનો તહેવાર નજીકમાં છે, એવામાં પતંગ પ્રેમીઓ અત્યારથી પતંગ ચગાવી પર્વનો આનંદ માણી રહ્યા છે, પરંતુ તેઓનો આ આનંદ અન્ય માટે મોત સમાન બની રહ્યો છે. કારણ કે નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં પતંગની દોરીને કારણે એક યુવકનું મોત થયું છે. એક તરફ સરકાર તથા પોલીસ પ્રશાસન ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવામાં આવે તે માટે સતત ડ્રાઇવ કરી રહ્યું છે અને ચાઈનીઝ દોરીનો જથ્થો પણ ઝડપી રહ્યું છે. છતા હજી કેટલાક એવા લોકો છે જેઓ આવા પ્રકારની દોરીઓનું વેચાણ કરી રહ્યા છે અને પતંગ ચગાવવા માટે તેનો ઉપયોગ પણ કરી રહ્યા છે. આવા તમામ લોકોમાં જો થોડી પણ લાગણી બચી હોય તો તેને ખાતર આ માતાનો વીડિયો જોઈ ઉત્તરાયણનો તહેવાર એક જવાબદારી સાથે ઉજવવા આગળ વધો. માંના શબ્દોએ અહીં દરેકને હચમચાવી મુક્યા હતા. તે કહેતી હતી કે ‘ઉત્તરાયણ પછી આવીશ મમ્મી.. એવું કહીને ગયો હતો. હું એને રોજ દિવસમાં દસ ફોન કરું છું. આજે ના કર્યો મારી ભુલ થઈ. પતંગની દોરીથી મારો દિકરો કપાઈ ગયો. આટલા વર્ષે આવેલો મારો દિકરો.. માતાના એક એક આંસુ અને શબ્દોમાં રહેલી વેદનાથી હજુ પણ જો કોઈના મન દ્રવી ઉઠે નહીં તો તેની માણસ હોવા પર શંકા છે.

શું બન્યો બનાવ
મળતી માહિતી અનુસાર, આણંદના રહેવાસી 32 વર્ષીય વિપુલ ઠક્કર પોતાના અંગત કામ માટે નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં સરદાર નગર પાસે રહેતા તેમના મિત્ર કાંતિભાઈના ઘરે આવ્યા હતા. જ્યાંથી તેઓ અંગત કામ માટે મિત્ર કાંતિભાઈનું બાઇક લઈને બહાર ગયા હતા. દરમિયાન સરદાર નગર પાસે જ પતંગની દોરી ગળામાં ફસાઈ હતી. આસપાસના લોકો તાત્કાલિક વિપુલભાઈને નજીકમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ યુવકની હાલત ગંભીર હોવાથી તેને વધુ સારવાર માટે મહાગુજરાત હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જ્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો.

ADVERTISEMENT

બક્સરમાં કેન્દ્રીયમંત્રીના કાફલા પર પથ્થરમારો, મંત્રીજી માંડ-માંડ જીવ બચાવીને નિકળ્યાં

બાઈક લઈને નિકળ્યા અને દસમી મિનિટે ફોન આવ્યો…
આ અંગે મૃતક વિપુલભાઈના મિત્રના સંબંધી જણાવ્યું કે વિપુલભાઈ અહીં નડિયાદમાં આવ્યા હતા. પોતાનું કામ હોય મિત્ર કાંતિભાઈનું બાઈક લઈને બહાર ગયા હતા અને 10 મિનિટની અંદર જ તેમના મોબાઈલ ફોન પરથી કોઈનો ફોન આવ્યો, અને તેમણે કહ્યું કે તેઓ ગંભીર રીતે જાગ્રસ્ત થયા છે. અમે સ્થળ પર પહોંચ્યા ત્યારે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અમે ત્યાં પહોંચ્યા ત્યારે ડોક્ટરે કહ્યું કે ગળામાં દોરી ભરાઈ જવાથી તેમનું મોત થયું છે. અમે અપીલ કરીએ છીએ લોકોને કે ઉતરાયણનો તહેવાર ભલે ઉજવો પરંતુ ચાઈનીઝ દોરી કે વધુ પડતા કાચ વાળી દોરીનો ઉપયોગ ઘટાડો કે જેથી લોકોનો જીવ ન જાય.

ADVERTISEMENT

બાંકડે રડતી માતાએ બધાને રડાવ્યા
આ ઘટનાની જાણ વિપુલભાઈના પરિવારજનોને થતા તાત્કાલિક આણંદથી નડિયાદ હોસ્પિટલમાં પોહચ્યા, પરંતું પોતાના દિકરાને ગુમાવવાનું દુઃખ હોસ્પિટલ બહાર બાંકડે બેઠેલી માતાના વિલોપાતમાં જોવા મળ્યું હતું. મૃતક વિપુલભાઈની માતાના આક્રંદથી હોસ્પિટલ બહાર ગમગીની છવાઈ ગઈ. ગુરુવારનો આ દિવસ વિપુલભાઈના પરિવાર માટે શોકના સમાચાર લઈને આવ્યો હતો.

ADVERTISEMENT

ISRO નો ઘટસ્ફોટ: જોશીમઠ પર મોટો ખતરો આખુ શહેર ભોંય ભેગુ થશે

પોલીસ શું કહે છે?
આ ઘટના અંગે ડીએસપી રાજેશ ગઢીયાએ જણાવ્યું કે, “આણંદમાં રહેતા વિપુલભાઈ ઠક્કર એમના મિત્ર કે જે આરપીએફમાં નડિયાદ ખાતે જોબ કરે છે. તેમના ઘરે આવ્યા હતા. એમનું બાઇક લઈને નડિયાદ ટાઉન પાસે કોઈ કામ હતું ત્યારે નીકળી રહ્યા હતા, ત્યારે સરદાર પટેલ વિસ્તાર પાસે જે મેઈન રેલ્વે ટ્રેક છે, અમદાવાદ મુંબઈ પાસેનો તેની દીવાલને અડીને કોઈ દોરી પડેલી હતી કોઈ કપાયેલા પતંગની હતી અને બાઈક લઈને આ ભાઇ નીકળ્યા અને એમના ગળા સાથે દોરી ઘસાતા ગળામાં ગંભીર ઇજા થઈ હતી. તાત્કાલિક અહીંયા સારા નાગરિકોએ એમને હોસ્પિટલ પહોંચાડ્યા, પરંતુ હોસ્પિટલ પહોંચ્યા અને થોડીવારમાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. જિલ્લાના નાગરિકોને પણ અપીલ છે. જોકે આ કોઈ ચાઈનીઝ દોરી નથી, સાદી દોરી આવી હતી, પરંતુ વાહન ચાલકને પોલીસ દ્વારા પણ ઘણી જગ્યાએ ઇનીશિયેટીવ લઈને વાહનો પર ગાર્ડ લગાવીએ છીએ. ગળા પર લોકો મફલર કે હેલ્મેટ પહેરેલું રાખે એ પ્રમાણેની વિનંતી પણ કરવામાં આવે છે. ઘણા બધા જાગૃતિ કાર્યક્રમમાં પણ કર્યા છે. તમામ નાગરિકોને પણ અપીલ છે કે, જાગૃત રહી અને આ પ્રકારનો કોઈ અકસ્માત ન બને તે માટે જરૂરી તકેદારી પણ રાખીએ તો તમામને વિનંતી છે કે જેથી કરીને આવી રીતે પરિવારને કોઈ સભ્ય ગુમાવવાનો વારો ન આવે. જિલ્લા પોલીસ દ્વારા અત્યાર સુધીમાં આશરે 77 જેટલા ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. 90 કરતા વધારે આરોપીને ઝડપવામાં આવ્યા છે. આઠ લાખથી પણ વધુ રૂપિયાની કિંમતનો ચાઇનિઝ દોરીનો મુદ્દામાલ ઝડપવામાં આવ્યો છે. દરેક પોલીસ સ્ટેશન માં લોકદરબાર, સ્કૂલ્સમાં અવરનેસ પ્રોગ્રામ કરવામાં આવ્યા છે, તમામ રીતે લોકોને જાગૃત કરવાના પ્રયત્નો સતત ચાલુ છે. પરંતુ લોકો પણ જવાબદાર બને, ચાઈનીઝ દોરી ખરીદે જ નહીં. જવાબદાર નાગરિક તરીકે આપણી એ ફરજો છે અને આપણે અવેર રહીએ. બાઈક લઈને કે વાહન લઈને નીકળીએ તો જરૂરી તકેદારી રાખવી પડે તે છે, તે રાખીએ. બાઈકને ગાર્ડ લગાવવામાં આવે. પોલીસ દ્વારા પણ ગાર્ડ લગાવવાની ડ્રાઈવ ચાલુ કરાઈ છે તો ત્યાં જઈને પણ ગાર્ડ લગાવી શકે છે. હાલમાં ડોક્ટર દ્વારા જે પ્રમાણે પોસ્ટમોર્ટમ પ્રમાણે જે કાર્યવાહી થશે અને પોલીસ દ્વારા જે ગુનાહિત બનતું હશે તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. જોકે પ્રાથમિક તપાસમાં જે પીઆઇ, હું અને અમે ટીમ તપાસમાં આવી છે, ટ્રેક થી દીવાલ સુધીની સામાન્ય દોરી હતી. જે દોરી છે એ સામાન્ય દોરી છે તેવું સામે આવ્યું છે. ચાઈનીઝ દોરી નથી કે સિન્થેટિક દોરી નથી જે કોટન દોરી આવે છે તે જ છે. પરંતુ જે બાઈક અમુક સ્પીડમાં જતું હોય એટલે સ્વાભાવિક છે કે નોર્મલ દોરી હોય તે પણ ગળામાં ઇન્જરી કરી શકે. તો ખાસ એ બાબતોનું ધ્યાન રાખવામાં આવે, તકેદારી રાખવામાં આવે પોલીસ દ્વારા પણ સ્ટ્રાઈક કાર્યવાહી ચાલુ છે તે ચાલુ રહેશે અને પોલીસ દ્વારા જે અવેરનેસના જે કાર્યક્રમ ચાલુ છે એ પણ ચાલુ રહેશે.

‘અમે સ્યુસાઇડ કરીએ છીએ’- અમદાવાદમાં USAથી આવેલા દાદા-દાદીએ ગળે ચાકુ ફેરવ્યું

હાલ તો આ ઘટનાની જાણ પોલીસ વિભાગને થતા ડીએસપી રાજેશ ગઢીયા , ડીવાયએસપી, ખેડા જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ, પશ્ચિમ પોલીસ સહિતનો પોલીસે કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ ચાઈનીઝ દોરી નહીં પણ સાદી દોરી હોવાનું સામે આવ્યું છે. જોકે પોલીસ હજી સ્થળ પર તપાસ કરી રહી છે. સ્થાનિકોની પણ પૂછતાછ કરી રહી છે અને મૃતક વિપુલભાઈની લાશને પીએમ માટે મોકલી આપવામાં આવી છે. પોલીસની તપાસમાં શું આવે છે અને તે બાદ પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. મહત્વનું છે કે, છેલ્લા ઘણા દિવસથી રાજ્ય સરકાર ચાઈનીઝ દોરી અંગે કડક વલણ અપનાવ્યું છે અને એમાંય ખાસ કરીને હાઇકોર્ટની ટકોર બાદ જિલ્લા પ્રશાસન પણ સતર્ક થયું છે. આવા પ્રકારની દોરીઓ વાપરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. જ્યાંથી પણ આવા પ્રકારની દોરીઓ પકડાઈ છે, તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સતત તે અંગે ચેકિંગ પણ ચાલી રહ્યું છે, છતાંય કેટલાય લોકો પોતાના ક્ષણિક ઉત્સાહ માટે ચાઈનીઝ દોરી અથવા તો વધુ પડતા કાચવાળી દોરીનો ઉપયોગ કરતા હોય છે જેને લઈને નિર્દોષ લોકોનો જીવ જાય છે.

    follow whatsapp

    ADVERTISEMENT