‘અમે સ્યુસાઇડ કરીએ છીએ’- અમદાવાદમાં USAથી આવેલા દાદા-દાદીએ ગળે ચાકુ ફેરવ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ અમદાવાદના મકરબા વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ દંપત્તિએ પોતાના ગળા અને હાથ પર ચપ્પુ ફેરવીને આપઘાત કરવાની ઘટના બની છે. 73 વર્ષના દાદા અને 69 વર્ષના દાદી પૈકી દાદીનું મોત નિપજ્યું છે જ્યારે દાદાની હાલત ગંભીર છે. વૃદ્ધ દંપત્તિ અગઉ અમેરિકા હતા ત્યાંથી પાછા આવ્યા પછી અહીં તેઓ રહેતા હતા. તેમણે આપઘાત કરતા પહેલા ભત્રીજાને મેસેજ કરીને કહ્યું હતું કે, અમે સ્યુસાઈડ કરીએ છીએ. જે પછી તેમણે આવું પગલું ભર્યું હતું. બનાવની જાણ સરખેજ પોલીસને થતા પોલીસે આ આપઘાત પાછળનું કારણ જાણવા તથા અન્ય તપાસની તજવીજ હાથ ધરી છે.

PM ની સુરક્ષામાં મોટી ચૂક: માળા સાથે પીએમની લગોલગ પહોંચી ગયો એક શખ્સ

વૃદ્ધ કિરણભાઈની હાલત ગંભીર
અમદાવાદના મકરબા વિસ્તારમાં આવેલા ઓર્ચીડ એક્ઝોટિકામાં રહેતા 69 વર્ષીય ઉષાબેન કિરણભાઈ ભાઉ અને તેમના પતિ 73 વર્ષીય કિરણભાઈ ભાઉ દ્વારા આત્મહત્યા કરવામાં આવી હોવાની ઘટનાની વાત સામે આવતા પહેલા તો સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. તેઓ આ બિલ્ડીંગમાં બી બ્લોકમાં સાતમા માળે રહે છે. તેઓ તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા ત્યારે તેમને સારવાર માટે એમ્બ્યૂલન્સ વાટે હોસ્પિટલ ખાતે ખસેડવામમાં આવ્યા હતા. જ્યાં કિરણભાઈની તબીયત ગંભીર હોવાનું સામે આવ્યું હતું. ઉષાબેનના શ્વાસ રહ્યા ન હતા.

રાજ્યમાં GIDC ને લઈ લીધો મહત્વનો નિર્ણય, અનઅધિકૃત બાંધકામો કરાશે કાયદેસર

પોલીસ તપાસમાં સામે આવ્યું કે…
આ ઘટના અંગે સરખેજ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. જેમાં પોલીસને પ્રારંભીક ધોરણે મળેલી માહિતી પ્રમાણે ચપ્પુ વડે ગળા અને હાથમાં તેમને ઈજાઓ છે. તેમણે આ મામલે પોતાના ભત્રીજાને એક મેસેજ કર્યો હતો જેમાં તેમણે પોતે સ્યુસાઈડ કરવા જાય છે તેવું લખ્યું હતું. જોકે પોલીસને હજુ આપઘાત પાછળનું કારણ જાણવા મળ્યું નથી. બંને અગાઉ અમેરિકામાં રહેતા હતા. થોડા સમય પહેલા જ તેઓ પ્રહલાદનગર રહેવા આવ્યા હતા અને લગભગ ચારેક મહિનાથી અહીં ઓર્ચિડ એક્ઝોટિકમાં એકલા રહેતા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT