30 ટકા ફી વધારો માગે છે શાળાઓ તો યુનિફોર્મ, બુક્સ પર કમિશન કેમ?- નરેશ શાહ
ગાંધીનગરઃ ગુજરાત રાજ્યની ખાનગી શાળાઓને ફી ઓછી પડી રહી છે અને હવે તેમણે ફરી 30 ટકા ફી વધારો કરવાની પરવાનગી સરકાર પાસે માગી છે. રાજ્યની…
ADVERTISEMENT
ગાંધીનગરઃ ગુજરાત રાજ્યની ખાનગી શાળાઓને ફી ઓછી પડી રહી છે અને હવે તેમણે ફરી 30 ટકા ફી વધારો કરવાની પરવાનગી સરકાર પાસે માગી છે. રાજ્યની ખાનગી શાળાઓના સંચાલકો દ્વારા 30 ટકા ફી વધારો કરવાની માગ કરતો પત્ર તેમણે મખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કરી છે.
અંબાજીઃ 1 વર્ષના બાળકને ફેંકી પોતે કુદી જવાની હતી, જુઓ Video કેમના બચાવ્યા
મોંઘવારી વધતા ફી વધારો જરૂરીઃ શાળાઓ
ફી નિયમનનો કાયદો અમલમાં આવ્યા પછી વર્ષ 2017-18માં પ્રાથમિક ધોરણ માટે વાર્ષિક 15000, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક તથા સામાન્ય પ્રવાહ માટે 25000 ફી નક્કી કરવામાં આવી હતી. માધ્યમિક અને વિજ્ઞાન પ્રવાહ માટે 30000 ફી નક્કી કરવામાં આવી હતી. આ બાબતને હવે છ વર્ષનો સમયગાળો થઈ રહ્યો છે અને હવે મોંઘવારી સતત વધી રહી છે. ખાનગી શાળાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓના પગાર, ભથ્થા, સ્ટેશનરી, લાઈટબીલ વગેરે ખર્ચાઓને પહોંચી વળવા આ વધારો કરવો જરૂરી છે તેથી આ માગણી કરવામાં આવી હોવાનું શાળાનું કહેવું છે. અને તેના પગલે હવે શાળાઓ 30 ટકા વધારો થાય તેની માગણી કરી રહી છે.
ADVERTISEMENT
ઘણી શાળાઓએ આ વર્ષોમાં ફી વધારી જ છેઃ નરેશ શાહ
આ તરફ શાળાની ફી બાબતે વાલીઓ તરફથી સતત અવાજ ઉઠાવતા નરેશ શાહે કહ્યું કે, આ કાયદો થયા પછી શાળા સંચાલકોએ કાયદો પસાર ન થાય તે માટે હાઈકોર્ટમાં પિટિશન કરી હતી જે કોર્ટે ખારીજ કરીને એફઆરસીના નિયમને માન્ય રાખ્યો હતો. 2017 પછી એવું નથી કે શાળાઓએ ફી વધારો કર્યો જ નથી. ઘણી શાળાઓની ફી 6 હજાર હતી જે તબક્કાવાર વધીને 15 હજાર સુધી પહોંચી ગઈ છે. મારુ માનવું છે કે આના માટે સરકાર કમિટિ બનાવે જે શાળાઓને નથી પોસાતું તે શાળાઓ, વાલી મંડળ અને સરકાર તરફથી પણ સાથે બેસીને આ અંગે ચર્ચા કરવી જોઈએ પછી જ આ વધારા બાબતે નિર્ણય કરવો જોઈએ.
ઈસુદાન ગઢવીએ શું કહ્યું…
ADVERTISEMENT
આટલો બધો વધારો માંગ્યો ? ગજબ ! વાલીઓ લૂંટાઈ રહ્યા છે ! 33 ટકા માંગ્યો એટલે 15 આપે તોય નફો એમ માનીને સરકાર અને સંચાલક મંડળે મળીને પ્લાન કર્યો લાગે ? જો આટલો વધારો થશે તો આમ આદમી પાર્ટી વાલીઓ માટે મેદાનમાં ઉત્તરસે ! https://t.co/S4M8gOkPUM
— Isudan Gadhvi (@isudan_gadhvi) January 11, 2023
ADVERTISEMENT
ADVERTISEMENT