નડિયાદઃ જવાનની હત્યાનો મામલો, BSFના ઉચ્ચ અધિકારી ચકલાસી પહોંચ્યા, ઘટનાની વિગતો લીધી
નડિયાદઃ નડિયાદ તાલુકાના વનીપુરા ગામના યુવાને બાજુના ગામ સુર્યનગરમાં રહેતા BSF જવાનની પુત્રીનો વીડિયો બનાવી વાયરલ કરતાં BSF જવાન અને તેમના પરિવારજનો ઠપકો આપવા માટે…
ADVERTISEMENT
નડિયાદઃ નડિયાદ તાલુકાના વનીપુરા ગામના યુવાને બાજુના ગામ સુર્યનગરમાં રહેતા BSF જવાનની પુત્રીનો વીડિયો બનાવી વાયરલ કરતાં BSF જવાન અને તેમના પરિવારજનો ઠપકો આપવા માટે ગયા હતા. દરમિયાન મામલો બિચકતાં યુવાનના કૌટુંબિક 7 વ્યક્તિઓએ ઠપકો આપવા આવેલા BSF જવાન અને તેમના પરિવારજનો પર ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. લાકડી, ધારીયા, પાવડા લઈને BSF જવાન અને તેમના દિકરા પર તૂટી પડતાં BSF જવાનનુ મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે ચકલાસી પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. ઘટનાની જાણકારી મળતા BSFના ઉચ્ચ અધિકારી ચકલાસી પહોંચી મૃતકના પરિવારને મળ્યા હતા.
પરિવાર સાથે અધિકારીઓેએ કરી વાતચિત
ખેડામાં બીએસએફ જવાનની હત્યાના મામલાની જાણકારી BSFમાં થતા BSFના ઉચ્ચ અધિકારી ચકલાસી પહોંચાય હતા. તેઓ મૃતક BSF જવાનના ઘર સુધી પહોંચ્યા હતા અને મૃતક જવાનના પરિવાર સાથે વાતચિત કરીને પુરી ઘટના અંગે જાણકારી મેળવી હતી. BSFના અધિકારીઓએ મૃતક જવાનની પત્ની અને દિકરા સાથે પણ વાત કરી હતી જ્યારે પરિવારને મળીને તેમણે સંવેદના વ્યક્ત કરી હતી અને ન્યાય મળે તેવી આશા પણ વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો…
માસ્ક પહેરવું, કે ફોટો પડાવવો?- સાંસદ પૂનમ માડમ ગજબ દ્વીધામાંઃ જામનગરમાં મોકડ્રીલ કે કાર્યક્રમ?
માનવતા હજુ જીવે છે, સુરતમાં રસ્તામાં મળેલું 1.50 લાખનું હીરા જડિત મંગળસૂત્ર યુવકે માલિકને પરત કર્યું
તુનિશા શર્માના આજે અંતિમ સંસ્કાર થશે, સુસાઈડ કેસમાં રોજ નવા વળાંકો આવ્યા..
ADVERTISEMENT
શું બની હતી ઘટના
નડિયાદ તાલુકાના ચકલાસીના સૂર્યનગરમાં રહેતા મેલજીભાઈ ડાહ્યાભાઈ વાઘેલા પોતે BSF 56 મહેસાણા ખાતે ફરજ બજાવતા હતા. તેમની ગામની બાજુમાં આવેલા વનીપુરા ગામના શૈલેષ ઉર્ફે સુનિલ દિનેશભાઇ જાદવે થોડા દિવસ અગાઉ મેલજીભાઈની દીકરીનો વીડિયો બનાવી વીડિયો વાયરલ કર્યો હતો. જે બાબતે મેલજીભાઈ તેમની પત્ની, તેમનો દિકરો નવદીપ અને હનુમંતા તેમજ મેલજીભાઈનો ભત્રીજો ચિરાગ વાઘેલા, આ તમામ લોકો ગત શનિવારની રાત્રે ઠપકો આપવા શૈલેષ ઉર્ફે સુનિલના ઘરે વનીપુરા ખાતે ગયા હતા.
ADVERTISEMENT
શૈલેષ તો ઘરે હાજર નહોતો પણ તેમના પરિવારજનો ઘરના આંગણામાં તાપણું કરી રહ્યા હતા. દરમિયાન મેલજીભાઈએ ઠપકો કરતાં શૈલેષ ઉર્ફે સુનિલના પરિવારજનો અકળાયા અને જણાવ્યું કે, તમે મારા દિકરાને ખોટો વગોવો છો જોતજોતામાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લેતાં શૈલેષ ઉર્ફે સુનિલના પિતા દિનેશભાઈ જાદવ, કાકા અરવિંદભાઈ જાદવ, દાદા સહિતના તમામ લોકો લાકડી, ધારીયા, પાવડા લઈને BSF જવાન અને તેમના દિકરા તથા ભત્રીજા પર તૂટી પડ્યા હતા. જોતજોતામાં ભાવેશ ચીમનભાઈ જાદવે તેના હાથમાનું ધારીયુ મેલજીભાઈને માથાના ભાગે તથા તેમના દિકરા નવદીપને માર્યું હતું. જેના કારણે આ બંને લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઉપરાંત અન્ય લોકોએ પણ લાકડી લઈ આવી મંજુલાબેન તથા અન્ય લોકો પર હુમલો કરી દીધો હતો. આ બાદ હુમલાખોરો ખેતરાળુ રસ્તે પલાયન થઈ ગયા હતા. જોકે 108 એમ્બ્યુલન્સ દ્વારા ઘાયલ થયેલા BSF જવાન મેલજીભાઈને તથા તેમના દિકરાને સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે જવાન મેલજીભાઈનું મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું. જ્યારે નવદીપને વધારે ઇજા થઈ હોવાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. આ ઘટનાને લઈને મૃતક જવાનના પત્ની મંજુલાબેને ચકલાસી પોલીસમાં મોતને ઘાટ ઉતારનાર દિનેશભાઈ જાદવ, કાકા અરવિંદભાઈ જાદવ, દાદા છબાભાઈ જાદવ, સચિન અરવિંદભાઈ જાદવ, ભાવેશ ચીમનભાઈ જાદવ, કૈલાશબેન અરવિંદભાઈ જાદવ અને શાંતાબેન ચીમનભાઈ જાદવ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 302, 307, 323, 504, 143, 147, 149 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
(વીથ ઈનુપુટઃ હેતાલી શાહ, નડિયાદ)
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT