કિંજલ દવેના પાવગઢના પર્ફોમન્સ વખતે તોડફોડ, થયો લાઠીચાર્જ, શૉ અધૂરો મુકી નીકળી જવું પડ્યું
ગોધરાઃ પંચમહાલ જિલ્લાના એક માત્ર રંગારંગ કાર્યક્રમ પંચ મહોત્સવમાં ગુજરાતી લોક ગાયીકા કિંજલ દવેનું પર્ફોમન્સ રાખવામાં આવ્યું હતું. આજે 31 ડિસેમ્બરે લોકો જ્યારે ઉજવણીના મુડમાં…
ADVERTISEMENT
ગોધરાઃ પંચમહાલ જિલ્લાના એક માત્ર રંગારંગ કાર્યક્રમ પંચ મહોત્સવમાં ગુજરાતી લોક ગાયીકા કિંજલ દવેનું પર્ફોમન્સ રાખવામાં આવ્યું હતું. આજે 31 ડિસેમ્બરે લોકો જ્યારે ઉજવણીના મુડમાં હતા ત્યારે આ પ્રકારનો કાર્યક્રમ અને તેમાં પણ હવે અહીં પાસ વગર એન્ટ્રી જાહેર કરાઈ છે તે પછી મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. દરમિયાન લોકોએ કિંજલ દવેના પર્ફોમન્સ વખતે ભારે ઉહાપોહ મચાવ્યો હતો. લોકોએ નાચી નાચીને ખુરશીઓની તોડફોડ કરી મુકી હતી. મામલો સરકતો જોવા મળતા કિંજલ દવેએ ચાલુ પર્ફોમન્સને મુકીને ત્યાંથી નીકળી જવાની ફરજ પડી હતી.
પાવાગઢ ખાતે યોજાયેલા પંચ મહોત્સવમાં કિંજલ દવેના પર્ફોમન્સ વખતે લોકોએ કરી તોડફોડ, પોલીસને કરવો પડ્યો લાઠીચાર્જ, #kinjaldave એ પર્ફોમન્સ અધૂરુ મુકી રવાના થવું પડ્યું#Gujarat #GujaratTak #Panchmaha pic.twitter.com/qK1uSazJG0
— Gujarat Tak (@GujaratTak) December 31, 2022
લોકોએ તોડી નાખી ખુરશીઓ
પંચમહાલ જિલ્લાનો એકમાત્ર મનોરંજન શો એટલે કે પંચમહોત્સવ તંત્ર દ્વારા દર વર્ષે 25 થી 31 ડિસેમ્બર સુધી પાવાગઢ ખાતે ઉજવવામાં આવે છે. લોક ગાયિકા કિંજલ દવે પરફોર્મન્સ આપી રહી હતી, તો જનતાએ નાચ-ગાન કરીને ખુરશીઓ તોડી નાખી હતી.પંચમહોત્સવનો આજે છઠ્ઠો દિવસ હતો.આ છેલ્લો દિવસ છે. પંચમહોત્સવનો દિવસ, જો કે પંચમઢી કલેક્ટર અને ગુજરાત ટુરીઝમ દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે. પ્રારંભિક દિવસોમાં જનતા આવતી ન હતી, જેના કારણે પંચ મહોત્સવને નિ:શુલ્ક જાહેર કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
ખાટલા નીચે મગર….: શહેરામાં મગર દેખાતા જ અફરાતફરી, રેસ્ક્યૂ કરી તળાવમાં છોડાયો- Video
પાવાગઢ ખાતે યોજાયેલા પંચ મહોત્સવમાં કિંજલ દવેના પર્ફોમન્સ વખતે લોકોએ કરી તોડફોડ, પોલીસને કરવો પડ્યો લાઠીચાર્જ, #kinjaldave એ પર્ફોમન્સ અધૂરુ મુકી રવાના થવું પડ્યું#Gujarat #GujaratTak #Panchmahal pic.twitter.com/96YkPWuEgr
— Gujarat Tak (@GujaratTak) December 31, 2022
પોલીસને લાઠી ચાર્જ કરવો પડ્યો
કોઈપણ જાહેર જનતા આ પંચ મહોત્સવમાં વિનામુલ્યે આવી શકતી હતી. કોઈ પણ વ્યક્તિ હવે આ જાહેરાત પછી પંચ મહોત્સવમાં પાસ વગર આવી જઈ શક્તી હતી. ઉપરાંત કિંજલ દવેનો શો હતો જે બંને કારણોસર અહીં મોટી સંખ્યામાં મેદની ઉમડી પડી હતી અને દર્શકોએ હલ્લાબોલ મચાવી દીધો હતો. પોલીસે દર્શકો પર લાઠીઓ મારીને બળપૂર્વક લોકોને કાબૂમાં લીધા હતા અને અંતે કિંજલ દવેને શો બંધ કરીને ત્યાંથી જતું રહેવું પડ્યું હતું.
(વીથ ઈનપુટઃ શાર્દૂલ ગજ્જર, ગોધરા)
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT