ડાંગઃ શાળામાં બાળકોને મજુરી કરાવતા Viral Video બાબતે શિક્ષણાધિકારીએ કહ્યું, કાર્યવાહી થશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવસારીઃ ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલી રાવચોન્ડ પ્રાથમિક શાળાના બાળકોનો મજુરી કામ કરતો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મસ પર વાયરલ થવા લાગ્યો હતો. જે પછી સ્થનીક શિક્ષણ જગતના કોલર સુધી વાલીઓના હાથ આવે તેવા સંજોગો ઊભા થઈ ગયા હતા. હવે આ મામલે શિક્ષણાધિકારીએ કાર્યવાહીની સાંત્વના આપતા વાલીઓને પણ હાંશકારો થયો છે.

નિયમ મુદ્દે નિયમોનું જ ઉલ્લંઘન કરી ભાજપ-આપના નેતાઓ ભાન ભુલ્યા

શું બન્યું હતું?
બન્યુ એવું છે કે, ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલા રાવચોન્ડ પ્રાથમિક શાળાનો હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થયો હતો. આ વીડિયોમાં રાવચોન્ડ પ્રાથમિક શાળામાં શિક્ષકો દ્વારા નાના બાળકો પાસે સાફ સફાઇ બહાને મજુરી કરવતા હોવાનું જોવા મળ્યું હતું. વીડિયોમાં જોઈ શકાતું હતું કે, નાના બાળકો પાસે લોખંડની ભારે ટ્રોલીમાં રેતી અને ઈંટોના ટુકડા સહિત અન્ય સામાનનો હેરફેર કરતા હતા. ગામના એક યુવાને વીડિયો બનાવી શાળાના શિક્ષિકાને સવાલ કરતાં શિક્ષિકાએ ઉડાઉ જવાબ આપ્યો હતો. બાળકોને આ અંગે પૂછતાં તેઓએ સાહેબે કામ કરવાનું જણાવ્યું હતું તેવું કહ્યું હતું. જે પછી જિલ્લાભરમાં શાળાના સંચાલકો પર લોકોમાં રોષની લાગણી ઊભી થઈ હતી અને જે જવાબદાર છે તેમની સામે કાર્યવાહીની માગ ઉઠી હતી.

ADVERTISEMENT

રાજકોટ એરપોર્ટ પહોંચ્યા ક્રિકેટર્સઃ Video, Ind Vs SLની T20 મેચ 7મીએ

શિક્ષણાધિકારી નરેન્દ્ર ઠાકરે કહ્યું, તપાસ પછી કાર્યવાહી થશે
નાના ભૂલકાઓ માથે રેતીભરેલા તગારા અને લોખંડની ટ્રોલી વહન કરતા વીડિયો બાબતે સંકલન સમિતિમાં મુદ્દો ઉઠવવાની વાત પ્રભારી મંત્રી કુંવરજી હલપતિએ કરી હતી. જેને ધ્યાનમાં લઈ ડાંગ જિલ્લા શિક્ષણ અધિકારી નરેન્દ્ર ઠાકરે એ રાવચોન્ડ પ્રાથમિક શાળાએ બનેલા બનાવમાં તપાસ કરી કસૂરવાર સામે યોગ્ય કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે. જિલ્લા શિક્ષણ અધિકારીની વાતથી વાલીઓએ રાહત અનુભવી છે.

(વીથ ઈનપુટઃ રોનક જાની, ડાંગ)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT