શાળાઓની પ્રવૃતિઓ ચારિત્ર્યહીનતા તરફ લઈ જાય છેઃ સુરત આવેલા રવિન્દ્ર પુરી મહારાજે કહ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news
સુરતઃ ભારતીય અખાડા પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ રવિન્દ્ર પુરી મહારાજ સુરતના મહેમાન બન્યા હતા. તેઓએ અહીં સુરતમાં ઉધના સ્થિત અટલ આશ્રમમાં મુલાકાત લીધી હતી. તેમણે અહીં મીડિયા સાથેની વાતચિતમાં દીપીકા પાદુકોણની ઓરેન્જ રંગની બિકિની મામલે પણ નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું હતું કે, સેન્સર બોર્ડે જ્યારે પણ આવું વિવાદીત તથ્ય આવે ત્યારે બ્રાહ્મણો અને શ્રેષ્ઠીઓનો અભિપ્રાય લેવો જોઈએ. તેમણે આ ઉપરાંત લવ જેહાદ અને શાળાના શિક્ષણ બાબત પર પણ નિવેદન કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, શાળાઓની પ્રવૃતિઓ આપણને ચારિત્ર્ય હીનતા તરફ લઈ જઈ રહ્યા છે, શિક્ષણમાં ચારિત્ર્ય નિર્માણનો સિલેબસ હોવો જોઈએ.
ભગવાને લઈને કટ્ટરવાદની ભાવના એ ખોટો સંદેશ છેઃ રવિન્દ્ર પુરી
ભારતીય અખાડા પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ અને મહાનિર્વાની અખાડા સાથે સંકળાયેલા રવિન્દ્ર પુરી મહારાજ આજે સુરતના ઉધના ખાતે મુલાકાતે આવ્યા હતા. તેઓ અહીં અટલ આશ્રમના તપોનીધિ સંત વિજ્યાનંદના મહેમાન બન્યા હતા. આશ્રમની મુલાકાત દરમિયાન તેમણે મીડિયા સાથેની વાતચિતમાં ઘણી વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભગવાને લઈને ચાલી રહેલા વિવાદ મામલે વડાપ્રધાન મોદી, સેન્સર બોર્ડ અને સરકારે આ મુદ્દો ધ્યાને લેવો જોઈએ. ભગવાને લઈને કટ્ટરવાદની ભાવના એ ખોટો સંદેશ છે. સેન્સ બોર્ડ પાસે જ્યારે આવું વિવાદીત તથ્ય આવે ત્યારે બ્રાહ્મણો કે શ્રેષ્ઠીઓનો અભિપ્રાય લેવો જોઈએ. તેમણે લવ જેહાદ મુદ્દે કહ્યું કે, સૌપ્રથમ માતાપિતાએ જ પોતાના સંતાન પર ધ્યાન રાખવું જોઈએ. લવ જેહાદના કિસ્સાઓ ચિંતાજનક છે. ધર્મ સમાજનો એક એવો ભાગ છે જેની શરૂઆત માતાપિતાથી થાય છે. યુવા પેઢીમાં સંસ્કારોની ખોટ બાબતે વિશેષ ધ્યાન આપવું જોઈએ. શાળાઓમાં શિક્ષણમાં ચારિત્ર્ય નિર્માણનો સિલેબસ હોવો જોઈએ. શાળાઓની પ્રવૃત્તિઓ આપણને ચારિત્રય હીનતા તરફ લઈ જઈ રહી છે. જે રાજામાં ચારિત્ર્ય નથી તે રાજ્યનો વિનાશ થતા વાર નથી લાગતી.
ડ્રગ્સ મામલે પણ રવિન્દ્ર પુરીએ કહ્યું…
તેમણે ઉપરાંત ડ્રગ્સ મામલે પણ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ગુજરાતમાં જે રીતે ડ્રગ્સ પકડાઈ રહ્યું છે તે ખૂબ જ ચિંતાનો વિષય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને શિક્ષિત રાજ્ય બનાવ્યું હતું પરંતુ ડ્રગ્સને લઈને ચિંતાનો વિષય છે. સમુદ્ર માર્ગે આવતા ડ્રગ્સ મામલે ભારત, રાજ્ય સરકાર અને નાગરિકોએ સતર્ક રહેવું જોઈએ.
(વીથ ઈનપુટઃ સંજયસિંહ રાઠોડ, સુરત)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT