બોલો… 34,000 પગાર અને ચાલુ નોકરીએ 8,000ની લાંચ લેવા કોર્પોરેશનનો ક્લાર્ક પાનના ગલ્લે ગયો અને…

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડઃસુરતઃ એકથી એક લાંચિયાઓ આપણે ત્યાં પડ્યા છે. કોઈ પાનના ગલ્લાને લાંચ લેવાનું સ્થળ બનાવે છે તો કોઈ ઝેરોક્ષની દુકાનને, કોઈ જાહેર રસ્તા પર તો કોઈ કામ કરવાના ટેબલ પર જ… આવા તો ઘણા લાંચિયાઓ આપણને સરકારી તંત્રમાં જોવા મળતા હોય છે. આવો જ એક લલચમાં અંધ બનેલો સુરત કોર્પોરેશનનો ક્લાર્ક એસીબીનું છટકું જાણી શક્યો નહીં અને નોકરી દાવ પર લગાડી દીધી છે. ચાલુ નોકરી દરમિયાન બાઇક પર પાનના ગલ્લા પાસે 8 હજારની લાંચ લેવા આવેલા પાલિકાના આકારણી વિભાગના કલાર્કને એસીબીએ છટકું ગોઠવીને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

જાણી જોઈને કામમાં કરતો વિલંબ
જહાંગીરપુરામાં ડેરીવાળા પાસેથી સુરત પાલિકાના રાંદેર વેસ્ટ ઝોનના લાંચિયા કલાર્ક નિલેશ હરેલાલ ગામીતે ડેરીની દુકાનની આકારણી કરવા માટે રૂપિયાની માંગણી કરી હતી. છેલ્લા બે મહિનાથી ડેરીના માલિકની દુકાનની આકારણી કરવામાં લાંચિયો કલાર્ક જાણી જોઇને વિલંબ કરતો હતો.

ધક્કા ખવડાવતા ક્લાર્કે એક દિવસ ફોન કર્યો…
લાંચિયા કલાર્કને કારણે ડેરીના માલિકે પાલિકાની ઓફિસના ધક્કા ખાવા પડતા હતા. પછી કલાર્ક નિલેશ ગામીતે ડેરીના માલિકને ઓફિસે બોલાવી વ્યવહાર કરવાની વાત કરી હતી. ડેરીનો માલિક વ્યવહાર કરવા માટે તૈયાર થતા કલાર્કએ ઓફિસમાં તેની પાસે 8 હજારની લાંચ માંગી હતી. એટલું જ નહીં ફોન પર કલાર્કે લાંચની માંગણી કરી હતી. વારંવાર ધક્કા ખાઈને કંટાળી ગયેલા ડેરીવાળાએ એસીબીમાં ફરિયાદ કરી હતી. લાંચિયા કલાર્કને પકડવા માટે એસીબીના સ્ટાફ સાથે રાંદેર પાલનપુર પાટિયા ગણેશ મંદિરની સામે ભોલે પાન સેન્ટર પાસે છટકું ગોઠવ્યું હતું. દરમિયાન નિલેશ ગામીત ઓફિસેથી ચાલુ ડ્યૂટીએ બાઇક પર 8 હજારની રકમ લેવા માટે પાનના ગલ્લા નજીક આવ્યો હતો. તે વેળા એસીબીના સ્ટાફે તેને રંગેહાથ પકડી પાડ્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT