GUJARAT: સરકારી કર્મચારીઓને મળશે જુની પેંશન સ્કીમનો લાભ, સરકારે કરી અધિકારીક જાહેરાત

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર : સરકારી કર્મચારીઓ માટે સૌથી મોટી ખુશખબર આવી ચુકી છે. સરકારી કર્મચારીઓ જે મુદ્દે સૌથી વધારે માંગ કરી રહ્યા હતા અને અનેક આંદોલનો પણ કરી ચુક્યા છે તેવી માંગ આખરે સરકારે સ્વિકારી લીધી છે. સરકાર હવે ફરી એકવાર જુની પેન્શન યોજનાઓ લાગુ કરવા જઇ રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા આ અંગેનો એક અધિકારીક પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે. જેમાં કેન્દ્ર સરકારે દરેક કર્મચારીઓ પાસે પણ પોતાના અભિપ્રાયો મંગાવ્યા છે. જેમાં સરકારી કર્મચારી બંન્ને ઓપ્શનમાંથી ઇચ્છે તે પસંદ કરી શકશે. જો જુની પેન્શન સ્કીમમાં જવા ઇચ્છતો હોય તો ત્યાં નવી પેનશન યોજના ઇચ્છે તો તે મળી શકશે.

2004 પછીના તમામ સરકારી કર્મચારીઓને મળશે લાભ
2004 પછીના તમામ સરકારી કર્મચારીઓને તેઓ જે ઇચ્છે તે સ્કીમની પસંદગી કરી શકશે. કેન્દ્ર સરકારે તમામ કચેરીઓને વિકલ્પની પસંદગી કરવા માટેનો વિકલ્પ આપવા માટે જણાવ્યું છે. કેન્દ્રીય કર્મચારીઓએ આ માટે માત્ર એક સામાન્ય ફોર્મ ભરવાનું રહેશે. 31 ઓગસ્ટ સુધીમાં કર્મચારીઓએ સ્પષ્ટતા કરવાની રહેશે. 31 ઓગસ્ટ બાદ કોઇ પણ પ્રકારની તકરાર ચલાવી લેવાશે નહી. કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓનો નિર્ણય થઇ ગયા બાદ 31 ઓક્ટોબર સુધીમાં જે પણ સ્કીમની પસંદ કરવામાં આવી હશે તે લાગુ થઇ જશે.

ADVERTISEMENT

ગુજરાત સરકાર પણ ટુંક જ સમયમાં જાહેરાત કરે તેવી શક્યતા
અત્રે ઉલ્લેખનીય છે કે, આ સ્કીમ માત્ર અને માત્ર કેન્દ્ર સરકારના કર્મચારીઓ પર જ લાગુ થશે. ગુજરાત સરકાર દ્વારા આ અંગે હજી સુધી કોઇ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જો કે કેન્દ્રના નિર્ણય બાદ ગુજરાત સહિત તમામ અન્ય રાજ્યોની સરકારો પણ આ નિર્ણયને લાગુ કરી શકશે.ગુજરાત સરકાર પણ આ અંગે વિચારણા કરી રહી છે. જો કે કેન્દ્ર સરકારના નિર્ણય બાદ ટુંક જ સમયમાં ગુજરાત સરકાર પણ આ અંગે જાહેરાત કરે તો નવાઇ નહી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT