GUJARAT માં COVID ના કેટલા અને ક્યાં કેસ નોંધાયા? કયા જિલ્લામાં કેટલા કેસ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર : બે કોરોનાના વેવ સહ્યા બાદ કોરોના ગયાનો હાશકારો લઇને ગુજરાતીઓ ફરી એકવાર પુર્વવત થઇ રહ્યા હતા. ઉદ્યોગધંધા પણ ફરી એકવાર પાટે ચડી રહ્યા હતા. જો કે અચાનક ફરી એકવાર કોરોનાએ ફુંફાડો માર્યો છે. ચીનમાં હાહાકાર મચાવનાર કોરોનાનો વેરિયન્ટ BF.7 વેરિયન્ટના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. રાજ્યમાં આજે કોરોનાના 07 નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં જો કે કોરોનાનો રિકવરી રેટ 99.13 ટકા જેટલો ઉંચો છે.

કોસ્ટ ગાર્ડ અને ATSનું મોટું ઓપરેશન, ડ્રગ્સ માફિયા ‘ને હથિયારોની હેરાફેરીનો પર્દાફાશ

07 નવા કેસ અને 02 દર્દીઓ સાજા થયા
આજે કોરોનાને કારણે કુલ 02 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં 12,66,465 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાના કહેર વચ્ચે સરકાર રસીકરણ પર ખુબ જ જોર આપી રહી છે. લોકો પણ ઝડપથી રસીકરણ કરાવી રહ્યા છે. 18 વર્ષથી વધારેની ઉંમરના 338 ને રસીનો પ્રથમ 394 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના 31 ને રસીનો પ્રથમ અને 37 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. બીજી તરફ 986 ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો. 12-14 વર્ષનાં 9 ને પ્રથમ અને 0 ને બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના 6992 ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં રસીના કુલ 8787 કુલ ડોઝ અપાયા હતા.

એક જ કોલેજની ત્રણ વિદ્યાર્થીનીનો આપઘાત, લવજેહાદ-બ્લેકમેઇલ જેવી અનેક શંકા

હાલ રાજ્યમાં કુલ 40 એક્ટિવ કેસ છે જેપૈકી એક પણ ગંભીર નહી
બીજી તરફ રાજ્યમાં હાલ કુલ 40 એક્ટિવ કેસ છે. જે પૈકી કોઇ પણ ગંભીર નથી. 40 નાગરિકો સ્ટોબલ છે. અત્યાર સુધીમાં કુલ 12,66,465 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 11043 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે એક પણ નાગરિકનું મોત નથી થયું. ગાંધીનગર કોર્પોરેશનમાં 3, અમદાવાદ કોર્પોરેશનમાં 2, ભાવનગર અને વલસાડમાં 1-1 કેસ આ પ્રકારે કુલ 7 કેસ નોંધાયા છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT