CM ની તમામ મહાનગરપાલિકાના કમિશ્નરો સાથે બેઠક, શહેરી આયોજન અંગે ચર્ચા
ગાંધીનગર : રાજ્યના 8 મહાનગરોમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ સહિતની યોજનાઓ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તમામ મહાનગરોમાં પડતર રહેલી ટી.પી સ્કીમ ઝડપથી પુર્ણ કરી ઝીરો ડિપેન્ડન્સીના…
ADVERTISEMENT
ગાંધીનગર : રાજ્યના 8 મહાનગરોમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ સહિતની યોજનાઓ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તમામ મહાનગરોમાં પડતર રહેલી ટી.પી સ્કીમ ઝડપથી પુર્ણ કરી ઝીરો ડિપેન્ડન્સીના લક્ષ્યાંક સાથે સ્પષ્ટ દિશાનિર્દેશ આપ્યા હતા. રાજ્યની 8 મહાનગરપાલિકાઓના કમિશ્નરો સાથે યોજાયેલી ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં અન્ય કેટલાક મહત્વના મુદ્દાઓ પર પણ ચર્ચા થઇ હતી.
CM એ કહ્યું ડ્રાફ્ટ ટી.પી 1 વર્ષમાં ફાઇનલ ટીપી થાય તે જરૂરી
મુખ્યમંત્રીએ કહ્યું કે, ડ્રાફ્ટ ટી.પી મંજૂર થયાના 1 વર્ષના સમયગાળામાં ફાઇનલ ટી.પી થઇ જાય તે ખુબ જ જરૂરી છે. ડ્રાફ્ટ ટી.પીથી ફાઇનલ ટી.પી સુધીની સમસ્યા કે મુશ્કેલી આવે તેના નિવારણ માટે ઝડપથી ઉકેલ લાવવા માટેનું મિકેનિઝમ ઉભુ કરવા માટે ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. આ સમીક્ષા બેઠકમાં તમામ મહાનગરોની ટીપી સ્કીમ અને શહેરી વિકાસ અંગેની યોજનાઓ અંગે વિસ્તૃત વિગતો મુખ્યમંત્રી સમક્ષ શહેરી વિકાસ અગ્ર સચિવ મુકેશ કુમાર દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો.
નાગરિકોને સમસ્યા ન થાય તે માટે પ્રયાસ કરવા અધિકારીઓને તાકીદ
રાજ્યના મહાનગરોમાં 875 ટીપી સ્કીમ બનાવેલી છે. જેમાંથી 400 થી વધારે જાહેર જનતાની જાણકારી માટે પબ્લિક ડોમેઇનમાં મુકાઇ છે. આ વર્ષના અંત સુધીમાં અન્ય તમામ 475 પબ્લિક ડોમેઇનમાં મુકવાની દિશામાં શહેરી વિકાસ કાર્યરત છે. શહેરી વિકાસ અગ્ર સચિવ મુકેશ કુમારે આ બેઠકમાં પ્રેઝન્ટેશન પણ રજુ કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારે ઓનલાઇન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ શરૂ કરી છે. અત્યાર સુધી 1.50 લાખ અરજી મંજુર થઇ છે. અમદાવાદ મહાનગરમાં 1, જાન્યુઆરી 2023 થી ઓનલાઇન બી.યુ પરમિશનનો પાયલોટ પ્રોજેક્ટ પણ હાથ ધરાઇ રહ્યો છે. સફળતાના મુલ્યાંકન બાદ આગામી સમયમાં અન્ય મહાનગરોમાં અમલ કરવામાં આવશે.
ADVERTISEMENT
સરકારની વિવિધ સ્કીમ ગ્રાઉન્ડ લેવલ સુધી પહોંચે તે જરૂરી
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આઠેય મહાનગરોના ટાઉન પ્લાનિંગ સ્કીમમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ સહિત EWS, આવાસ યોજના, જાહેર સુવિધા સહિતના કામો પણ સમયમર્યાદામાં પુરા કરવા માટે તાકિદ કરી હતી. આ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીના અધિક સચિવ પંકજ જોષી અને વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
ADVERTISEMENT