રાજકોટમાં જીએસટીના ધામા: બ્યૂટી સલૂનની 7 બ્રાંચમાં દરોડા, 43 લાખની કરચોરી ઝડપાઈ
અમદાવાદ: આજે સવારથી જ રાજકોટમાં સ્ટેટ જીએસટી વિભાગે ધામા નાખ્યા છે. સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 7 બ્યુટી સલૂનમાંથી 43 લાખની…
ADVERTISEMENT
અમદાવાદ: આજે સવારથી જ રાજકોટમાં સ્ટેટ જીએસટી વિભાગે ધામા નાખ્યા છે. સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 7 બ્યુટી સલૂનમાંથી 43 લાખની જીએસટી ચોરીની વાત આવી સામે હતી. દરોડામાં મસ મોટા બ્યુટી સલૂનમાં આવક હોવા છતાં જીએસટી ભરતા હોવાનો ખુલાસો થયો હતો. રાજકોટ શહેરની બોનાન્ઝા સલૂનમાં સ્ટેટ જીએસટી ટીમ ત્રાટકી છે અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
રાજકોટના બોનાન્ઝા બ્યૂટી સલૂનની 7 બ્રાન્ચ પર સેન્ટ્રલ GST ની ટીમ ત્રાટકી છે. સેન્ટ્રલ GST ની પ્રિવેન્ટીવ ટીમે પ્રથમ વખત સલૂન પર પાડ્યા દરોડા છે. દરોડા દરમિયાન રૂપિયા 43 લાખની કરચોરી ઝડપાઈ હોવાની વિગતો સામે આવી રહી છે. આ સાથે વધુ કરચોરી પકડાય તેવી શક્યતા છે. રાજકોટની બોનાન્ઝા બ્યૂટી સલૂનમાં ગ્રાહકો પાસેથી મસમોટી રકમ વસૂલવામાં આવતી હતી. પરંતુ ડ્યૂટી ભરવામાં નહોતી આવતી. જેની વિગતો ધ્યાને આવતા સેન્ટ્રલ GSTની ટીમે યુનિવર્સિટી રોડ, કેકેવી રોડ અને પેડક રોડ સહિતની 7 બ્રાન્ચ પર દરોડા પાડ્યા છે.
પ્રથમ વખત બ્યૂટી સલૂનમાં દરોડા
જીએસટી વિભાગની ટીમ દ્વારા બોનાન્ઝા બ્યૂટી સલૂનની સાત બ્રાન્ચોમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છેકે, સતત ચાલી રહેલા સર્ચ ઓપરેશનમાં વધુ કર ચોરી પણ બહાર આવી શકે છે. જીએસટીની ટીમ દ્વારા પ્રથમ વખત કોઇ બ્યૂટી સલૂનમાં આ પ્રકારના દરોડા પાડ્યા છે.
ADVERTISEMENT
મોરબીમાં પણ ગીસતી વિભાગે બોલાવ્યો હતો સપાટો
મંગળવારના રોજ મોરબીમાં પણ જીએસટી વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. મોરબીમાં હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનમાં 9 પેઢીને આવરી લેવામાં આવી હતી. જેમાંથી 5 જેટલા સિરામીક એકમો છે જ્યારે 4 જેટલી ટ્રેડિંગ પેઢીઓનો સમાવેશ છે. જીએસટીની ટીમને બાતમી મળી હતી કે બિલ વગર અને ઓછી કિંમતના બિલ બનાવીને કર ચોરી કરવામાં આવી રહી છે.
(વીથ ઈનપુટઃ નીલેશ શિશાંગિયા, રાજકોટ)
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT