સરકારી પરીક્ષાનો વીમો ઉતરાવડાવો, પેપર ફુટે તો દરેક વિદ્યાર્થીને 2 લાખ વળતર મળે: મકવાણા
ગાંધીનગર : આવતી કાલથી બજેટ સત્ર શરૂ થાય તે પહેલા આજે ગુજરાત સરકાર દ્વારા પેપરકાંડને નાથા માટે જાહેર પરિક્ષા વિધેયકને રજુ કરવામાં આવ્યું હતું. જેને…
ADVERTISEMENT
ગાંધીનગર : આવતી કાલથી બજેટ સત્ર શરૂ થાય તે પહેલા આજે ગુજરાત સરકાર દ્વારા પેપરકાંડને નાથા માટે જાહેર પરિક્ષા વિધેયકને રજુ કરવામાં આવ્યું હતું. જેને સર્વાનુમતે પસાર પણ કરવામાં આવ્યું હતું. જો કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કેટલાક મુદ્દાઓ પણ ઉઠાવ્યા હતા. જેમ કે આ બિલનું નામ જાહેર પરિક્ષા વિધેયક કેમ રાખવામાં આવ્યું, જ્યારે આ સરકારી પરીક્ષા અંગેનું બિલ છે. આ ઉપરાંત કેટલાક લોકો છુટી ન જાય તે માટે પણ સરકાર આવી મોટી માછલીઓને છાવરે નહી તેવી વ્યવસ્થા કરવા અપીલ કરી હતી.
બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ કાયદો આવકારી એક અલગ જ માંગ કરી
જો કે આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા એક અલગ જ માંગ કરતા જોવા મળ્યા હતા. મકવાણાની માંગ હતી કે, દરેક સરકારી પરિક્ષાો સરકાર પોતાના ખર્ચે વિમો ઉતરાવડાવે અનેજો કોઇ પેપર ફુટી જાય તો તેનું પરીક્ષા આપનારા દરેક વિદ્યાર્થીઓને ઓછામાં ઓછું 2 લાખ રૂપિયાનું વળતર મળવું જોઇએ. પેપર ન ફુટે તે માટેની વ્યવસ્થા સરકાર તો કરે જ સાથે સાથે વિમા કંપનીને પણ કરવા દેવાની છુટ મળવી જોઇએ.
પેપર ફુટવાના કિસ્સામાં વિદ્યાર્થીઓને માનસિક નુકસાન થાય છે
જેથી પેપર ફુટવાના કિસ્સામાં વિદ્યાર્થીઓને જે માનસિક નુકસાન થાય છે તેનું વળતર મળવું જોઇએ. સરકાર પેપર ફોડનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી માટે કાયદો લાવી તે ખુબ જ આવકારદાયક બાબત છે. જો કે સરકાર આટલા સમય સુધી શું કરી રહી હતી તે સૌથી મોટો સવાલ છે. કારણ કે 8 પેપર તો ઓન રેકોર્ડ ફુટ્યા છે બાકીના કેટલા ફુટ્યા હશે અને કેવા કેવા લોકો પાસ થઇ ગયા છે તે તો આપણે સરકારી કચેરીઓમાં જઇએ ત્યારે જોઇ જ શકીએ છીએ.
ADVERTISEMENT
ADVERTISEMENT