જાણો ગુગલ પોતાના ડેટા સેન્ટર્સમાં વાપરે છે કરોડો લીટર પાણી, જાણો શું છે સમગ્ર વિગત

ADVERTISEMENT

gujarattak
social share
google news

ન્યૂયોર્ક : સમગ્ર વિશ્વના લોકોના અલગ-અલગ સવાલોના જવાબ ગુગલ આપે છે. જેના માટે તેમના ડેટાસેન્ટર્સ જવાબદાર છે. જો કે આ ડેટા સેન્ટર્સ કરોડો લીટર પાણી પીતા હોય છે. સમગ્ર વિશ્વમાં હાજર ગુગલ ડેટા સેન્ટર્સે વર્ષ 2021 માં 1500 કરોડ લીટર પાણી ખર્ચ કર્યું છે. તેમાંથી 80 ટકા તો અમેરિકામાં રેલા ડેટા સેન્ટર્સની ખપત છે. ગુગલે આ માહિતી ત્યારે આપી જ્યારે તેને એક મીડિયા સંસ્થાન ધ ઓરેગોનિયને ચેલેન્જ કરીને પુછ્યું. પુછવામાં આવ્યું કે, ગુગલ જણાવે કે, ઓરેગોનમાં આવેલ ગુગલનું એક ડેટા સેન્ટર કેટલું પાણી ખર્ચ કરે છે. આ મુદ્દો થોડો વિવાદિત બન્યો હતો. કોર્ટમાં કેસ ચાલતો રહ્યો હતો. એક વર્ષ સુધી આ કેસ ચાલ્યો. ત્યાર બાદ ગુગલે ખુલાસો કર્યો કે, ઓરેગોનમાં રહેલા ડેટા સેન્ટરે વર્ષ 2021 માં 125 કરોડ લીટર પાણીનો ખર્ચ કર્યો છે. સાથે જ કંપનીએ કહ્યું કે, અત્યારે તેઓ નિશ્ચિત સમય પર આવા રિપોર્ટ આપતા રહેશે.

લાંબો સમય કેસ ચાલ્યા બાદ ગુગલે આંકડાઓ જાહેર કર્યા
ગુગલે જણાવ્યું કે, તેની ફેસિલિટીજમાં ગત્ત પાંચ વર્ષમાં પાણીના વપરાશમાં ત્રણ ગણો વધારો થયો છે. ઓરેગોનમાં સેંટર સમગ્ર શહેરને સપ્લાઇ થનારા પાણીનો ચોથા ભાગોન હિસ્સો કરીર હ્યો છે. ગુગલના અનુસાર તેમનો ડેટા સેન્ટર એટલું પાણી કરી રહ્યા છે, જેટલો અમેરિકાના 29 ગોલ્ફ કોર્સમાં ઉપયોગ થાય છે. અસલમાં અન્ય ટેક કંપનીઓની જેમ જ ગુગલ પણ તેનો ખુલાસો નહોતો કરતો, તેઓ કેટલું પાણી વાપરે છે. એવું પહેલીવાર થયું છે કે, જ્યારે ગુગલે આ વાતોન ખુલાસો કર્યો છે કે તેઓ કેટલું પાણી વાપરી રહ્યા છે.

ગુગલ સંભવત પહેલી ટેક જાયન્ટ છે જેણે આંકડા જાહેર કર્યા
ન્યૂયોર્ક ખાતે અપટાઇમ ઇંસ્ટીટ્યુટના સસ્ટેનેબિલીટી કંસલ્ટેટ ડેવિડ મિટોને કહ્યું કે, ગુગલ સંભવત પહેલી એવી ટેક જાયન્ટ છે, જેને પોતાના પાણીનો વપરાશ અંગે ખુલાસો કર્યો છે. આ અગાઉ પાણીના વપરાશ કોઇ પણ કંપની કરતી નહોતી. તેને સીક્રેટ રાખવામાં આવતું હતું. જો કે હવે ગુગલે પાણીના વપરાશ અંગે પોતાને પારદર્શી બનાવ્યું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT