પતંગ રસિકો માટે આવ્યા સારા સમાચાર, જાણો આજે કેવો રહેશે પવન
અમદાવાદ: રાજ્યભરમાં આજે ઉત્તરાયણ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે. મોડી રાતથી જ પતંગના કાના બાંધવામાં રહેનાર યુવાનો આજે સવારથી જ ધાબા પર જોવા મળ્યા…
ADVERTISEMENT
અમદાવાદ: રાજ્યભરમાં આજે ઉત્તરાયણ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે. મોડી રાતથી જ પતંગના કાના બાંધવામાં રહેનાર યુવાનો આજે સવારથી જ ધાબા પર જોવા મળ્યા હતા. આ વર્ષે સવારથી જ પવન પણ સારો હોવાથી પતંગ રસિયાઓ મોજમાં છે. આ વર્ષે પતંગ રસિકોએ બહુ ઠુમકા નહીં મારવા પડે. કારણ કે હવામાન વિભાગના જણાવ્યાનુસાર, આજે ઉત્તરાયણ પર પવન સારો રહેશે.
રાજ્યમાં હવામાન ખાતાના જણાવ્યાં મુજબ આજે આખો દિવસ પવન સારો રહેશે. જેથી પતંગ રસિયાઓએ ઠુમકા નહીં મારવા પડે. ઉત્તરાયણના દિવસે પવનની સાથે સાથે ઠંડી પણ પોતાનો ચમકારો બતાવશે અને લોકોને ધ્રુજાવશે. ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની સાથે સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. જ્યારે કચ્છ માટે આજે કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
આજે 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
આજે ઉત્તરાયણ પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે પતંગ રસિકો સવારથી ધાબા પર ચડી ગયા છે. ત્યારે આજે 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જેથી પતંગ રસિયાઓએ ઠુમકા નહીં મારવા પડે. આજે પલવારમાં જ આકાશમાં પતંગ ઉડતા જોવા મળશે. આજે ઉતરાયણના તહેવાર પર ઉતર-પૂર્વ દિશા તરફથી પવનો ફૂંકાશે. જેથી આજના દિવસે પુરતા પ્રમાણમાં પવન રહેતા પતંગ ચગાવવામાં તકલીફ નહી પડે. જોકે, બપોરના સમયે પવનની ગતિ થોડી ઓછી થઈ શકે છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT