ગોંડલ-રીબડાની મારામારીનો મામલોઃ કોર્ટે અનિરુદ્ધસિંહના પુત્રના જામીન ફગાવ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટઃ ગોંડલના જયરાજસિંહ જાડેજા અને રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા ખટરાગને પગલે હમણાં જ રીબડા ખાતે મારામારીનો બનાવ બન્યો હતો. જે મામલામાં ફરિયાદ પછી કોર્ટ પાસે અનિરુદ્ધસિંહના પુત્ર સહિતના ત્રણ આરોપીઓએ આગોતરા જામીન આપવાની વિનંતી કરી હતી. જોકે આ મામલામાં કોર્ટે આગોતરા જામીન આપવાની ના પાડી દેતા જામીન ફગાવી દીધા હતા.

મારામારીના મુદ્દે કોર્ટેે આપ્યો રીબડા જુથને મોટો ઝટકો
રાજકોટમાં ગોંડલ અને રીબડા જુથ વચ્ચે ચાલી રહેલા વિવાદમાં હાલમાં ક્ષત્રિય સમાજના આગેવાન દ્વારા સમાધાન માટે પ્રયાસ કરવામાં આવ્યા હતા. વર્ષોથી અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહ જાડેજા વચ્ચે ચાલતી તકરારમાં સમાધાન માટે આંતરરાષ્ટ્રીય રાજપૂત સમાજ ટ્રસ્ટના પી.ટી જાડેજાએ મધ્યસ્થી કરવા જંપલાવ્યું હતું. જોકે તે પણ નિષ્ફળ થયા હતા. ઉલ્લેખનીય છે કે થોડા જ દિવસો પહેલા રીબડા ચોકડીએ અમુક માણસો ભેગા થયા હતા આ રીબડા અને ગોંડલના જુથો વચ્ચેની મારામારી હોવાનું સામે આવ્યું હતું. જે તે સમયે અનિરુદ્ધસિંહ જાડેજાએ કહ્યું હતું કે, જયરાજસિંહ જાડેજા દ્વારા અફવા ઉડાવાઈ છે કે રીબડામાં મારા પરિવારે પાટીદાર યુવક પર હુમલો કર્યો તે તદ્દન ખોટી વાત છે. મારા ઘર ઉપર તેમણે 40થી 50 માણસો મોકલ્યા હતા. ગોંડલ તાલુકા પોલીસ ન હોત તો ન બનવાનું બની જતું. રીબડા ચોકડી પર બે જુથો વચ્ચે થયેલી મારામારીને મામલે આજે બુધવારે કોર્ટે એક મોટો નિર્ણય કર્યો છે.

આ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર રાજદીપસિંહ જાડેજા સહિતના ત્રણ આરોપીઓએ કોર્ટ સામે આગોતરા જામીનની અરજી કરી હતી તેની આજે બુધવારે સુનાવણી કરવામાં આવી હતી. કોર્ટે તેમના આગોતરા જામીન રદ્દ કરવાનો નિર્ણય કર્યો હતો. જેથી રીબડા જુથ માટે આ માઠા સમાચાર બન્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT