ગૌતમ અદાણી માદરે વતન બનાસકાંઠામાં, બોલ્યાં- કોલેજ સુધી ભણ્યો હોત તો… જાણો પહેલા પગાર વિશે શું કહ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

ધનેશ પરમાર/બનાસકાંઠાઃ આજે દુનિયાના ત્રીજા નંબરના અમીર અને ગુજરાતી ગૌતમ અદાણી તેમના વતન પાલનપુરના એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યાં હતા.અહી તેઓ વિદ્યાસાગર ટ્રસ્ટની 75મી વર્ષગાંઠની ઉજવણીમાં ભાગ લેવા આવ્યાં હતા.જ્યા તેઓએ મંચ પરથી માદરે વતનની મીઠી ખુશ્બુ માણી,બચપણની જૂની યાદો ને ગૌરવ સાથે વાગોળી હતી.

દેશનો સૌથી મોટો બિઝનેસ ચલાવે છે..
બનાસકાંઠાના થરાદના મૂળ રહીશ ગૌતમ અદાણી વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ છે. એશિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકે ભારતનું ગૌરવ વધારી રહ્યા છે. દેશના અબજોપતિ ઉદ્યોગપતિ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી દેશની ઘણી કંપનીઓના માલિક છે અને બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ મુજબ તેમની કુલ નેટવર્થ હાલ 117 અબજ ડોલર છે. ગૌતમ અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી વિલ્મર, અદાણી પાવર જેવી કંપનીઓના માલિક છે અને દેશનો સૌથી મોટો બિઝનેસ ચલાવે છે.

અદાણીએ માતા-પિતાના સંસ્કાર યાદ કર્યા…
ગુજરાતના પાલનપુરમાં વિદ્યામંદિર ટ્રસ્ટની 75મી વર્ષગાંઠની ઉજવણીમાં આજે ગૌતમ અદાણી મુખ્ય અતિથિ તરીકે તેઓ ઉપસ્થિત રહ્યા હતા. ગૌતમ અદાણીએ કહ્યું કે મને ખૂબ જ ખુશી છે કે આજે હું મારી ધરતી, મારી માતૃભૂમિ પર આવ્યો છું, હું મારી જમીન, મારા ગામ અને બનાસકાંઠાની ધરતીને સલામ કરું છું. શિક્ષણ આપણને શીખવે છે કે મુશ્કેલ સંજોગોમાં પણ આપણા જીવન માટે માર્ગ કેવી રીતે શોધવો.

ADVERTISEMENT

બનાસકાંઠામાં મારા બાળપણના દિવસો મને યાદ અપાવે છે કે કેવી રીતે મારા માતાપિતાએ મને સંસ્કારો આપ્યાં અને મને આદર્શ જીવન જીવવાનું શીખવ્યું. જ્યારે હું પાછું વળીને જોઉં છું, ત્યારે મેં મારું જીવન મારાં માતાપિતા સાથે વિતાવ્યું છે અને મેં જે કંઈ જોયું અને શીખ્યું છે તેમાંથી હું જીવનના માર્ગે આગળ વધ્યો છું.

ગૌતમ અદાણીએ પ્રથમ પગાર વિશે જણાવ્યું…
માત્ર 16 વર્ષની વયે ગામ છોડીને મુંબઈમાં નોકરી કરવા ગયેલા અદાણીએ કહ્યું કે મારા ફાઉન્ડેશન તરીકે હિંમત, વિશ્વાસ અને પ્રતિબદ્ધતા સાથે, મેં અદાણી ગ્રુપ સાથે શરૂઆતથી આજ સુધી કામ કર્યું છે અને આ અમારા જૂથની સૌથી મોટી વિશેષતા છે. જ્યારે હું માત્ર 16 વર્ષનો હતો, ત્યારે મેં ભણવાનું મૂકીને મુંબઈ જવાનો નિર્ણય લીધો હતો. મેં, ઘણા યુવાનોની જેમ, ઘણી સ્વતંત્રતા અને પોતાના નિર્ણયો સાથે જીવન જીવવાનું વિચાર્યું. મુંબઈ આવતી વખતે તેમાં ઉત્સાહ અને શંકા બંને છલકાતાં હતાં.

ADVERTISEMENT

મેં મહિન્દ્રા બ્રધર્સ સાથે મુંબઈમાં લગભગ ત્રણ વર્ષ કામ કર્યું અને મને આજે પણ યાદ છે કે જ્યારે મેં મારી બ્રોકરેજ તરીકે ડાયમંડ કંપનીમાં કામ કર્યું હતું, ત્યારે મને મારી પહેલી કમાણી તરીકે 10,000 રૂપિયા મળ્યા હતા. ગૌતમ અદાણીએ કહ્યું કે મને લાગે છે કે જો હું કોલેજમાંથી ભણ્યો હોત તો મને વધુ ફાયદો થાત.

ADVERTISEMENT

ખાસ કાર્યક્રમમાં આપી હાજરી
અત્રે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા મુખ્યાલય પાલનપુર વિદ્યામંદિર ટ્રસ્ટની સ્થાપનાને 75 વર્ષ પૂર્ણ થયા છે. અને શ્રી જૈન શિશુશાળાને 100 વર્ષ પૂર્ણ થયા છે અને પાલનપુરના આ ટ્રસ્ટ દ્વારા આ દાયકાઓની સરસ્વતી સાધના સફરની યાદમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત 19 થી 23 ડિસેમ્બર 2022 સુધી ઘણા કાર્યક્રમો યોજાયા હતા.જેમાં વિદ્યાર્થીઓએ ક્વિઝ, એક્ઝિબિશન, રંગોળી મેકિંગ જેવા ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.

મહિલાએ ભગવાનની પત્ની હોવાનો દાવો કર્યો, પુજારી પર પણ થૂંકી; જાણો પછી શું થયું…
બેંગ્લોરનાં એક મંદિરનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આમાં, એક મંદિરનો કાર્યકર એક મહિલાને માર મારતો અને પછી તેને મંદિરની બહાર ઢસડતો જોઈ શકાય છે. મીડિયા અહેવાલો પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના 21 ડિસેમ્બરની છે.

તુક્કલ વેચાણ અને ઉપયોગ સામે પણ પોલીસની છે બાજ નજર

ગુજરાતમાં તુક્કલ વેચાણ અને ઉપયોગ સામે પણ પોલીસે બાજ નજર રાખી છે. નોંધનીય છે કે અત્યારે પોલીસ સુપર એક્ટિવ મોડમાં આવી ગઈ છે. તુક્કલ વેચાણ અને ઉપયોગ સામે પણ કડક પગલા લેવાઈ શકે એવા મીડિયા અહેવાલો મળી રહ્યા છે. એકબાજુ ચાઈનીઝ દોરીના વિક્રેતાઓ સામે દરોડા પાડવામાં આવી રહ્યા છે. જ્યારે બીજીબાજુ તુક્કલોના કારણે સર્જાતી ગંભીર ઘટનાઓની પણ નોંધના પગલે આના વેચાણ સામે પણ પોલીસે લાલ આંખ કરી દીધી છે.

    follow whatsapp

    ADVERTISEMENT