Anand: સસ્તું સોનું આપવાની લાલચ આપી ડુપ્લિકેટ સોનું બટકાવી ગેંગ ઝડપાઇ, આ રીતે કરતી હતી હાથની સફાઇ

ADVERTISEMENT

gujarattak
social share
google news

આણંદ: રાજ્યભરમાં છેતરપિંડીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન છેતરપિંડીનો અજીબ કિસ્સો સામે આવ્યો છે. સસ્તી કિમતે સોનું આપવાની લાલચે નકલી સોનું બટકાવતી ગેંગને અંકલેશ્વર પોલીસે ઝડપી પાડયા છે.ટોળકી હાથની સફાઈમાં માહિર છે જે અસલી સોનુ બતાવી લેવડ -દેવડ સમયે નકલી સોનુ પધરાવી ઠગાઈ કરતી હતી.

રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ત્યારે આંતર રાજ્ય દ્વારા છેતરપિંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ગત તા.5 માર્ચના રોજ અંકલેશ્વર શહેર વિસ્તારમાં આવેલ “પદ્મનાભ ગોલ્ડ” નામની જવેલર્સની દુકાનમાં અજાણ્યા ઇસમો દ્વારા અસલી સોનુ બતાવી નકલી સોનુ પધરાવી ફરિયાદી પાસેથી રોકડા રૂપિયા 96000 તથા સોના ચાંદીના દાગીના સાથે કુલ રૂપિયા 1.64 લાખની છેતરપીંડી કરી રફુચક્કર થઇ ગયા હતા. ત્યારે આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

6 આરોપીને ઝડપી પાડયા
તપાસ દરમ્યાન ગુનાના આરોપીઓ આણંદ જીલ્લાના વાસદ વિસ્તારમાં હોવાની બાતમી મળતા પોલીસનો કાફલો રવાના થયો હતો. ત્યારે જોકે આ તમામ આરોપીઓ રાજસ્થાન તરફ રવાના થઇ રહ્યા હોવાનું જાણવા મળતા આણંદ જીલ્લાના વાસદ પોલીસ તથા એસ.ઓ.જી. આણંદના સંકલનમાં રહી આણંદ જીલ્લા પોલીસની મદદથી 6 આરોપીઓની કુલ રૂપિયા 2.65 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: BREAKING: વડોદરાના નવા મેયરના નામની જાહેરાત, જાણો કોના નામ પર મહોર લાગી?

વધુ એક છેતરપિંડીનો ભેદ ઉકેલાયો
આ તમામ આરોપીઓને અંકલેશ્વર શહેર “એ ડીવી. પો.સ્ટે. લાવી પુછપરછ કરતા અંકલેશ્વરના “પદ્મનાભ ગોલ્ડ” માં છેતરપિંડીના ગુના સિવાય અન્ય એક ગુનાની કબુલાત કરી હતી. આરોપીઓએ 5 માર્ચના રોજ બોરભાઠા વિસ્તારમાં શિવ જવેલર્સના શો રૂમના સોનીને અસલી સોનુ બતાવી નકલી સોનુ પધરાવી સોના ચાંદીના દાગીના કિંમત રૂપિયા 35000 ના મેળવી છેતરપીંડી આચરેલ હતી. ઠગ ટોળકીના સાગરીતોને ઝડપી બે ગુનાઓના ભેદ ઉકેલવા સાથે મુદ્દામાલ પણ રિકવર કર્યો છે. આ બંન્ને ગુનાની વધુ તપાસ અંકલેશ્વર શહેર “એ” ડીવી પો.સ્ટે.ના પી.એસ.આઇ. શ્રી આર.જી.પટેલ નાઓ ચલાવી રહ્યા છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT