ગત માર્ચ મહિનાથી શરૂ થયેલી એર એમ્બ્યુલન્સ સેવાનો જાણો કેટલા લોકોએ લીધો લાભ, જુઓ શું છે ભાડું
ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો આજે છઠ્ઠો દિવસ છે. ત્યારે આજે વિધાનસભામાં વિવિધ પ્રશ્નોને લઈ સરકાર જવાબ આપી રહી છે. ત્યારે ગત વર્ષે શરૂ કરેલી…
ADVERTISEMENT
ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો આજે છઠ્ઠો દિવસ છે. ત્યારે આજે વિધાનસભામાં વિવિધ પ્રશ્નોને લઈ સરકાર જવાબ આપી રહી છે. ત્યારે ગત વર્ષે શરૂ કરેલી એર એમ્બ્યુલન્સને લઈ ભાજપના ધારાસભ્ય હસમુખ પટેલના પ્રશ્ન પર સરકારે જવાબ આપ્યો છે.રાજ્યમાં એર એમ્બ્યુલન્સ થકી 31 ડિસેમ્બર 2022ની સ્થિતિએ 6 દર્દીઓએ લાભ લીધો જ્યારે 9 ઓર્ગન મોકલવામા આવ્યા છે.
રાજ્યના નાગરિકોને સત્વરે સારવાર મળી રહે, મેડિકલની પુરતા પ્રમાણમાં સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. કોઇપણ વ્યક્તિને ભારતની કોઇ પણ હોસ્પિટલમાં સારવાર કરાવવા ઇમરજન્સી જવુ પડે તે માટે એર એમ્બ્યુલન્સનો પ્રારંભ ગત વર્ષે 21 માર્ચના રોજ કરવામાં આવ્યો હતો. તત્કાલીન ગુજરાતના ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા એર એમ્બ્યુલન્સ સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે 9 મહિના જેટલા સમયમાં એટલે કે 31 ડિસેમ્બર સુધીમાં આ સેવાનો લાભ ફક્ત 6 દર્દીઓએ લાભ લીધો જ્યારે 9 ઓર્ગન મોકલવામા આવ્યા છે.
દેશમાં સૌપ્રથમવાર 108ની જેમ એર એમ્બ્યુલન્સની સેવાઓ મળે તે માટે રાજ્ય સરકારે આયોજન કર્યુ હતું. અન્ય રાજ્યમાં સારવાર લેવા ઇચ્છતા દર્દીઓ માટે એરપોર્ટ ટુ એરપોર્ટ સર્વિસ શરૂ કરવામાં આવી હતી. ગુજરાતના લોકો 108ની જેમ જ એર એમ્બ્યુલન્સ સેવાનો લાભ લઇ રહ્યા છે.એર એમ્બ્યુલન્સ માટે પ્રતિ કલાક રૂપિયા 50 હજારથી લઇ રૂપિયા 65 હજારનો દર નક્કી કરવામાં આવ્યો છે. ત્યારે રાજ્યને લોકો દ્વારા એર એમ્બ્યુલન્સનો ઉપયોગ ખૂબ જ ઓછા પ્રમાણમાં થઈ રહ્યો છે.
ADVERTISEMENT
એર એમ્બ્યુલન્સનું કેટલું ભાડું?
-108 મારફતે મંગાવાશે તો 50 હજાર ભાડુ,
– વ્યક્તિ માગણી કરવામાં આવે તો 65 હજાર
– હોસ્પિટલ દ્વારા માંગણી કરવામાં આવે તો 55 હજાર ભાડું લેવાશે
ADVERTISEMENT
વિથ ઈનપુટ: દુર્ગેશ મહેતા, ગાંધીનગર
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT