વિધિની આ કેવી વક્રતા: દીકરા-દીકરીના લગ્નના 1 દિવસ પહેલા પિતાનું મોત, વેવાઈના ઘરેથી આવતા નડ્યો અકસ્માત

ADVERTISEMENT

gujarattak
social share
google news

હાલોલ: રવિવારે ગુજરાતમાં હાલોલ-વડોદરા હાઈવે પર આવેલા આસોજ ગામે ગોજારી ઘટના બની હતી. રીક્ષાનું આગળનું પૈડું નીકળી જતા પલટી ખાઈ ગઈ જેમાં રીક્ષા ચાલકનું મોત થઈ ગયું અને 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા. ખાસ વાત એ છે કે અકસ્માતમાં મૃત્યુ પામેલા રીક્ષા ચાલકના ઘરે આજે દીકરા અને આવતીકાલે દીકરીના લગ્ન હતા. ઘરે મંડપ બાંધેલો હતો અને ઢોલ-નગારા અને શરણાઈઓ ગુંજી રહી હતી. જોકે મોભીના મોતના પગલે ઘરમાં ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો.

ઘરમાં લગ્નની શરણાઈની જગ્યાએ માતમનો માહોલ
વિગતો મુજબ, વાઘોડિયાના સિંહાપુરા ગામનો પરિવાર સાવલી તાલુકાના આદલપુર વેવાઈના ઘરે લગ્ન પ્રસંગે હાજરી આપીને ઘરે પરત જઈ રહ્યો હતો. આ દરમિયાન હાલોલ નજીક આસોજ ગામે રવિવારે બપોરે રિક્ષાનું પૈડું નીકળી જતા તે પલટી મારી ગઈ. આ રીક્ષામાં અકસ્માતમાં રાજુભાઈ ભાલીયાનું મોત થઈ ગયું, જ્યારે પરિવારને અન્ય 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા. રાજુભાઈના દીકરાના સોમવારે તથા દીકરીના મંગળવારે લગ્ન હતા. જોકે ઘરના મોભીના મોતના પગલે જે ઘરે લગ્નની શરણાઈઓ ગૂંજતી હતી ત્યાં માતમનો માહોલ ફેરવાઈ ગયો. આખું ગામ પણ દીકરીનું કન્યાદાન કરે તે પહેલા જ પિતાના જ મોતની ખબરથી શોકમાં ડૂબ્યું છે.

આ પણ વાંચો: નડિયાદના સંતરામ મંદિરમાં મહા સુદ પૂનમે થઈ 1500 કિલો સાકર વર્ષા, 192 વર્ષ જૂની પરંપરા પાછળ આવું છે કારણ

ADVERTISEMENT

પરિવારજનોમાં રોકકળ મચી
અકસ્માત થતા તમામને 108 મારફતે એમ્બ્યુલન્સમાં હાલોલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મોભીના મોતના પગલે પરિવારજનોમાં રોકકળ મચી હતી. ખુશીના પ્રસંગ માતમમાં ફેરવાઈ જતા ઘરે સજાવવામાં આવેલો મંડપ પણ ઉતારી લેવામાં આવ્યો હતો.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT