સુરેન્દ્રનગરમાં કલેક્ટર કચેરીમાં જ સસ્તા અનાજ એસોસિએશનના પ્રમુખે કેરોસીન છાંટ્યું, પોલીસે કરી અટકાયત
સાજીદ બેલિમ/સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરમાં સસ્તા દુકાનની અનાજ એસોશિએશનના જિલ્લા પ્રમુખે કલેક્ટર કચેરીએ જઈને કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ હતી. જોકે કેરોસીન છાંટીને નારાયણ…
ADVERTISEMENT
સાજીદ બેલિમ/સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરમાં સસ્તા દુકાનની અનાજ એસોશિએશનના જિલ્લા પ્રમુખે કલેક્ટર કચેરીએ જઈને કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ હતી. જોકે કેરોસીન છાંટીને નારાયણ ચાવડા પોતાને આગ ચાંપે તે પહેલા જ પોલીસ દ્વારા તેમને અટકાવી દેવામાં આવ્યા હતા અને અટકાયત કરવામાં આવી હતી.
50થી વધુ સસ્તા અનાજ દુકાનધારકોની પણ અટકાયત
ઘટનાની વિગતો મુજબ લાંબા સમયથી સસ્તા અનાજના દુકાનદારો કેટલીક માગણી કરી રહ્યા હતા. જેને પૂરા ન થતા આજે સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કચેરી ખાતે જીલ્લા FPS એસોસીએશનના પ્રમુખ નારાયણભાઈ ચાવડાએ કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જોકે આત્મવિલોપનના પ્રયાસ પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. આ સાથે જ પોલીસે અંદેજા 50થી વધુ સસ્તા અનાજના દુકાન ધારકોની પણ અટકાયત કરી લીધી છે.
શું છે સસ્તા અનાજના દુકાનદારોની માગણી?
નોંધનીય છે કે સસ્તા અનાજના દુકાનદારો લાંબા સમયથી તેમનું માસિક કમિશન રૂ.20,000 ફિક્સ કરવામાં આવે તેવી માગણી કરી રહ્યા છે. આ સાથે જ તેમણે પોતાને મળતા કમિશનમાંથી TDS કાપવામાં ન આવે અને નિયમિત કમિશન ચૂકવવામાં આવે તે મુજબની માગણી સાથે રજૂઆતો કરી છે. જોકે તેમની રજૂઆતોને લઈને કોઈ નિરાકરણ ન આવતા ખુદ પ્રમુખે આત્મવિલોપન કરવાનો રસ્તો અપવાનાવ્યો હતો.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT